SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૫૫૭ છે. અમારા સતીઓએ આ જે તપ કર્યો છે તે સ્વાધ્યાય, ધ્યાન સહિત કર્યો છે. તેમનું તન તપમાં તપી રહ્યું છે, વચન વરના વચનામૃતમાં, સ્વાધ્યાયમાં કે ભગવાનના ગુણ સ્તવનમાં જોડાયું છે અને મન મહાવીરના માર્ગમાં મસ્ત છે. જેમના તન, મન અને વચન તપમાં, સ્વાધ્યાયમાં અને મનન ચિંતનમાં લીન બની જાય તે આત્મા ઉત્તરોત્તર નિર્મળ પરિણામવાળો બનતો જાય. આત્માના અતિ નિર્મળ પરિણામનું કાર્ય ધાતી કર્મોને ઉખેડવાનું છે. ધાતી કર્મો દૂર થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માના નિર્મળ પરિણામના બાધક મિથ્યાત્વ, વિષયાસક્તિ, કષાયોના કકળાટ આદિ દે છે. જિનવચનના શ્રવણ, મનન અને મંથનથી તત્ત્વ શ્રદ્ધાના પ્રકાશે મિથ્યાત્વ દૂર થાય છે. બાહ્ય તપથી વિષયાસક્તિ દૂર થાય છે. આત્યંતર તપથી કષાના કકળાટ શમી જાય છે. અનંત ગુણમય શાશ્વત સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે કરૂણાસાગર જ્ઞાનીએ પામરને પરમ બનાવે, પરાજિતને વિજયી બનાવે, રાગીને વિરાગી બનાવે, ક્રોધીને શાંત બનાવે, લોભીને નિઃસ્પૃહી બનાવે, અધમીને ધમી બનાવે અને ભવભવના પીડિતને પરમ સુખી બનાવે એ આત્મહિતકર તપ ત્યાગને ઉપદેશ ભવ્ય જીના કલ્યાણ માટે આપે છે. શાસ્ત્રકાર ભગવાને તપને મહામંગલકારી કહ્યો છે કારણ કે બાહ્ય અને આત્યંતર ઋધ્ધિ સિધ્ધિ તપથી પ્રાપ્ત થાય છે. ભવરોગ અને ભાવરોગ રૂપ કર્મને જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો તપથી નાશ થાય છે. તપના તેજ નિરાળા છે. અર્જુન માળી, દઢપ્રહારી જેવા મહાહિંસક ક્રૂર આત્માઓએ પણ તે જન્મમાં મુક્તિ મેળવી છે. એ પ્રભાવ સંયમ અને તપને છે. પ્રાચીન ઇતિહાસમાં તથા સિદ્ધાંતમાં અગણિત તપસ્વી સાધકોના ચરિત્રો આપણી નજરે પડે છે. જેઓ નિયમા એ જ ભવે મોક્ષમાં જવાના હોય છે છતાં કર્મનું નિકંદન કરવા માટે ચારિત્ર લઈને તપશ્ચર્યા કરે છે અને જગતને એ સુંદર બેધપાઠ આપે છે કે મુક્તિ ત્યાગમાં છે, તપમાં છે, ઈદ્રિય દમનમાં છે પણ ખાવાપીવામાં કે એશઆરામમાં નથી. તપ દ્વારા દેહની શુદ્ધિ થાય છે. દેહશુદ્ધિ થતાં મનની શુદ્ધિ થાય છે અને મન શુદ્ધિ થતાં વાસનાઓ દૂર થાય છે. તપથી આત્મશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે. કેટી ના સંચિત કર્મjજે તપ દ્વારા ક્ષીણ થઈ જાય છે. सउणी जह पंसुगुडिया, विहुणिय धंसयई सिय रय' । હવે ર ગજવદાનવં બં, વરુ તવણી માને છે. સૂર્ય.અ.ર.ઉ.૧ગા.૧૫ જેવી રીતે પક્ષિણ પિતાના શરીર પર લાગેલી ધૂળને શરીરને હલાવીને ખંખેરી નાંખે છે તેવી રીતે અણસણ આદિ તપ કરવાવાળા તપસ્વી કમેને ક્ષય કરી દે છે. સુવર્ણના મેલને દૂર કરવા માટે તેને અગ્નિમાં નાખે છે તેમ આત્માની શુદ્ધિ માટે આત્માને તપ રૂપી અગ્નિમાં નાંખવો જોઈએ. “Trગુના પ્રારં દુઃવવા પાથરૂ વં સત્તામારા ”િ આચારંગ. અ. ૪. જેવી રીતે જીર્ણ થયેલા લાડકાને અગ્નિ જહંદી ભસ્મીભૂત કરી દે છે તે રીતે તપ દ્વારા જીણું થયેલા કર્મો જલદીથી બળી જાય છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy