SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૫૧૫ કાંઈ તકલીફ નહિ થાય તો પછી આપની આંખમાં આ દવા નાખીશું, નહિતર નહિ નાંખીએ. જેના દિલમાં કરૂણા છે એવા રાજા કહે છે સબુર કરે. ખબરદાર ! આ કેઈ અખતર જે આ માણસ પર કર્યો છે તે મારા જે કઈ ભૂંડ નથી. કેઈને ખતરામાં નાંખવા અખતરા ન કરાય. મારી આંખેને બચાવવા ખાતર હું પિતે જ જે આવી વાતમાં સંમત થઈશ તો પછી બીજાનું રક્ષણ હું શી રીતે કરી શકીશ? દવા મારા માટે બનાવી છે માટે પહેલી વાર દવા મારી આંખમાં નાખો. આ નોકર બિચારો નિર્દોષ છે. એની આંખમાં કોઈ તકલીફ નથી. મારું દર્દ મટાડવા બીજાને આંધળો કરો! મારા કર્મના ઉદયે મારી આંખમાં વેદના થઈ છે. એ વેદના મટાડવા જે બીજાને દુઃખી કરું તો મારી વેદના મટવાને બદલે વધી જાય. મારા સુખ ખાતર બીજા જીવોને મારે દુઃખી કરવા નથી. ખરેખર સિકંદરના કહ્યા પ્રમાણે તેમણે પોતાની આંખમાં પહેલી દવા નંખાવી. બે દિવસ સુધી એ દવાની વેદના હસતા મુખે સહન કરી અને તેમની આંખે સારું થઈ ગયું. કયાં જગતવિજેતા ગણાતા સિકંદરની આ પ્રસંગમાં દેખાતી કમળતા! કરૂણતા ! અને કયાં માત્ર અખતરાઓ કરવા માટે લાખ કરોડો નિર્દોષ પશુઓને રીબાવી રીબાવીને મોતને ઘાટ ઉતારી નાંખતા આજના જીવન નિર્દયતા ! ભગવાને પહેલા વ્રતમાં કહ્યું તમે દયાવાન બનો. તમે પાંચ થાવરની સંપૂર્ણ દયા ન પાળી શકો પણ સંસારના આરંભથી થતી હિંસાના પાપ તમને ખટકવા જોઈએ અને થવું જોઈએ કે કયારે હું આ સંસાર છોડી સાધુપણું લઉં? દરેક જીવને જીવવું ગમે છે. મરવું કેઈને ગમતું નથી પછી સ્થાવર જ હોય કે ત્રસ જીવે. દરેકને જીવન પ્રિય છે મરણ અપ્રિય છે. શ્રાવકોને પૃથ્વી આદિ પાંચે સ્થાવરની હિંસા ન છૂટકે કરવી પડે પણ બને તેટલે કંટ્રોલ લાવો. દાતણ કરતાં કોઈ ગલાસ પાણી ઢોળે અને કોઈ મોટો લોટો પાણી ઢળે. સ્નાન કરતાં બે ચાર ડોલે પાણી ઢળે છે. કેટલા અપકાય ની હિંસા! આ સમયે સાધુ જીવનને યાદ કરે. જેને જિંદગીભર નાન કરવાનું નહિ, છતાં કેવા સ્વસ્થ રહે છે. જંબુકમાર દીક્ષા લેવા તૈયાર થયા. તેમની આઠ આઠ કન્યાઓ સાથે સગાઈ થયેલી છે, પછી સુધર્માસ્વામીની વાણી સાંભળતા વૈરાગ્ય આવ્યું. તેમણે માતાપિતાને તો સમજાવીને લગ્નની ના પાડી દીધી. જે બુકુમારના માબાપે આઠે આઠ કન્યાઓના માબાપને કહેવડાવી દીધું કે અમારે પુત્ર રાત્રે પરણશે ને સવારે સંયમ લેવાનો છે, આ શરત મંજુર હોય તે તમારી કન્યા પરણાવજે. કન્યાઓના માબાપ તો આ વાત સાંભળતા ચમકયા પણ છોકરીઓએ કહી દીધું પિતાજી ! એ દીક્ષા લે તો ભલે અને કદાચ સંસારમાં રહે તેય ભલે. આપે જયારથી સગપણ કર્યું ત્યારથી તે અમારા પતિ થઈ ચૂક્યા. આપ અમને ખુશીથી પરણાવે. તેઓ જે રસ્તો લેશે તે રસ્તે અમે જઈશું; છેવટે છોકરીઓને પરણાવી અને કરોડોના દાયજા આપ્યા. હું તમને પૂછું છું કે તમને ખબર પડે કે તમારો જમાઈ પરણીને બીજે દિવસે દીક્ષા લેવાને છે તો તમે તમારી દીકરીને પરણુ ખરા ?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy