________________
શારદા શિરેમણિ ]
[ ૩૮૩ મયુર ભાવનાના વનમાં કેકારવ કરી ઊઠે છે. ઉમિઓ હિલેળા મારે છે. સ્નેહ, લાગણીના પૂર ઉમટે છે અને તપશ્ચર્યાની હેડીની લહેરમાં કર્મોના ભૂકા ઉડે છે. આ પર્વ રવિના કિરણોની જેમ આત્મામાં દિવ્ય પ્રકાશ પાથરે છે. રગરગમાં વ્યાપી રહેલા વેરભાવને તોડાવે છે. આ પર્વ અહંમાંથી અહ તરફ પ્રસ્થાન કરવા, જીવમાંથી શીવ બનવાની પ્રેરણા આપે છે. દીપાવલીમાં લોકે વાસણના કાટ ઉતારે છે પણ પર્યુષણમાં વાસનાને કાટ ઉતારવાનું છે. હવાના પ્રદુષણને, પાણીના પ્રદુષણને અટકાવવાને ચારે બાજુ પ્રચાર થઈ રહ્યો છે પણ અફસ છે કે આત્માના દૂષણને અટકાવવાનું કેઈને યાદ પણ આવતું નથી. આ પર્વ આત્માના દૂષણોને અટકાવવાને શંખનાદ ફેંકી રહ્યું છે.
આજે બીજા દિવસે આપણું વ્યાખ્યાનને વિષય છે. “જીવતા આવડે તો જિંદગી”. અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ પૃથ્વીના પટ ઉપર એક મિનિટ એવી નથી કે જન્મ મરણ ન થતાં હેય. આ ચક્રાવામાં આપણે પણ આવ્યા છીએ. અહીં એ વિચારવાનું છે કે આપણે જમ્યા અને બીજા જીવે પણ જમ્યા છે. તેમાં તમને કાંઈ ફરક દેખાય છે ? તમે જે ફરક માને છે તે હું પૂછતી નથી. તમે તે એ જવાબ આપશો કે જેની પાસે ધનારામા છે, ખનખનીયા ખખડે છે તેના મૂલ્ય થાય છે, તેની કિંમત અંકાય છે. જૈન પરિભાષામાં કહું તો જૈનદર્શને તેની કિંમત આંકી નથી; છતાં થોડી ઘણી કિંમત અંકાય છે તે કઈ અપેક્ષાએ? તે માટે આજનો વિષય છે. “જીવતા આવડે તો જિંદગી” નહિ તે બરબાદી. આપણે જીવન કેવી રીતે જીવવું છે? સુખે જીવવું છે કે દુઃખે જીવવું છે? જીવન જીવીને જવું છે કે જીવતા છતાં મરેલા જેવું જીવન જીવવું છે ? એ સ્વતંત્ર માલિકના હાથની વાત છે. ઘરમાં દશ સભ્ય હાય, દરેકે કેવું જીવન જીવવું એ પોતાના હાથની વાત છે. કઈ કઈ માલિક નથી. આપણે અનંત કાળ તો ભૂલભરેલું હતું. તેને ભૂલી જઈને વર્તમાનકાળની જિંદગી સુધારીશું તો ભવિષ્યકાળ તો સુધરી જશે ને ભૂતકાળ પણ સુધરી જશે. જે આજે સુધરેલ છે તે કાલે સુધરેલે રહેશે. વર્તમાનમાં જેના આચારવિચાર વર્તન સુધર્યા તેની ભવિષ્યની જિંદગી સુધરેલી રહેવાની અને ભૂતકાળ પણ કંઇક ધેવાઈ જશે.
જિંદગી જીવવા માટે જ્ઞાનીએ ત્રણ શબ્દ બતાવ્યા. “સાધના, વંદના અને વેદના'. પહેલો શબ્દ છે સાધના. સાધના એટલે આત્મા તરફનું લક્ષ આવે અને દેહ તરફનું લક્ષ છૂટે. આત્મલક્ષે જે ક્રિયાઓ કરવામાં આવે અને તે ક્રિયાઓ કરતાં ઉપસર્ગ આવી જાય તે તેને સમભાવે સહન કરવામાં આવે તેને સાધના કહેવાય. જેણે જીવનમાં સાધના કરી તેને આપણે વંદણ કરીએ છીએ. આપણે બોલીએ છીએ કે ધન્ય છે ધન્ય છે એ મહાન આત્માથી સાધકને ! કે જેમને જિંદગી જીવતા આવડી. સાધના કરી જેણે આત્માને સાધ્યો તેણે જગતને સાધ્યું. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “જે ઉત્તર કિયા , પંજ ઈન રિચા .”
હા ૩ જ્ઞિનિત્તા, શ્વસત્ કિળામણ / ઉજૂ ક૨૩ ગા-૩૬