SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૩૦૫ માલિક તેને ખીલે બાંધી દે છે. ઢોર પિતાની જાતે ખીલે બંધાવા તૈયાર થાય છે, કારણ કે તે સમજે છે કે મને બંધનમાં રાખનાર માલિક મારું રક્ષણ કરે છે. મારું પાલનપિષણ કરે છે, જંગલી જાનવરથી મારું રક્ષણ કરે છે. જે ઠેર ખીલે બંધાવા તૈયાર ન હોય તેને ખાવાનું તે મળે નહિ પણ વધારામાં બીજાને માર ખાવા મળે. આ ઉત્તમ જીવનમાં તમારો નંબર શેમાં લગાડવો છે? હરાયા ઢોર જેવા તો બનવું નથી ને ? જે સંસારના રાગ-દ્વેષના બંધનમાંથી મુક્તિ મેળવવી છે તે જિનેશ્વર ભગવાનની આજ્ઞાના ખીલે બંધાઈ જાવ. તીર્થંકર પ્રભુને આપણે મહાગો૫ કહીએ છીએ. શા માટે? ગોવાળો જેમ ગાયનું પાલન કરે છે અને રક્ષણ કરે છે તેમ જે છે પ્રભુના શરણે ગયા તે જીવોનું વિષય કષાય રૂપી લુંટારાઓથી આત્મગુણોનું રક્ષણ કરે છે અને દુર્ગતિમાં પડતા આત્માને બચાવે છે. જે તમારે વાસનાના બંધનમાંથી છૂટવું છે તો જિનેશ્વરની આજ્ઞાનું બંધન સ્વીકારવું પડશે. જિનાજ્ઞાનું બંધન એ બંધન નથી પણ બંધનમાંથી સદાને માટે મુક્ત કરાવનાર અણમેલ સાધન છે. આધ્યાત્મિક જગતમાં જિનાજ્ઞાનું મૂલ્ય ઘણું છે. જિનાજ્ઞા જેના જીવનમાં મેમમાં અણુઅણુમાં વસી છે તેવા જીના જીવનમાં અનેક જાતના પરિવર્તન આવે છે. તેનું જીવન જાગૃતિની જેતથી ઝળહળી ઊઠે છે. અત્યારે આપણને જે ભવ મળ્યો છે તે ખૂબ વિશિષ્ટ કેટિને છે. દેવ કરતાં મનુષ્યનો અવતાર અતિ મહત્વનો છે, સાથે તે જોખમવાળે પણ બહુ છે. કીડી, કીડી તરીકે જન્મીને કીડી તરીકે મરે છે. સિંહ, સિંહ તરીકે જન્મીને સિંહપણે મરે છે. દેવ, દેવ તરીકે જન્મીને દેવપણે મરે છે. ગાય, ગાય તરીકે જન્મીને ગાયપણે મરે છે, આપણે ક્યારેય કૂતરાને એમ નથી કહેતા કે તું દેવ જેવો છે કે ગધેડા જેવો છે પણ માનવી માટે એ શબ્દનો પ્રયોગ થાય છે. માનવીનું વર્તન ખરાબ હોય ત્યારે ઘણું એમ કહે કે તું તે સાવ ગધેડા જેવો છે. કોઈ માણસની કાર્યવાહી સારી હોય, તેનું જીવન સદ્દગુણેથી સુવાસિત હોય તેને વ્યવહારથી કહેવાય કે તું દેવ જેવું છે. આ બતાવે છે કે માણસ માણસ તરીકે જન્મીને માણસ તરીકે મરે એવું નથી. એ પિતાના સારા કૃત્યથી ઉપર જઈ શકે છે અને ખરાબ અધમ કૃત્યથી નીચે પણ જઈ શકે છે. જે આત્મા જિનાજ્ઞાના ખીલે બંધાય તે તે એવા કાર્ય નહિ કરે કે જેથી તેની દુર્ગતિ થાય. જિનાજ્ઞાના પાલનથી સંસારની વાસનાના બંધન તૂટે. એ બંધન તૂટે એટલે કર્મ તૂટે અને કર્મ ટે તેથી તેને સંસાર અટકે. સંસાર અટકે એટલે તેને મોક્ષ મળે, મળે ન મળે. આ માટે જિનવાણી એ શ્રેઠમાં શ્રેષ્ઠ અમોઘ ઔષધિ છે. - જિનવાણી સાંભળવા માટે પિપાસુ અને જિજ્ઞાસુ બનેલ રાજા, મહારાજાઓ, શેઠ, નગરશેઠ બધા ભગવાનના દર્શને આવ્યા છે. તેમાં આનંદ પણ આવ્યો છે. વાણી વરસાવનાર મહાન છે, સામે પાત્ર પણ ઝીલનાર બરાબર છે. સિંહણનું દૂધ સાચવવા માટે સેનાનું પાત્ર જોઈએ, તેમ ભગવાનની વાણીને હૃદયમાં ઝીલવા માટે યોગ્યતા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy