SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૪૪૩, કઈ સ્થિતિમાં કરી છે એ વિચારવું ખૂબ જરૂરી છે. જે નેકરો સાથે તમારે કામ પડે છે એવા નકોના દિલ જે તમે જીતી શક્તા ન હ તે બીજે તમે લોકપ્રિય કેવી રીતે બની શકવાના છે? ચંદનાને ચમકાર : આપણે વિષય છે કર્મની કરામત.' આપણી નજર સામે તમામ કરામત છે તો બીજી બાજુ એ કરામતને ઊંધી કરી નાંખનારા મહાપુરૂષોના પરાક્રમી જીવન છે. કર્મ સત્તાને એ ખબર નથી કે હું જેમને હેરાન પરેશાન કરું છું; દુઃખ આપવાના પ્રયત્નો કરું છું પણ તે પ્રયત્નમાં કર્મોને નાશ કરવાના બીજ તેમાં પડેલા છે. સનતકુમારને કમેં રેગ આપ્યા અને તેમને હેરાન કરવાના પ્રયત્નો કર્યા પણ તેમણે એ રોગ દ્વારા સમભાવમાં રહીને હેરાન કરવા આવેલા કર્મોને નાશ કરી નાંખ્યા. સતી ચંદનબાળાને કમે એવી કરામત કરી કે રાજકુમારી હતી છતાં ચૌટે વેચાણી. શેઠ લઈ ગયા. મૂળા શેઠાણીએ આવું દુઃખ આપ્યું છતાં ચંદનાએ કર્મ સામે પડકાર કર્યો. હે કમરાજા! તે મને ચૌટે વેચી. જે વેચાણ ન હોત તો હું અહીં કયાંથી આવત! જે અહીં આવી તે મૂળા શેઠાણીએ હાથપગમાં બેડી નાંખી. ભયરામાં પૂરી વગેરે કષ્ટો આપ્યા. આ બધું બન્યું તે શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામી મારા આંગણે પધાર્યા અને મારા હાથે દાન દેવાનો અવસર આવ્યો ને! આ રીતે તેણે કર્મની ઝાટકણી કાઢી પણ તેની જાળમાં ફસાઈ નહિ તે ભગવાનની સૌથી પ્રથમ શિષ્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આવા ઉગ્ર તપસ્વી ભગવાનને દાન વહેરાવવાની ધન્ય ઘડી ધન્ય પળ મળી. એ તો ભોંયરામાં બેઠી હતી. મનમાં નવકારમંત્રનું મરણ હતું. માતા મૂળ શેઠાણીનો ઉપકાર માનતી હતી. હે માતા! તારી મારા પર કેટલી કરૂણા છે! જે તે મને આ સ્થિતિમાં રાખી ન હોત તો ભગવાનને દાન દેવાને લાભ મળતા કેવી રીતે? તેણે અવળામાંથી બધું સવળું જોયું તો પ્રભુનો અભિગ્રહ તેના હાથે પૂરો થયે અને ૩૬૦૦૦ સાધ્વીઓમાં સૌથી વડેરા પટ્ટ શિષ્યા તરીકે તેમને નંબર લાગ્યો. જે કમેં તેને હેરાન કરવા આવ્યા હતા તેને પુરૂષાર્થ દ્વારા તે કર્મોને ખપાવી દીધા. તેણે કનું સંપૂર્ણ લેણું ચૂકવી દીધું પણ લેણું લીધું નહિ. - તમારા વ્યવહારમાં જે કઈ દેણું ચૂકવી દે અને લેણું લે નહિ તો ભવિષ્યમાં આ પેઢી ઉઠી જાય. જ્ઞાની કહે છે–તારી આ સંસાર પેઢીને ઉઠાડી મૂકવા માટે માનવ જન્મ મળે છે. જે અહીં ચોપડા ચેખા થઈ જાય અને લેવડ–દેવડ બંધ થઈ જાય તો આ પેઢીનું ઉઠમણું થઈ જાય. ભૌતિક ક્ષેત્રમાં તે લેણદાર-દેણદાર બંને પિતપતાનો હિસાબ સમજી લઈને ચોખા થવામાં આનંદ માનતા હોય છે કારણ કે શાહુકારની આ શાન છે. સાવ ઘરાક બંધ થઈ જાય એ કર્મરાજાને પાલવતું નથી એટલે કર્મ રાજાની મુત્સદ્દીગીરી ઓળખી જઈને કઈ એને દેવામાંથી છૂટવા મથે છે તે કર્મરાજ એનું લેણું ભરપાઈ કરીને દેવાદાર બનાવતું રહે છેમાટે કર્મરાજા તરફથી ચૂકવાતા લેણથી મળતા સુખથી સાવધ રહેવાની જરૂર છે. આજે દરેક માનવી પોતાનું જીવન આકાશ વિપત્તિઓના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy