SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦] [ શારદા શિરેમણિ એક ઉપાય છે તે વિને જીતવાને. આ વાત સાધકના માર્ગ માટે છે, એક બાજુ પુણ્ય મર્યાદિત છે તે બીજી બાજુ અનંતકાળના કર્મો ચૂંટેલા છે. જેને અભૂતપૂર્વ મર્દાનગી સાથે કર્મો સામે મેરા માંડે છે તેવા આત્માઓને કદાચ મસ્તકે સગડી મૂકાતી હોય, જીવતા ચામડી ઉતરતી હય, જંગલી પશુઓના મુખમાં જામફળની જેમ ચવાઈ જતા હેય. ચામડાના વાધર વીંટાતા હોય કે રોગ તંબૂ નાંખીને પડ્યા હોય આવી વિકટ પરિસ્થિતિમાં પણ દઢ મનોબળવાળો સાધક પિતાના ચિત્તની પ્રસન્નતાપૂર્વક સાધનામાં સફળતા મેળવીને જપે છે. નદી જેમ ગામેગામની ગંદી ગટરના પાણીને સ્વીકારીને નિર્મળ બનાવે છે અને છેવટે સાથે સાગરમાં લઈ જાય છે એ જ રીતે સાધક પિતાના સંપર્કમાં આવતા જેના અનેકવિધ મલિન આચાર વિચાર પ્રત્યે નફરત નહિ બતાવતા પ્રેમ અને વાત્સલ્યથી તેમના દિલ જીતી લે છે. તેમના દેને પોતાનામાં સમાવી લે છે. છેવટે તેમના મલિન ભાવેને શુદ્ધ કરી સાગર સમાન પરમાત્મા પ્રભુને તેમને મેળાપ કરાવે છે. સાધક આત્મા નદી જે છે. તે ગંદકી સ્વીકારે પણ પોતાની જાતને નિર્મળ રાખે. તે વિનેથી ભાગે નહિ પણ તેના સામે પડે. સતત ઉપકારો કરતે રહે. સાધ્ય ન મળે ત્યાં સુધી અટકે નહિ. સાધ્ય મેળવીને જ જંપ. પિતાના જીવન દ્વારા અનેકને પ્રેરણા આપતા રહે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. જેમ સજજન માણસે કઠિયારાને કહ્યું-તું આગળ આગળ જજે. તેમની શિખામણ માની તે દિવસે દિવસે આગળ ગયે. આગળ વધતાં હીરાની ખાણ સુધી પહોંચે અને ઘણે સુખી થયે, તેમ આત્મા પણ આઠમાં ગુણસ્થાને પહોંચે ત્યાં હીરાની ખાણું સમાન કેવળજ્ઞાન કેવળદર્શન પામવાને માર્ગ તેમને મળી ગયું. ત્યાં ક્ષપક શ્રેણી શરૂ કરી તે બારમાના છેલ્લા સમયે અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે કેહીનૂર હીરા સમાન કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. બેલે, તમારે શું મેળવવું છે? જ્યારે આપણે આત્મા પિતાના સ્વરૂપમાં કરશે અને સ્વવરૂપનું ભાન થશે ત્યારે તેને બાહ્ય પદાર્થો પ્રત્યે રૂચી રહેશે નહિ. અરે ! આત્માના સુખ આગળ તમારા સંસારના પૌદ્ગલિક સુખે ડાંગરના ફોતરા જેવા તુચ્છ લાગશે. જ્યારે આત્માની મસ્તી માણશો ત્યારે સંસારના સુખો પસ્તી જેવા દેખાશે. અહીં એક વાત યાદ આવે છે. એક ગામડીયો માણસ ગામડામાં રહે. સામાન્ય ધંધે કરે ને પિતાની આજીવિકા ચલાવે. રોટલા ને છાશ તેમને રાક. પકવાન કેવા હોય, મિઠાઈ કેવી હેય, તેના સ્વાદ કેવા હોય તે તેને ખબર ન હોય કારણ કે કઈ દિવસ તેણે તેને સ્વાદ ચા નથી, બહુ થાય તે ગેળની રાબ બનાવે. તેમને મન તે જમણ. એક વાર તે ગામડી પહેલી વાર શહેરમાં આવ્યું. તેના શેઠના ઘેર ઉતર્યો. તેના શેઠ શા માટે કહું છું ? જ્યારે શેઠ ગામડામાં ઉઘરાણી કરવા જાય ત્યારે આ ગામડીયાને ઘેર ઉતરતા. આ ગામડી શેઠને રોટલે ને ગોળની રાબ બનાવીને જમાડતા. તેમને મન આ જમણ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy