SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] [ શારદા શિરેમણિ હતા. વહુ કહે ડોકરા ! ઊભે થી અહીંથી. એક સેકન્ડ પણ અહી બેસીશ નહિ. ખબરદાર! લાકડામાં જાવ ત્યાં સુધી મારા ઘેર પગ મૂકવા આવશે નહિ. પુત્રવધૂના આ વચનબાણ શેઠના દિલમાં સીધા ભેંકાઈ ગયા. તે ત્યાંથી ઉભા થઈ ગયા. તેમને આઘાતથી એકદમ છાતીમાં દુઃખા ઉપડશે. ચક્કર આવ્યા. સીડી નીચે ઉતર્યા અને ભેંય પડતાં પ્રાણપંખેરૂ ઉડી ગયું. દીકરો તે મિઠાઈ લેવા ગયો હતો, તે આ. જોયું તે પિતાજીમાં પ્રાણ ન હતે. અરરર...૧૨ વર્ષે પિતાજી મને મળવા આવ્યા. હજુ શાંતિથી બે શબ્દ પણ તેમની સાથે બેલ્યો નથી ને પિતાજી ચાલ્યા ગયા. હે કાળરાજા! તે મારા પિતાને નશ્વર દેહ છેડવા માટે મારે ઘેર મેકલ્યા? દીકરો બાપની પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. પત્ની કહે છે-આપ શું રડે છે ? માયકાંગલા હોય તે રડે. તું આવું ન બોલ. બિચારા પ્રેમથી દેવા આવ્યા હતા. શું પ્રેમથી દેવા આવ્યા કહે છે? તે તે જે પેકેટ નોકરને આપતા હતા તેના બદલે તમને આપવા આવ્યા હતા. શું તમારી કિંમત નકર જેટલી ગણી! પત્નીના શબ્દો સાંભળીને પતિ સમજી ગયો કે નકકી મારી પત્ની એલફેલ શબ્દો બેલી હશે! તેના આઘાતમાં પિતાજીનું પ્રાણપંખેરું ઉડી ગયું હશે. ગળીના ઘા સારા પણ કટુવચનના ઘા તે બહુ ભયંકર છે. દ્રૌપદીના માત્ર બે શબ્દો “અંધાના જાયા અંધા” આટલા શબ્દોએ આપ્યું મહાભારત ઊભું થઈ ગયું. શેઠના સ્વર્ગવાસના સમાચાર ઘેર પત્નીને મળ્યા. શેઠના મૃત્યુના આઘાતમાં એ પણ ત્યાં ઢળી પડયા ને પ્રાણપંખેરું ઉડી ગયું. કણે કે મેટો અનર્થ ઊભો કરી દીધો ! માટે ભાષા બોલતાં ખૂબ ઉપગ રાખવું જોઈએ. બીન ઉપગે ભાષા બોલવાથી કર્મના ઢગલે ઢગલા જમા થાય છે. જે વાણીના ઉપયોગની કળા ગઈ તે આ મોટી હોનારત સર્જાઈને ! શાંત સરોવરમાં નાખેલી નાનામાં નાની કાંકરી પણ આખા સરોવરના પાણીને તરંગિત કરી દે છે, તેમ મુખમાંથી નીકળેલું નાનામાં નાનું કટુવચન સ્વ-પરના ચિત્તને સળગાવી દે છે. માનવીનું હૈયું તે કાચના વાસણ જેવું છે. જરાક નાને સરખો ધકકો લાગે તે પણ એ તૂટી જાય, માટે વાણીને ઉપગ કરતાં ખૂબ કાળજી રાખવાની છે. આ દષ્ટાંતમાં બંને પક્ષમાં વાણીને દુરૂપયોગ થયો છે. બાપને એવું બોલવાની જરૂર ન હતી કે જે મીઠાઈના પેકેટો નકરોને આપું છું એ પેકેટ લાગે છે. આ શબ્દોએ પુત્રવધૂને ઉશ્કેરી દીધી અને પુત્રવધૂએ પણ વાણીને સંયમ ગુમાવ્યું. “ખબરદાર ! આ ઘરમાં ફરી વાર પગ મૂક્યું છે તો !?? આવા ધમધમતા શબ્દો દીકરાને ઘેર આવેલાં બાપ માટે અસહ્ય હતા, અને એ અસહ્ય શબ્દોએ બાપને પરલેક રવાના કરી દીધા, માટે ભાષા મીઠી મધુરી બોલતાં શીખજે. આપણે વાત ચાલતી હતી કે ભગવાન પધાર્યાના સમાચાર સાંભળીને આનંદને અપૂર્વ ઉ૯લાસ આવે. અહો ! હું પણ પ્રભુના દર્શન કરીને મારું જીવન ધન્ય બનાવીશ. સાધનાના કાર્યમાં ઉલાસ એ ખૂબ મહત્વની ચીજ છે. આ જિનવાણી સાંભળતાં જે ઉલ્લાસ આવી જાય તે અનંતા કર્મોની ઠોડે ખપાવે. આધ્યાત્મિક ક્ષેત્રમાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy