SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ શિરોમણિ ] ( ૨૨૫ છે, નાળીયેર જેવા છે કે બોર જેવા છે તે હું કહી શકું નહિ, હું તેનું સર્ટીફિકેટ આપી શકું નહિ, એ તે જ્ઞાની કહી શકે. એક વાર બનાવટી ગુરૂએ પરદેશમાં એવી જાહેરાત કરી કે પાપી હેય, ખૂની હોય, ચોર ડાકુ હેય, ગુંડે હોય, ગમે તે પાપી હોય તે અહીં મારી પાસે આવીને ચિઠ્ઠી લખાવી જાય. તે ચિઠ્ઠી લખવાની રૂા. પાંચ હજાર ફી ભરવાની, પછી તેને નરક-તિર્યંચગતિમાં નહીં જવું પડે. તેનું બધું પાપ માફ. પછી તો મનુષ્ય અને દેવગતિ એ બે સારી ગતિ રહી. તમને આવી ખબર પડે તે તમે બધા પણ ઉપડી જાવ. પછી ગમે તેટલા પાપ કરીએ તો ફીકર નહિ. આ જાહેરાત સાંભળીને લોકોના ટોળે-ટોળાં ઉમટયા. પાંચ હજાર રૂા. તો કાલે મળી જશે પણ નરક, તિર્યંચમાં તો નહિ જવું પડે ને? બધા ચિઠ્ઠી લખાવી આવ્યા. બધાએ પાંચ પાંચ હજાર ભરીને ચિઠ્ઠી લખાવી લીધી. એક વાર ત્યાં ચાર માણસે આવ્યા. તેમણે જોયું કે અહો ! અહીં તો કેટલી મોટી લાઈને થઈ છે. તેઓ લાઈનમાં ઊભા રહ્યા છે. તેમને નંબર આવ્યું ત્યારે ગયા. તેમણે જોયું તે કરોડો રૂપિયાનો ઢગલે થયો છે. પૈસાથી કેથળા ભરાય છે. તે ચાર જણાએ પણ પાંચ પાંચ હજાર આપ્યા અને ચિઠ્ઠી લખાવી દીધી પણ તેમના મનમાં થયું કે આ તે પૈસા ભેગા કરવાને ધંધે છે. પાપ કરે અને નરક-તિય“ચમાં ન જાય, આ કેવી બેટી વાત ! હવે તેમને એક વાર બતાવી દઈએ. આ ચાર માણસો ગુંડાઓ હતા. એક વાર બનાવટી ગુરૂ રસ્તા પરથી જતા હતા ત્યારે આ ચાર ગુંડાએ બંદુકો અને તોપો લઈને તેમની સામે ગયા અને કહ્યું, તમે અહીં ઊભા રહે. તમને બંદૂકથી ૬ આજે મારી નાંખવાના છે. ભાઈ ! હું કોણ છું તે તમને ખબર છે ? હા. તમે ધર્મગુરૂ છે. તમને ઓળખીએ છીએ. તમારી પાસે જે પૈસા મિલ્કત હોય તે આપી દે. તમે મને મારશે તે નરકે જશે. અમે ચિઠ્ઠી લખાવી લીધી છે, જે દેખે, આ આપના હસ્તાક્ષરની ચિઠ્ઠી. હવે અમે તમને મારીએ તે પણ અમે નરકે નથી જવાના. અમને પાકું સર્ટીફિકેટ મળી ગયું છે. ભાઈએ ! તમારે જીવવું હોય તે મને છોડી દો. નહિ તે તમારા માટે નરક તૈયાર છે. અમારે નરકમાં કે બળદ, ગધેડા આદિ તિયચ ગતિમાં જવાનું નથી, પછી ભય શેને? આ ચાર જણ માથાના મળ્યા. છેવટે કહ્યું કે તમે ચિઠ્ઠી લખી આપી છે પણ જેણે પાપ કર્યા છે, અને તે પાપના ફળ ભોગવવા દુર્ગતિમાં જવું પડશે. ત્યાં તમારી લાગવગ નહિ ચાલે. છેવટે બનાવટ ખુલ્લી પડી ગઈ. - ભગવાન મહાવીરને શિષ્ય અને ખુદ પિતાને સંસારી જમાઈ અને ભાણેજ એવા જમાલી અણગારે ભગવાનનું એક વચન ઉથાપ્યું તે કિલિવષીમાં ચાલ્યા ગયા. ત્યાં જતાં ભગવાન એને બચાવી શકયા? ના. કર્મને કાયદે અટલ છે. ત્યાં કોઈની લાગવગ નહિ ચાલે. યાદ રાખજે. કરેલાં કર્મો તે જીવને ભોગવવા પડશે. માટે ભવભીરૂ બને. ભવભીરૂ બનશે તો પાપભીરૂ બનવાના છે. તમારે દ્રાક્ષ જેવા બનવું છે, તે અંદરથી ૧૫
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy