SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨] [ શારદા શિરેમણિ દિવસે પરમ તારક ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જેમનું ચરિત્ર આપણે આ પર્વમાં સાંભળીએ છીએ. એ મહાપુરૂષની જીવન કિતાબ તે સાંભળે. એમનું જીવન પણ આપણને જીવન જીવવાની એક નવીન કળા શીખવાડે છે. એ મહાપુરૂષનું આપણે રેજ મરણ કરીએ છીએ. તેમના નામનું અંતરમાં ગુંજન કરીએ છીએ. માતાપિતાને યાદ નહિ કરતાં એ પ્રભુને શા માટે યાદ કરીએ છીએ. એ મહાપુરૂષોના જીવનમાં ઘેર ભયંકર ઉપસર્ગો આવ્યા નિષ્કલંક જીવન જીવનારા આ મહાન આત્માઓને સાવ ક્ષુદ્રતુરછ ગણાતા માણસોએ હેરાન પરેશાન કરી નાખ્યા. માસખમણને પારણે વહેરવા ગયેલા ધર્મરૂચી અણગારને નાગેશ્રી બ્રાહ્મણીએ કડવી તુંબીનું શાક વહેરાવી દીધું. ઝાંઝરીયા મુનિને રાજાએ તલવારથી મારી નાંખ્યા. બંધક મુનિના ૫૦૦ શિષ્યોને પાલક પાપીએ ધાણીમાં પીલી નાંખ્યા. અરે ! આપણા શાસન પિતા પ્રભુ મહાવીરને શૂલપાણી યક્ષે એક રાતમાં હેરાન કરવામાં બાકી નથી રાખ્યા. સંગમે તે છ છ મહિના સુધી ઉપસર્ગો આપ્યા. આવા મહાત્માઓની યશગાથા શાસ્ત્રના પાને અંકાઈ ગઈ. તેઓ મહાપરાક્રમી, સમતાના સાગર તરીકે જાહેર થયા તે આપણને એમ થાય કે આ બધા મહાત્માઓની પ્રશંસા શા માટે થઈ ? આજે વર્ષો વીતવા છતાં બધા તેમને યાદ કેમ કરે છે? શું તેમના પર ઉપસર્ગો આવ્યા માટે? મરણાંતિક કષ્ટો આવ્યા માટે? ના..ના...એવા દુઃખો તો અનંતકાળથી ભવમાં ભમતાં આપણા પર એક બે વાર નહિ પણ અનતી વાર આવ્યા હશે! આપણો આત્મા નરકગતિમાં ગમે ત્યાં પરમાધામી દ્વારા શું ઘાણીમાં પીલા નહિ હોય! કેઈએ આપણું મસ્તક પર અંગારા નહિ મૂક્યા હોય ! વાઘણના જડબામાં જીવતા ચવાયા નહિ હોય! કઈ દુર આત્માઓએ આપણી હત્યા નહિ કરી હોય! અરે ! આવું તે અનંતી વાર બન્યું હશે ! તે પછી આપણો મોક્ષ કેમ ન થયું ? અને એ બધા સાધકે સંસાર સમાપ્ત કરી ચૂક્યા. એવું કેમ બન્યું ? આનું શું કારણ? એ બધા પુણ્યાત્માઓએ ઉપસર્ગો કરનાર પ્રત્યે હૈયાના હેત વરસાવ્યા જ્યારે આપણે તિરસ્કાર્યા. તેમણે કષ્ટ દેનારને મિત્રો માન્યા જ્યારે આપણે દુશમન માન્યા. દુઃખે પ્રત્યે આપણને તિરસ્કાર છે પણ મહાવીર સ્વામી, રામચંદ્રજી આદિ જગતના મહાન આત્માઓએ દુઃખનું ઘણું પ્રેમથી સ્વાગત કર્યું. આપણે ચિત્તની એકાગ્રતાથી વિચાર કરીશું તે લાગશે કે દુઃખને આપણા ઉપર મહાન ઉપકાર છે અવ્યવહાર રાશીથી જીવનની શરૂઆત થાય છે. તે સમયે દિલ અને દિમાગ ન હતું કારણ કે અનંતા છે વચ્ચે એક શરીર એટલે સ્વતંત્ર શરીર પણ મળ્યું ન હતું. ત્યાંથી જીવ એકેન્દ્રિયમાં આવે ત્યાં અનંતા કષ્ટો સહન કર્યા. ત્યાં અકામ નિર્જરા કરતાં બેઈનિદ્રય, તેઈન્દ્રિય, ચૌરેનિદ્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાં મન ન હતું. વિચાર કરવાની કોઈ શક્તિ ન હતી. ત્યાંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. મનુષ્યભવ સુધી પહોંચાડવાનું કામ દુખે કર્યું છે અને પરાધીન પણે સહન કર્યું તે અકામ નિર્જરા થઈ. અકામ નિર્જરાથી જીવ આટલે સુધી પહો .
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy