SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪] [ શારદા શિરોમણિ આત્માના ગુણો ખીલવી શકીશું. અરે ! તમારે એક ગુલાબનું ફૂલ મેળવવું છે પણ તે ગુલાબના ફૂલને ફરતા કેટલા કાંટા હોય છે? ગુલાબ મેળવવા માટે સારી રસાળ ભૂમિમાં ગુલાબની કલમેને રેપ તે એમાંથી સમય થતાં ગુલાબના પુષ્પો ઉગશે. એક એક છોડવા પર ૧૦-૧૦ જેટલા ગુલાબના પુપે હોય છે પણ એકેક ગુલાબના ફૂલની આસપાસ કેટલા કાંટા હોય છે? રોપ્યા હતા તે ગુલાબ પણ તેની સાથે કાંટા આવ્યા કયાંથી? ગુલાબની સાથે કાંટાઓ તો સહજભાવે આવે ને એને સ્વીકારવા પણ પડે. કાંટાઓને ઉગાડવા મહેનત નથી કરવી પડતી. મહેનત તે ગુલાબને ઉગાડવા કરવી પડે છે છતાં ગુલાબની સાથે આવેલા કાંટાઓને સ્વીકાર તે કરે પડે છે. જે ગુલાબ મેળવવા છે તો કાંટાઓનો ત્રાસ વેઠવો પડશે તે સુગંધ મેળવી શકીશું. બસ આ જ રીતે જે ગુણની સુવાસ મેળવવી છે, ગુણોની પરિપૂર્ણતા પામવી છે તે એ મેળવવા જતાં કષ્ટો રૂપી કંટકે તે આવવાના. આપણા પ્રયત્ન ગુણો મેળવવાના હોય પણ એ ગુણેની સાથે અનિવાર્ય રૂપે કચ્છો તે આવવાના. સમતા ભાવે જેટલો એ દુઃખેને સ્વીકાર કરીશું એટલી ગુણની સૌરભ વધુ મેળવી શકીશું. ગુલાબને મેળવવા જે કંટકોના ત્રાસ સહન કરવા પડતા હોય તે સંપૂર્ણ ગુણોની ખીલવટ માટે તે દુઃખને હસતા મુખે વધાવીએ એમાં આશ્ચર્ય શું છે! જે આવેલા દુઃખને હસી હસીને ભોગવીએ તે પાપ સળગી જાય. તેમાં બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. ગુલાબને ફરતાં કાંટા છે પણ તે એના શત્રુ નથી પણ મિત્ર છે. ગુલાબને પિતાની રીતે ખીલવવામાં એ કાંટાઓ ક્યારે ય અંતરાય કરતા નથી. આ જ રીતે સાધકના જીવનમાં આવતા કો એ આત્માને નુકશાનકર્તા નથી પણ હિતકર્તા છે. શત્ર નથી પણ મિત્ર છે. આત્માની અનેક પ્રકારની અશુદ્ધિઓને એ દુઃખ દૂર કરે છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીના છદ્મસ્થ જીવનના ૧૨ વર્ષ અને એક પખવાડિયામાં આવેલા ઘેર પરિષહ અને ઉપસર્ગોના ત્રાસે તેમનું શું બગાડયું? અરે બગાડવાની વાત કયાં કરવી? એ કષ્ટો એ તે તેમના આત્માને વિશુદ્ધ બનાવ્યા અને કેવળજ્ઞાન, કેવળદર્શનની પ્રાપ્તિ કરાવી ભગવાન બનાવ્યા. આપણું પરમ પિતા શાસનના ઝળહળતા સિતારા પ્રભુ મહાવીર સ્વામીએ ભગવાન બનતા પહેલા પૂર્વભવમાં કેવી આરાધના કરીને તીર્થંકર પદની પ્રાપ્તિ કરી તે આપણે જાણવું જોઈએ. કળી ખીલીને કમળ બને છે તેમ આત્માની પૂર્ણતા ખીલતા પરમાત્મભાવ પ્રગટ થાય છે. ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા–પૂર્ણ બન્યા. આ પૂર્ણતાનું બીજ નયસારના ભાવમાં વવાયું. આગળ જતાં એ બીજ પર વિકાસની તેજીમંદીઓ આવતી ગઈ. નયસારના ભાવથી સત્તાવીસમા ભવે એ બીજ વિકસીને વિરાટ વડલામાં પલ્ટાઈ ગયું અને નયસાર શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામી બન્યા. આ અવસર્પિણી કાળના આદ્યપિતા ઋષભદેવ સ્વામીથી પણ પહેલા કેટલાય સમય પૂર્વે નયસારના જીવનમાં આત્મવિકાસનું એક દ્વાર એવી અણધારી રીતે ખુલી ગયું કે એમના અંતરના ઓરડામાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy