SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] || ૧૮૯ એવી ચિંતાથી તેઓ ગૂમડામાં બધે ચણાનો લેટ ભરતા. આપણે જૈનદર્શનમાં ગજસુકમાલને યાદ કરીએ છીએ. માથે સળગતા અંગારા મૂક્યા. કેવી અસંતી વેદના ! તેની સામે સમતા પણ અનંતી. વેદનાને જે વહાલી કરે તે સાચા વીર બની શકે. અહીં આ સંતને વેદના અસહ્ય છે છતાં મુખ પર આનંદ...આનંદ. મુખ પર પણ એવી રેખા ન આવવા દે કે કેઈને થાય કે આ સંતને વેદના અનંતી છે! બસ આત્માની મસ્તી ! તેમનું શરીર રૂપી ડાયલ ભલે બગડી ગયું હતું પણ મશીન સારું હતું. પિતાના કેઈ ભક્તને પણ આ વાત કરી ન હતી. એક વાર તે સંત ફરતાં ફરતાં ભાવનગર પહોંચ્યા. ભાવનગરના રાજા તખ્તસિંહજી એમના પરમ ભક્ત હતા. એક વાર તેઓ આ સંત પાસે બેઠા હતા ત્યારે પવન આવવાથી ઢાંકેલું કપડું ઉડી ગયું. તખ્તસિંહજી જેઈ ગયા. અહો! મારા ગુરૂદેવને આટલા ગુમડા થયા છે ! તેમાં વળી જીવાત પડી ગઈ છે ! કેટલી પીડા થતી હશે! તે કહે. ગુરૂદેવ ! આપ કાંઈક દવા કરે. ના. હું તે દવા નહિ કરું. મારા કર્મોની નિર્જરા કરાવવામાં સહાયભૂત થવા આવ્યા છે. તખ્તસિંહજી તો ગયા. આવી અસહ્ય વેદનામાં પણ સંત બે-ત્રણ કલાક ધ્યાન કરતા હતા. તે સમયે રાજા ડેકટરને લઈને આવ્યા, સંત ધ્યાનમાં હતા તે સમયે બેભાન થવાનું એક ઈંજેકશન માર્યું. થોડીવારમાં સંત બેભાન થઈ ગયા. તે સમયે ડોકટરે બધા ગૂમડા પર ડ્રેસીંગ કર્યું એટલે બધી જીવાત મરી ગઈ. સંત ભાનમાં આવ્યા. જોયું કે બધા ગુમડાનું આ રીતે કર્યું છે ને બધી જીવાત મરી ગઈ છે. એક જીવની રક્ષા ખાતર આટલા ની કલેઆમ ! તેમને એટલે બધે આઘાત લાગ્યો કે તે ત્યાં ને ત્યાં ઢળી પડયા ને તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું. આનું નામ જીવદયા, બીજા જીવો પ્રત્યે કરૂણા ! આજે તમારી સામે દવાઓ બહાર પડી છે. અમુક ખાવાપીવાના પદાર્થો, કપડાં, આઈસ્ક્રીમ વગેરેમાં હિંસક પદાર્થોને ઉપયોગ થયો હોય છે. આપ જાણે છતાં જે છોડી ન શકે તે તમને જૈન કેવી રીતે કહેવા? પહેરવાના ચંપલે, બૂટ, પર્સ, કેટલી હિંસાથી બને છે ? કંદમૂળ ખાવાથી અનંત જીવોની હિંસા ! આ બધું જાણે છે છતાં જે વાપરે તે મારે તમને કેવા કહેવા ? આજનું જીવન-ડાયેલ સરસ છે પણું અંદરનું મશીન બગડી ગયું છે. આવા જીવનની કઈ કિમત નથી. આનંદ ગાથાપતિ અને શિવાનંદા બંનેના ડાયલ સરસ હતા અને અંદરના મશીન પણ સરસ હતા. તે તેમના નામ શાસ્ત્રના પાને લખાયા હજુ ભગવાનને જોયા નથી. તેમના દર્શન કર્યા નથી. છતાં જીવન કેવું સુંદર છે! દીપક બળતો હોય તેમાં તેલ પૂરતા રહીએ તે વધુ ને વધુ પ્રકાશ આપતે રહે તેમ આનંદની ઉજજવળતા છે. હવે તેમાં વધુ પ્રકાશ આપનાર કર્યું નિમિત્ત મળી જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -પુયસાર અને રત્નસુંદરી બંને વચ્ચે ઝગડો થઈ ગયો. તેમાં વાત
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy