SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] [ શારદા શિરેમણિ છે તૃષ્ણા. આત્માના દ્વારે તૃણાના તેરણે લટક્તા હેય ત્યાં માનવીના મનને શાંતિ ક્યાંથી મળે? મમ્મણ પાસે કેટલી સંપત્તિ હતી! કોડ તૈયાની પુછ હેવા છતાં મૂશળધાર વરસાદમાં નદીના પૂરમાં લાકડા વીણત હતો. અરે! સંપત્તિના સાગરમાં રાચનારાઓની પણ તૃષ્ણાએ આવી અવદશા કરી છે. તૃષ્ણા તે આકાશ જેવી અનંત છે. આવા અસાધ્ય તૃષ્ણાના રોગને કોઈ ઉપાય નથી. જ્ઞાનીએ તેને ઉપાય બતાવ્યો છે. તૃષ્ણને છોડીને તૃપ્તિના ઘરમાં આવે તો અસાધ્ય રોગ સાધ્ય બની જશે. જગતમાં સૌથી ઉત્તમ ધર્મ કયો છે? “દયા ધર્મકા મૂલ હૈ” ધર્મનું મૂળ દયા છે. સર્વ જીવે ઉપર કરૂણાભાવ રાખ. જે મારે આત્મા છે તે જગતના દરેકને આત્મા છે. જે પોતાના આત્મા સમાન સર્વ જીવેને ગણે છે અને જેની હિંસા કરતું નથી તે આત્મા સમાધિનો સાચે અધિકારી બની શકે છે. અહિંસા વિનાને ધર્મ એ ધર્મ નથી. અશાંતિથી બચવાને માટે જ્ઞાની પુરૂષોએ અહિંસા ધર્મને નિર્દેશ કર્યો છે. અહિંસા એક સંજીવની છે. દુખેથી બેભાન થયેલા જેને નવજીવન આપે છે. અહિંસા એ રામબાણ ઔષધિ છે. જેનું પાન કરવાથી અશાંતિ રૂપી રોગ નાશ પામે છે. અહિંસા સુખનો રાજમાર્ગ છે અને હિંસા એ દુઃખને માર્ગ છે. અહિંસા અમૃત છે અને હિંસા વિષ છે. જીવ ઉપર દયા, કરૂણા, પ્રેમ, બીજા ને પિતાના પ્રાણના ભોગે પણ બચાવી લેવાની ભાવના આ ઉત્તમ ધર્મ છે. જીવનને ઉજજવળ બનાવવામાં આટલું યાદ રાખજે. દિલની દિવાલ પર કતરી રાખજે કે “શાંતિ સમાન કોઈ તપ નથી, સંતોષ જેવું કંઈ સુખ નથી, તૃષ્ણા જે કોઈ રોગ નથી અને દયા જેવો કઈ ધર્મ નથી. આ ચાર વાક્યોનું મનન, ચિંતન કરીશું તે શાંતિ, સંતોષ અને દયાને અપનાવી શકશું અને તૃષ્ણાને દૂર કરી શકશું. તે આપણું જીવન ધનને સારી રીતે સાચવી શકશું. જેમના જીવનમાં દયા છે, સંતોષ છે, શાંતિ છે, એવા આનદ ગાથાપતિના ગામની બાજુમાં કેટલાક સંનિવેશ છે. તે નગરમાં વસનારા બધામાં એકતા હતી. દરેકને પોતાને ધર્મ પ્રિય હતા. સૌ તિપિતાને ધંધો કરતા હતા. એટલે તે નગરની જનતા ધર્મપ્રેમી હતી. તેમજ તે સમયમાં આટલા હિંસાના તાંડવ ન હતા. સર્વજી પ્રત્યે દયા ભાવ હત, કરૂણા હતી. ત્યાંની પ્રજા અહિંસાની પ્રેમી હતી. કઈ જીવની હિંસા થતી ન હતી. જુના જમાનાના માણસો કીડીયારા ઉભરાય તે ચેખાને લોટ લઈને પૂરતા હતા. દયા ધર્મ દિલમાં વસેલું હતું. દરેક ધર્મોમાં બતાવ્યું છે “દયા એ ધર્મનું મૂળ છે. આજે તે દયાને દેશવટો આપી દીધો છે. હદયમાંથી દયા વિદાય થઈ ગઈ છે. રેજના હજારો ની કતલ થઈ રહી છે. જ્યાં પહેલાનું દયામય જીવન અને કયાં આજનું હિંસામય જીવન! પિતાના પ્રાણના ભોગે પણ બીજાના પ્રાણને બચાવતા હતા. - અડગ ધ્યાની સંત : એક માછીમાર માછલા પકડવાને બંધ કરતે. તે સમયે આજના જેટલું મત્સ્ય ઉદ્યોગ ન હતું. આજે તે મત્સ્ય ઉદ્યોગને વિકસાવવા સરકાર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy