SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૫૭૧ ફિરોજશાહ રાજ્ય કરતા હતા. તે શહેરમાં એક નગરશેઠ રહેતા હતા. તે સત્યનિષ્ઠ હતા. જીવનમાં ક્યારે પણ અસત્ય બોલતા ન હતા. અસત્ય વિચાર કે આચરણ પણ કરતા ન હતા. પ્રબળ પુણ્યોદયે તેમની પાસે સંપત્તિ ખૂબ હતી. દિલ્હીમાં આવીને તેમણે ધંધે ખૂબ વિકસાવ્યું હતું. સત્યના પ્રભાવથી તેમને ધંધો સારો ચાલે. કીતિ ખૂબ વધી. થોડા સમયમાં તે શેઠ એટલું કમાયા કે તેમની ગણના લક્ષાધિપતિઓમાં થવા લાગી. આ શેઠની પ્રશંસા ખૂબ થવા લાગી તેથી કેટલાક ઈર્ષાળુ માણસોએ રાજાના કાન ભંભેર્યા. મહારાજા ! પેલા નગરશેઠને બધા સત્યના અવતાર કહે છે, તે સત્યાવતારને બિલે લઈને ફરે છે પણ અમને તે સાચું લાગતું નથી. રાજા કહે પણ આપ શું કહેવા માંગે છે? મહારાજા ! તે શેઠ આપની નગરીમાં આવ્યા બાદ ખૂબ ધન કમાયા છે. ઘણું ધનાઢય થઈ ગયા છે પણ આપના રાજભંડારમાં તે ખાસ આપતા નથી. રાજા કહે-તે તેમની પાસે કેટલું ધન હશે ? અરે મહારાજા ! આઠથી નવ લાખ. નવ લાખ સાંભળતાં રાજા ચમક્યા. તે જમાનામાં આઠથી નવ લાખ તે ઘણુ હતા. અત્યારે તે ૨૫ થી ૩૦ લાખના મકાન લેવાય છે. ત્યાં આઠ લાખની શી કિંમત ? ઈષ્યાળુ માણસ કહે છે આપે તેમનું ધ્યાન રાખવું જોઈએ. એ વાણિયે ખોટું અભિમાન લઈને ફરે છે. ઇર્ષાળુઓની ઉશકેરણીથી ઉશ્કેરાયેલા રાજા : રાજા કહે હું હમણાં જ શેઠને બોલાવું છું. તરત રાજાએ પોતાના વિશ્વાસુ સેવકને હુકમ કર્યો કે જાઓ, જઈને નગરશેઠને કહે કે મહારાજા આપને બેલાવે છે. સેવકે શેઠ પાસે જઈને કહ્યું – શેઠજી ! મહારાજા આપને બોલાવે છે. શેઠ કહે– ભલે, હું આવું છું. હું રાજાની પ્રજાને માણસ છું. રાજા બોલાવે ત્યારે મારે હાજર થવું જોઈએ. શેઠ તરત રાજદરબારમાં પહોંચી ગયા. વિનયપૂર્વક રાજાને પ્રણામ કરીને ઊભા રહ્યા. મહારાજા ! આપે મને કેમ બેલા ? આ સેવકનું જે કામ હોય તે ફરમાવે. રાજાએ પૂછ્યું- મારા દેશમાં આપના વેપાર ધંધા કેવા ચાલે છે? મહારાજા આપની અસીમ કૃપા છે. મારે ધંધો ધીકતે ચાલે છે. હું જ્યાં હાથ નાંખું છું ત્યાં મારા પ્રયત્નો સફળ થાય છે. આપની દયાથી ખૂબ કમાય છું. અત્યારે દિલ્હીમાં મોટામાં મોટો ધનવાન હું છું. તો શેઠ ! તમારી પાસે મિલકત કેટલી હશે? તમે કેટલું કમાયા? આઠ લાખ કે દશ લાખ? રાજન ! હું અનુમાનથી કેવી રીતે કહી શકું? શેઠને થયું કે જો હું અનુમાનથી કહી દઉં ને ખોટું બોલાઈ જાય તો મારું વ્રત ભાંગે; માટે હું હિસાબ કરીને કહીશ. આપ મને ૨૪ કલાકની મુદત આપો. તે સમયમાં મારી મિલકત કેટલી છે તે ગણુને કહીશ. જેથી મને અસત્ય બોલયાને દોષ ન લાગે. રાજા કહે-શેઠ ! ભલે, પણ એમાં ને જરા પણ છુપાવ્યું કે જૂઠું બોલ્યા તે દંડ થશે. મહારાજા આ જન્મ ધારણ કરીને આજ દિન સુધી હું અસત્ય બે નથી. હવે અસત્ય શા માટે બોલું આખરે સત્યને વિજય :.. શેઠે ઘેર જઈને પિતાના વિશ્વાસુ માણસને મિક્ત ગણવા માટે બેસાડયા. સ્થાવર મિલ્કત, જંગમ મિલકત, લેણું દેણું બધાને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy