SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫૩ શારદા શિરમણિ ]. પણું હલકા કુળમાં જન્મ થયો. એટલે જુગાર, ચોરી, દારૂ બધા વ્યસનોમાં તે રંગાઈ ગયો. એક દિવસ ચેરી કરીને દાગીનાની પોટલી લઈને જઈ રહ્યો હતો. રસ્તામાં તેને ચારો મળ્યા. ને તેનું બધું ધન લૂંટી લીધું. આ ભાઈ તે સાવ ખાલી થઈ ગયા. રસ્તામાં મંદિર આવ્યું તેના ઓટલા પર જઈને સૂઈ ગયા. આ બાજુ આ ચેરેએ ધન તે લૂંટી લીધું પણ જેને ત્યાં ચોરી થઈ હતી તેમણે ચેરની શોધ માટે પિલીસો દેડાવી. આગળ ચેર ને પાછળ પોલીસે. છેવટે પકડાઈ જવાના ભયથી પેલે કરો જયાં સૂતો હતો ત્યાં આવીને દાગીનાની પોટલી મૂકી દીધી અને એશે ભાગી ગયા. પાછળથી પિલીસએ આવીને જોયું તે આ છોકરા પાસે દાગીનાની પિટલી પડી હતી. બધા સમજી ગયા કે આ ગુનેગાર છે. તેને પકડી લીધે. કોર્ટમાં લઈ ગયા ને તેને શૂળીની શિક્ષા મળી. આગલા ભવમાં બે હતે. તેની માતાને કહ્યું હતું કે તું શૂળીએ ચઢવા ગઈ હતી. તે આ ભવમાં તેને શૂળી મળી. પલી મા હતી તે બીજા જન્મમાં સ્ત્રી બની. તે દાગીના પહેરીને જતી હતી. રસ્તામાં ચાર મળ્યા. તેણે કહ્યું, મને બધા દાગીના આપી દે. ચારે તેના દાગીના લૂંટી લીધા પણ હાથમાંથી પહેરેલ બંગડી નીકળી નહિ એટલે તેના કાંડા કાપીને તે લઈ ગયે. આ રીતે તેના કાંડા કપાઈ ગયા. જૈન દર્શન કહે છે કે જીવ મનથી, વચનથી અને કાયાથી ત્રણે પ્રકારે કર્મ બાંધે છે. ભાષા બોલતા ખૂબ ઉપયોગ રાખજે. ભાષા એક જ હોય, ભાવ એક જ હોય છતાં જે ઉપયોગથી બોલાય તે બીજામાં આદર પામે છે. અને વગર વિચાર્યું બોલે તો આદરને બદલે માર મળે છે. એક વખત અકબર બાદશાહના દરબારમાં ઢાકાનો વેપારી મલમલ લઈને આવ્યું. મલમલ ખૂબ મુલાયમ અને સરસ હતી. રાજાએ તે તાકે હાથમાં લીધે ને પછી પૂછયું, ભાઈ ! આ મલમલ કેટલી છે? મહારાજા! ૫૦ વાર છે. મલમલન તાકે ખૂબ બારીક અને મુલાયમ છે. એટલે જણાતો નથી. રાજાને વેપારીની વાત ગળે ન ઉતરી. ફરીને પૂછયું, આ મલમલ કેટલી છે? સાહેબ ! ૫૦ વાર છે. છતાં રાજાને આ વાત હૈયે ઉતરતી નથી. એટલે ત્રીજી વાર પૂછયું, મલમલ કેટલી છે? એટલે વેપારીને ક્રોધ ચઢ, તેના મનમાં ઉકળાટ આવી ગયું કે મેં બે વાર કહ્યું કે ૫૦ વારને તાકે છે છતાં પૂછપૂછ કરે છે. ક્રોધ જીતવો બહુ મુશ્કેલ છે. વેપારીએ કહ્યું, તમારી સાત પેઢી સુધી જેટલા મૃત્યુ પામે તે બધાને ઓઢાડવા કફન થાય તેટલું છે. આ વાત સાંભળવી રાજાને ગમે ખરી? તેના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. રાજા ખીજાય એટલે પૂછવાનું શું? રાજાએ હુકમ કર્યો કે આ માણસનું તલવારથી માથું ઉડાડી દેઓલવામાં ઉપયોગ ન રાખે તે પિતાના પ્રાણુ જવાને પ્રસંગ આવ્યો. રાજાએ તો શિરચ્છેદની આજ્ઞા કરી ત્યાં બુદ્ધિશાળી બિરબલ આવી પહોંચ્યા. બિરબલ કહે સાહેબ ! આપ ગુસ્સે ન કરે. આ માણસ એમ કહેવા માંગે છે કે આ મલમલ એટલું છે કે આપની સાત પેઢી સુધીના માણસો આ કાપડની કફની પહેરી શકશે તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy