SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] [ શારદા શિરમણિ ટોળી હોય તે એને પહેલા આનંદ ખાતર રમવા બેસાડે. જાણીપીછીને એને જીતાડી દે. બીજી વાર પણ એને જીતાડે. જે જ એના હાથમાં બે દિવસ ૫૦૦-૬૦૦ રૂપિયા આવી જાય એટલે એને રમવાને ચકો લાગે. શરૂઆતમાં ચાર પાંચ દિવસ તે ટોળી એને જીતવા દે, પછી એમ લાગે કે આ શિકાર બરાબર જાળમાં ફસાઈ ગયા છે એટલે પછી એને જીતવા ન દે. પાંચ સાત વાર હાર થાય ત્યારે એકાદ વાર જીતે. છેવટે આ હારજીતથી એ ભાઈ પાયમાલ થઈ જાય. મેળવ્યા કરતાં અનેકગણું ગુમાવી દે અને તેના બૂરા હવાલ થાય છે. જીવનને જે ગુણથી મઘમઘાયમાન બનાવવું હોય, મેળવેલા ગુણોને ટકાવી રાખવા હોય અને જોકપ્રિય બનવું હોય તે તાલકૂટ વિષ કરતાં ભયંકર એવી આ નિંદ્ય પ્રવૃત્તિઓથી સદા માટે દૂર રહેજે. ઝેર-ખાનારો હજુ જીવી જાય, આગમાં પડનાર હજી કદાચ સહીસલામત બચી જાય પણ આવી નિંદ્ય પ્રવૃત્તિઓ આચરનારો પિતાના આત્મગુણેને ટકાવી શકે એ વાત શક્ય નથી. કઈ માણસ લેકપ્રિય હોય છે તેની નિંદા ન કરશે. એમાં ય વિશિષ્ટતાવાળા માણસોની નિંદા તે કદી ન કરશે. નાનો માણસ મેટાની નિંદા કરે તો એ પોતાની જાતને હલકે પાડે છે એનાથી એનું પુણ્ય સાફ થઈ જાય છે. કેઈ માણસ અભ્યાસમાં કે ક્રિયામાં ઓછો હોંશિયાર હોય તો એની ટીકા કે મશ્કરી કરવી એ મહાપાપ છે કારણ કે આજે જે આડાઅવળા લીટા કરે છે તે આવતી કાલે એકડો ઘૂંટ થઈ જશે પણ જે માણસ લીટા નથી કરતે, શરૂઆત નથી કરતે તેને સુધારવાનો કે શીખવાને અવકાશ ક્યાંથી મળવાનું છે? આપણે જાણીએ છીએ કે જગતમાં કઈ માણસને અપમાન સહન કરવું ગમતું નથી કારણ કે દરેક માણસને સ્વમાન વહાલું હોય છે. અપમાન બધાને અસહ્ય થઈ પડે છે. સ્વમાન સૌને પ્રિય લાગે છે, માટે નાના નેકર જેવા માણસનું પણ અપમાન ન કરાય. એક શેઠ ખૂબ સુખી સમૃદ્ધ. તેમની પાસે અઢળક સંપત્તિ હતી. તેમના દીકરાની વર્ષગાંઠનો પવિત્ર દિવસે આવ્યું. તે દિવસ વકીલે પિતાના સગાસંબંધી તથા સ્વજનને ખૂબ મોટી સંખ્યામાં પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. શેઠે ભવ્ય જમણવાર જે હતે. શેઠની સ્થિતિ ખૂબ સારી હતી એટલે જે બધા જમવા આવ્યા તેમને શેઠે ચાંદીના થાળી વાટકામાં જમાડયા. જમવા માટે જેણે ચાંદીના થાળી વાટકા આપ્યા તેમને ત્યાં જમણવારનું તો પૂછવું શું ! પાંચ જાતની મિઠાઈ, બે ત્રણ ફરસાણ, ચટણી, રાઈતા, શાક આદિ બધું હતું. મહેમાને પ્રેમથી જમ્યા. જમીને સૌ તિપિતાના ઘેર ગયા. જમ્યા પછી થાળી વાટકા ગયા તો ચાંદીની એક થાળી ઓછી થઈ. ઘરમાં બધે તપાસ કરી પણ થાળી ન જડી ત્યારે શેઠાણીએ નાકરાણીને પૂછયું તે થાળી લીધી છે ? નેકરાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું–મેં લીધી જ નથી. ખૂબ પૂછયું છતાં જેણે લીધી ન હિય તે હા કેવી રીતે કહી શકે ? સત્ય માટે શેઠાણીની સામે પડેલા શેઠ શેઠાણી માને છે કે નેકરાણીએ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy