SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૪૪૯ ભય રહે છે. પરિગ્રહી મનુષ્યને સુખે ઉંઘ પણ આવતી નથી. જે પદાર્થોને લઈને તે પોતાના મનમાં સુખની કલ્પના કરે છે તે પદાર્થો તેના માટે અતિ દુખદાયી અને ચિંતાનું કારણ બની જાય છે. આ રીતે માતા પિતા આદિ જેટલા સ્વજન સંબંધીઓ છે. તેમના પ્રત્યેનું મમત્વ પણ ભયંકર દુઃખદાયક છે. માનવી પોતાના સ્વજનો માટે આશા રાખતો હોય છે કે દુઃખ, આફત, રંગ, નિર્ધનતામાં મને સહાય કરશે, મારી સેવા કરશે, મને મૃત્યુથી બચાવશે, મારા ધનમાલની રક્ષા કરશે પણ સમય આવવા પર સ્વજનો પણ આંખ ફેરવી લે છે. ધન હોય ત્યાં સુધી બધા મીઠું મીઠું બોલે પણ ધન ચાલ્યું ગયું અને તેમને સ્વાર્થ સરતે બંધ થયો ત્યારે સ્વજને પણ છોડીને ચાલ્યા જાય છે માટે આ ગાથામાં કહ્યું છે કે સજીવ અને નિર્જીવ પરિગ્રહ આ લેકમાં દુખપ્રદ છે અને તેના પ્રત્યેની મમતા, આસક્તિ જીવને પરલોકમાં પણ દુઃખકારક બને છે. મમ્મણ શેઠ ધન પ્રત્યેની આસક્તિના કારણે નરકમાં દુખ ભોગવવા ચાલ્યા ગયા, માટે જ્ઞાની કહે છે કે આ સંસારના ક્ષણિક સુખ પાછળ દુઃખના ડુંગર ખડકાયેલા છે. સુખ છોડવાઓ જેવું અને દુઃખ ડુંગરા જેવું? જેમ મોટા પર્વત ઉપર ચારે બાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષે હોય છે, પર્વત ઉપર ઊભા રહીને માનવી નજર કરે તો તળેટીના માણસે તે સાવ કીડી જેટલા દેખાય છે. એ પર્વતની તળેટી પાસે નાના નાના છેડવાઓ પણ ઉગેલા હોય છે પણ એ છોડવાઓ લાંબો સમય ટકી શકતા નથી. કયારેક કોઈ ગાય, પશુ આદિ આવે તો એને ખાઈ જાય છે, વળી પાછા બીજા ૧૦-૧૫ દિવસે નવા છોડવાઓ ઉગેલા જોવા મળે છે. સંસારમાં મળતા જીના સુખ આવા છે. આ જીવને સંસારમાં અનેક જાતના સુખો મળે છે. તે ડુંગરની આડે અવારનવાર ઉગી જતા અને નાશ પામતા છેડવા જેવા છે. એ સુખના છેડવાઓની પાછળ દુઃખને ડુંગર તો અડીખમ ઊભો છે. છોડવાઓ ઉગે છે ને નાશ પામે છે પણું ડુંગર તે એ ને એ ઊભો રહે છે તેમ આત્માને આ જીવનમાં અનેક વાર જુદા જુદા પ્રકારના સુખના અનુભવ થાય છે, પણ એકેય સુખને અનુભવ લાંબા સમય સુધી ટકતો નથી. ઘડીકમાં મનગમતા ભેજનનો આનંદ તો ઘડીકમાં સુમધુર સંગીતનો આનંદ, ઘડીકમાં ઈષ્ટ સ્વજનના સંગનો આનંદ તે ઘડીકમાં મનગમતા ફનીચરો વગેરે મેળવ્યાને આનંદ ! કઈ વાર સત્તા મેળવ્યાનો આનંદ તો કઈ વાર મોટી પદવી મેળવ્યાને આનંદ! જીવ આ બધું મેળવીને આનંદ માને છે, સુખ માને છે પણ તે આનંદ ક્ષણજીવી છે. કંઈક વાર તે એવું બને છે કે એ આનંદને હજુ અનુભવ કર્યો ન હોય ને તે રવાના થઈ જાય. પર્વતની તળેટીમાં રહેલા છોડવાઓને જેમ ગાય આદિ ચાવી જાય તેમ સુખના આ છોડવાઓને કોઈ વ્યક્તિ કે કઈ પ્રતિકૂળ નિમિત્ત ઉખેડીને ફેંકી દે છે અને દુઃખના ડુંગર ઊભો રહે છે છતાં સંસારી સુખમાં મસ્ત બનેલા જીવની એ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy