SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] [ શારદા શિરોમણિ આ ગામના મહારાણીના ડાકના કિંમતી હાર તૂટી ગયા. રાજાએ વિચાર કર્યાં કે આ હાર કોની પાસે સરખો કરાવીએ ? આ હાર કિમતી સાચા મોતીના છે. પ્રધાન કહે–મહારાજ ! આપણા ગામમાં પુરંદર શેઠ ખૂબ નીતિવાન, સત્યવાદી અને પ્રમાણિક છે તેને આપે. તેઓ તેને સારી રીતે વ્યવસ્થિત કરી આપશે. તેમાંથી એક પણ મેાતી અદ્દલાશે નહિ. શેઠ પર રાજાને કેટલે વિશ્વાસ છે! ગામમાં આટલા બધા વેપારીએ હતા, છતાં કોઈને ન આપતા આ શેઠને આપવાના નિણ ય કર્યાં. તેમણે નાકરને ખાલાવીને કહ્યુ –જા પુરંદર શેઠને ખેલાવી આવ. નાકરે શેઠને ઘેર આવીને કહ્યું-શેઠજી ! આપને મહારાજા લાવે છે. શેઠના મનમાં થયું કે મારો શુ' વાંક ગુના આયેા હશે ? શેઠને તો ફફડાટ થવા લાગ્યા. મે તો કોઈ ગુના કર્યાં નથી પણ આ મારા દીકરા રખડતો થઈ ગયા છે તેણે તો કોઈ ગુના કર્યાં નહિ હોય ને ! શેઠ તો ભયભીત ખની ગયા. તેમના હોશકોશ ઊડી ગયા. આ તે રાજાના તેડા છે એટલે જવુ' તો પડે. શેઠે ઘેર જઈ ને નાહી-ધોઈ ને ૨૭ વાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ધર્મ પર શ્રદ્ધા ખૂબ છે. એટલે માને છે કે હુ' નવકાર મત્રનુ` મરણુ કરીને જઈશ તો જરૂર મારું દુઃખ દૂર થશે. તેમણે પ્રભુને પ્રાર્થના કરી. અહો પ્રભુ ! મેં આ જન્મમાં કોઈ ને વિશ્વાસઘાત કર્યાં નથી. દગા, પ્રપંચ, અનીતિ કરી નથી. એવાં કોઈ પાપ કર્યા નથી. છતાં રાજાના ગુનેગાર બન્યા છું. તો આપ મારી લાજ રાખશો. મારી ઈજ્જત સાચવજો. જે વગર ગુને મને શિક્ષા થશે તો મારો ધર્મ નિદારો; માટે ધર્મોની લાજ રાખજો. એમ અંતરથી પ્રાર્થના કરી. હવે શેઠે રાજદરબારમાં જશે તેમના મનમાં તો ખૂબ ફફડાટ છે. હવે શું બનશે તે ભાવ અવસરે, શ્રાવણ સુદ ૧૨ ને રવિવાર વ્યાખ્યાન નં. ૨૭ તા. ૨૮-૭-૮૫ અન ́ત જ્ઞાની, સ`જ્ઞ, સર્વૈદશી જિનેશ્વર ભગવાને જીવાને અનત દુઃખ-પર’પરાથી મુક્ત થવા માટે નિવૃત્તિ માના ઉપદેશ આપ્યા. તે માટે ની સૂત્રમાં બતાવ્યુ` છે કે નિવુરૂ પર્ સાનળય....ગિનિંર્ વસ્ વીર સાસચં । નિવૃત્તિ પથ એ મેાક્ષમાગ છે. જે નિવૃત્ત થાય છે તે મુક્ત થાય છે. નિવૃત્તિના અર્થ છૂટકારો, અલગ થવું, પ્રવૃત્તિ રોકવી, પ્રમાદ તથા કષાયને ત્યાગ કરવે. આત્મા પર મડ઼ા મેાહનુ' ગહન આવરણ આવી ગયું છે તેથી એ પાતાને ભૂલી ગયા છે. જેમ ભૂગર્ભમાં ચારે ખાજુ માટી અને પથ્થરાના મોટા ઢગમાં રત્ન દખાઈ ગયુ` હોય તેમ ગાઢતમ મેાહનીય કર્માંના થરમાં આત્મા દબાઈ ગયા છે. મિથ્યાત્વ માહનીયના નશાએ તેને એટલેા બધેા દબાવ્યા કે તે જડ જેવા રહ્યો છે. તે વિસ્તાર પામ્યા, સકાચાયા અને અણુ જેવા બનીને એક સૂમ શરીરમાં અનત જીવાની સાથે રહ્યો. કયાં લેાકવ્યાપી પ્રદેશોના સ્વામી વિરાટ આત્મા અને કયાં સૂક્ષ્મ શરીરમાં અનંત આત્માઓની સાથે ભી'સાઈ ભીંસાઈ ને રહેલા ક્ષુદ્રતમ જીવ ! ઊંટ અને હાથીના મોટા શરીરમાં રહેવાવાળા જીવ કથારેક દષ્ટિમાં પણ ન
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy