SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૪૪૫ દીકરા ! મારું રહેઠાણ ઉપર આભ ને નીચે ધરતી છે. મારા સગાસંબંધીની તે કઈ વાત કરવા જેવી નથી. તમારે દીકરે નથી ? તમે આવું કેમ બોલે છે ? વીરા ! મને કમેં મચાવી છે. મારી શી વાત કરું? . કપેશમાં ક૫તી કહપના : નાની ઉંમરમાં મારા લગ્ન થયા હતા. લગ્ન થયા ત્રણ વર્ષ થયા હશે ત્યાં મારા પતિ કાળને કેળી બની ગયા. મારે એક પુત્ર છે. એનું નામ છે કલપેશ. મારા માટે કઈ આશરે નહોતે. પિયરમાં ભાઈ સુખી હતા પણ ભાભીનું ચલણ વધારે હતું છતાં ભાઈ મને છાની રીતે મદદ કરતો હતો. મારે કલપેશ તે છ મહિનાને હતો. કાળી મજૂરી કરી, પેટે પાટા બાંધીને કલપેશને ઉછેર્યો. મેટો કર્યો અને મેટ્રીક સુધી ભણાવ્યો. મેટ્રીકમાં સારા માર્કે પાસ થયે. તે ભણવામાં લગભગ પહેલે નંબર રાખતેતેની કેલેજ કરવાની ઈચ્છા ખૂબ હતી. મારી સ્થિતિ ન હતી. માંડ માંડ પૂરું થતું હતું. થોડું ઘણું ઘરેણું હતું તે વેચીને કલપેશને કેલજમાં મેક. તેને કેલરશીપ મળવા લાગી. હું મેટ્રીક ભણેલી છું. મને છોકરાને ભણાવવાની ખૂબ હોંશ હતી. કલપેશ બી.કોમ. થઈ ગયા. અમારા ભાગ્યોદયે તેને બેંકમાં સારી નોકરી મળી ગઈ. પગાર પણ સારું હતું. તે મને તે તીર્થ સમાન માનતા હતો. મને પૂછીને પાણી પીતો. હું જેમ કહે તેમ તે કરતો હતો. મારા મનમાં થયું કે હાશ! હવે મારી બધી આશા ફળી. દુઃખના દિવસો ગયા ને સુખના દિવસે આવ્યા. કર્મરાજાની અમારા પર મહેર થઈ કરૂણ કહાની કહેતા વૃદ્ધા : બેંકમાં સવસ કરતાં કરતાં મારો કલપેશ એક છોકરીના પ્રેમમાં પડી ગયે. મેં તેને સમજાવ્યું. બેટા ! તારા માટે ઘણું સારી સારી કન્યાઓ આવે છે છતાં તે ન માન્ય અને એક શીખ કન્યા સાથે લગ્ન કરી લીધા. અમે જૈન વણિક હતા. મારી ઈચ્છા કુલવાન કન્યા લાવવાની હતી પણ આજના ભણેલા યુવાને કયાંય લપસી પડે છે પછી તે કુળ કે જાત જોતા નથી. શીખ કન્યા કુલવધૂ બનીને ઘરમાં આવી. મને ઘણું ગમતું ન હતું છતાં મેં કયારે પણ એને કટોક ન કરી. હું કાંઈ બોલતી નહિ. આચાર વિચારનું આસમાન જમીન જેટલું અંતર. છેવટે ઘરમાં માછલી આવવા લાગી. તે મારાથી સહન ન થયું. એક દિવસ મેં કહ્યું બેટા કલપેશ ! હું બધું નભાવી લઈશ પણ ઘરમાં માછલી આવી તે નહિ નભાવી શકું. કલપેશ મારી વાત સાંભળે જ નહિ. તે પત્નીનો ચઢાવ્યે ચઢી ગયો શેડા દિવસ તે નભાવ્યું. મેં કહ્યું – બેટા ! જૈન મા–બાપને દીકરે થઈને તું આ શું કરી રહ્યો છે ? આ મારાથી નહિ નભાવી લેવાય. મમ્મી ! તમારાથી સહન ન થાય તે તમે બીજે ચાલ્યા જાવ. જેના ખાતર મેં મારી જાત ઘસી નાંખી, જેના સુખ ખાતર મેં મારી આખી જિંદગી હોડમાં મૂકતા પાછું વાળીને જોયું નથી; એ મારે દીકરે મને આજે આ શબ્દો કહી રહ્યો હતે. કલપેશની પત્ની રોજ કાન ભંભેરતી. પેટને દીકરો જ્યાં પારો થયો, અંગ અંગાર જેવું બન્યું ત્યાં રોદણા રેવાને શો અર્થ? સુખ તે જિંદગીમાં જોયું ન
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy