SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪] [ શારદા શિરમણિ ગરીબ પણિ સાવ સામાન્ય હતું. તેની પાસે અતિ ન હતું, પણ તેને જીવન જીવતા બરાબર આવડયું તે મરીને સદ્ગતિ પામ્યો. મમતા વિનાના છ ખંડના અધિપતિ ભરત ચક્રવતી અરિસા ભવનમાં કેવળજ્ઞાન પામી ગયા. એક વાત ખાસ યાદ રાખજે કે “અતિ” ની પ્રાપ્તિ તે દુર્ગતિનું કારણ બને પણ ખરી અને ન પણ બને પણ અતિ” નું આકર્ષણ, મમતા તે દુર્ગતિનું કારણ બન્યા વિના રહેતું નથી. અતિ મમતા એ દુર્ગતિનું અસાધારણ કારણ છે. જેમકે “મમ્મણે શેઠ”. “અતિ” ની પ્રાપ્તિને આધાર મમતા નથી પણ પુણ્ય છે. જે પુણ્યને ઉદય જોરદાર હોય તે વગર પ્રયત્ન કે અ૫ પ્રયત્ન પણ “અતિ ની પ્રાપ્તિ થઈ જાય. પ્રાપ્તિ થયા પછી એના પ્રત્યે મમતા કે આકર્ષણ થાય એવો નિયમ નથી. જે થાય તો દુર્ગતિ થાય. આપણે જિંદગી કેવી રીતે જીવવી છે? ઘણી વાર એકનું એક સાધન માણસને જીવાડે છે અને તે સાધન મારે છે. આપણે પાણી વગર રહી શકતા નથી. આજે ઘણા માણો ૩૦-૪૦-૬૦ ઉપવાસ કરે છે પણ ચૌવિહારા ન થઈ શકે કારણ કે એટલા દિવસ પાણી વિના નભતું નથી. તેવિહારા ઉપવાસ કરી શકે છે. પાણી માણસને જીવાડે છે પણ કોઈ એમ વિચાર કરે કે હું નદીમાં બેસી જાઉં અને પિવાય તેટલું પાણી પી લઉં તે અતિ પાણી પીવાથી જીવવાને બદલે મરી જવાય; માટે અતિ સારું નથી. ભજનથી શરીરને પુષ્ટિ મળે, શક્તિ મળે પણ તે માપમાં ખવાય તો સારું પણ જે અતિ પડતું ખાધું તે અજીર્ણ થાય, રેગની ઉત્પત્તિ થાય અને મરી પણ જવાય. મર્યાદા વિનાના વિષયો પાછળની આંધળી દોટનું પરિણામ પણ સારું નથી. ભાષા પણ મર્યાદામાં બોલીએ તે સારી લાગે. બીજાને પ્રિય લાગે પણ જે અતિ બલબેલ કરીએ તો અસત્ય બોલાઈ જાય ન બોલવાનું બેલાઈ જાય પછી પશ્ચાતાપનો પાર ન રહે માટે અતિ બોલવું એ દુઃખદાયી છે. આ બધું જાણવા સમજવા છતાં બધાને “અતિ ' માં આનંદ છે, રસ છે. સંપત્તિ ઓછી હોય તે ગમતી નથી. અતિ જોઈએ છે. વિષયની સામગ્રીઓ ઓછી ચાલતી નથી. ઢગલાબંધ જોઈએ છે. જમવામાં પણ ઓછી વસ્તુઓ ફાવતી નથી. ત્યાં વધુ ચીજે જોઈએ છે પણ યાદ રાખજો કે “અતિ” ની મમતા હોય તે દુર્ગતિ છે માટે કઈ પણ સ્થાને “અતિ” સારું નથી. વહેલી સવારના એક ભાઈ તેના મિત્રના ઘેર ગયે. મિત્રના બારણુ બંધ હતા. ભાઈએ બેલ માર્યો. કોણ આવ્યું હશે ? દરવાજો ખોલ્યો. જોયું તો પિતાને મિત્ર. કેમ અત્યારમાં ! ભાઈ તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. શા માટે રડે છે? ભાઈ ! મારા માથે વીજળી તૂટી પડી છે. શું થયું? મારા પિતાજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. એકદમ શું થઈ ગયું ? પિતાજી સાવ સાજા હતા. સાંજે સાથે બધા જમ્યા. કેટલી વાતો કરી. ધંધાની સૂચનાઓ કરી પછી એકદમ અતિશ્વાસ ચઢયે, ડોકટરને બોલાવ્યા. ઘણું ઉપચાર કર્યા. ચાલુ થઈ ગયેલા વધુ પડતા શ્વાસે તેમની જિંદગી સમાપ્ત કરી. અમારા શિરછત્ર પિતા બધાને રડતા કકળતા મૂકીને ચાલ્યા ગયા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy