SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] [શારદા શિરમણિ કર્મો તપથી નાશ થાય છે. તપ એ કલ્પવૃક્ષ સમાન છે. મેક્ષસુખ એ તેનું ફળ છે. અય દર્શનમાં પણ સાધકે વિદ્યાસિદ્ધિ માટે જંગલમાં જઈને તપ કરતા હોય છે. રાવણે વિદ્યાસિદ્ધ કરવા માટે કેટલા વર્ષો સુધી તપસાધના કરી ત્યારે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, પણું તે તા સંસારના સુખો આપનારી અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની લૌકિક સાધના હતી. આમલક્ષે કરેલી સાધના કર્મોને બાળે છે. તારૂપી દાવાનળથી કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય અને આત્મા નિર્મળ-પવિત્ર બને છે. ભયંકર રોગો પણ તપથી નાબૂદ થાય છે. આ જીભને રસના ચટકા બહુ ગમે છે, માટે સેન્દ્રિય પર બ્રેક મારવાની છે. કહેવત છે કે જેણે જીભ જીતી તેણે જગત જીત્યું! જે જીભને જીતે તે તપ કરી શકે. ભેગને ત્યાગ કરી બ્રહ્મચર્યમાં આવે. વાસના પર બ્રેક મારે. આ ધર્મની આરાધનાનું મેળવણુ જન્મોજન્મમાં વારંવાર નહીં મળે. આ ભવમાં મળ્યું છે તો એનાથી સાધનારૂપી દહીં બરાબર જમાવી લે. પૂ. ચંદનબાઈએ મેળવણુ બરાબર મેળવ્યું તે ૩૧ ઉપવાસની સાધના રૂપી દહીં થયું. બીજા ચારેક બેનને તપશ્ચર્યા ચાલુ છે. નિયમા તીર્થકર બનનાર અને મોક્ષમાં જનાર આત્માએ પણ કર્મો ખપાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી છે. તપમાં અપૂર્વ શક્તિ છે. આ તપસ્યા આત્માને હિતકારી (૨) આનંદકારી, મંગલકારી, મુક્તિના સુખને દેનારી.. મહાકઠીન કાર્યો પણ તપ કરવાથી સિદ્ધ થાય છે. તપ એ આત્માને હિતકારી છે. અનંત ના કર્મોને એક ઝાટકે ખંખેરનાર તપ છે. તપ કરવાથી આત્મા નિર્મળ બને છે, ઇન્દ્રિયનું દમન થાય છે. તપ કરે, કરો અને અનુમોદન આપે. આત્મસાધનાના કાર્યોમાં અનુમોદના આપવાથી ખૂબ લાભ થાય છે. સંસારના કાર્યોની અનુમોદના જીવને પાપના પુંજ એકઠા કરાવે છે. કૃષ્ણ વાસુદેવે કયાં સંયમ લીધો છે ! સંયમની દલાલી કરી છે. તેમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તે ભગવાનના સમોસરણમાં જતાં ત્યારે નાના સંતાને જોઈને રડી પડતા. અહીં ભગવાન ! મને આ અવસર ક્યારે આવશે કે હું સંસાર છોડીને દીક્ષા લઉં ! તમે ક્યારેય આવી ચિંતવણું કરી છે ખરી ? કયાંથી થાય? રાત દિવસ વિચાર સંસારના, ધંધાના હોય પછી એ જ વિચારો આવે ને ! સ્વપ્ના પણ એના જ આવે. કાલે માસખમણના ઘરને પવિત્ર દિવસ છે. તપ કરવા માટે જગાડવાની સીટી વગાડે છે. હવે જાગૃત બને. જીવને મૂળ સ્વભાવ અણહારક છે. એ પદને પામવા માટે તપની અવશ્ય જરૂર છે. તપ કરવાની તાલીમ લીધી હશે તે અંતિમ સમયે સંથારે કરી શકાય. જીવનરૂપી દૂધમાં આરાધનાનું મેળવણ નાંખશું અને તેમાં સ્થિરતા કેળવશું તો સાધનાનું દહીં બરાબર જામી જશે. તે માટે તૃષ્ણાઓ, ઈચ્છાઓ વાસનાઓ પર બ્રેક મારવી પડશે અને તૃપ્તિ, સંતોષ, નિર્વિકાર ભાવ પર એકસલેટર દબાવશું તો જીવનની ગાડી સાધનાના ક્ષેત્રમાં પૂરઝડપે આગળ વધી શકશે. આજે પૂ. ચંદનબાઈ મહા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy