SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ] [ શારદા શિરોમણિ પાસપેટ છે. આ પાસપોર્ટ વગર જો ભૂલથી ક્ષમાના મહેલમાં પ્રવેશ કરીશું તેા કદાચ ક્રોધ રૂપી દ્વારપાળ પાછા કાઢશે પણ જો આ પાસપોર્ટ સાથે રાખ્યા હશે તે ક્રોધ આપણને હેરાન નહિ કરે. આપને અનુલક્ષીને આજના દિવસના આપણા વિષય છે “ વેરી રહેવુ છે કે ઝવેર થવુ છે” ? વેરી થવુ` કે ઝવેરી બનવું એ આપણા હાથની વાત છે. આ વિષય પર આપણે છણાવટ કરવી છે. તેનું પહેલું પગથિયુ' એ છે કે આદાન-પ્રદાન કરો. જગતના તમામ વ્યવહાર, ધધાના વ્યવહાર, બજારના વ્યવહાર, ઘરના વ્યવહાર બધા આદાન પ્રદાનથી ચાલે છે. તમારી પેઢી ઘણી ધમધોકાર ચાલતી હાય, છતાં તમે જે વેપાર કરા છે, ઘરાકને માલ આપે છે તેા બીજો નવા માલ લાÀા પડે છે. એક બાજુથી લાવે છે અને બીજી બાજુ આપેા છે. તમારી વહાલસેયી દીકરીને બીજાને ઘેર આપે છે અને તમારે દીકરા હાય તે! બીજાની લાડીલી દીકરીને તમારે ઘેર લઇ આવેા છે. આપ લે કર વિના દુનિયાના વ્યવહાર નથી ચાલતા, તે રીતે આજે જે ક્ષમા માંગવા આવે તેને ક્ષમા દેવાની છે અને ખીજાની પાસેથી આપણે ક્ષમા લેવાની છે. અનંતકાળથી કષાયેની કાલીમા આત્મા પર લાગેલી છે અને વેરની વણઝાર વર્ષાથી ઉતરી છે તેને જડ મૂળમાંથી ઉખેડીને નાશ કરવાની છે. જન્માજન્મથી આ જીવડો વેરી બનીને સ્વપરના આધ્યાત્મિક જીવનમાં દિલની દિવાલા પર ચીરાડ પાડીને જીવા પર જુલ્મ ગુજારી રહ્યો છે. પામર જીવને પેલે પાર પહેાંચાડનાર પતિત પાવન પર્વાધિરાજની ઉપાસના વેરીમાંથી ઝવેરી બનવા માટે છે. આ પનાતા પવિત્રતમ દિવસેામાં જો વેરનુ શમન નહિ કરીએ અને ક્ષમાપનાના મંગલ દિવસે પશુ અંતરમાંથી ક્રોધાદિ કષાયાને દૂર નહિ કરીએ તે વેરીમાંથી ઝવેરી કેવી રીતે અનીશકાશે ? વેરઝેરના ભાવેાથી ભરેલું હૃદય સ્વચ્છ ન હેાઈ શકે. જેના જીવનમાંથી એ કચરા નીકળી ગયા છે તેવા સ્વચ્છ, વિશુદ્ધ, નિર્માંળ હૃદયવાળાની નસેનસમાંથી નેહ નીતરે છે, અણુઅણુમાંથી આત્માના આનંદ ટપકે છે. ત્યાં વેરઝેરનું વિષવૃક્ષ ટકી શકતું નથી. જો વેરી નથી રહેવું અને ઝવેરી બનવુ છે તે ક્રોધના ઝેરને દૂર કરવા જેવુ' છે. ક્રોધ એ આત્માના ભયંકર શત્રુ છે. ક્રોધ એ કાતિલ કરવત છે તે દ્વારા પેાતે મરે છે અને બીજાને મારે છે. આત્માને દુર્ગાંતિના દ્વારે ધકેલી દે છે. ક્રોધ સજ્જનને શાંતિથી જપવા ન દે. અરે! એ ક્રોધની કાલિમા તેા સાધુને શયતાન બનાવે. અનંતકાળથી આત્મામાં ઘર કરી ગયેલા ભયકર રોગનુ નિદ્યાનં આપણે શાસ્ત્રોમાંથી જાણી શકીએ છીએ. એ રાગનું નામ છે કષાય. તમામ ભવરોગાનું મૂળ કષાય છે. ભવરોગ હઠાવીને ભાવ આરોગ્ય પામવુ હોય તેા પહેલા કષાયાને ખરાખર પીછાણી લેા. કાયાની કાળી કથાથી સાતી વસમી વ્યથાથી કોણ અજાણ હશે ? નરકથી લઈને સ્વર્ગ સુધી સા ંચેલી, સર્જાતી અને સજાનારી બધી ખાના ખરાબીનુ મૂળ કષાયા છે. કષાય એટલે સળગતા સંસાર. કષાયાને કાબૂમાં લેવા માટે શું કરશે? “ ખામેમિ સવ્વેજીવા, સબ્વે જીવા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy