SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] [ શારદા શિરેમણિ સંયમની આરાધના, ચાર શરણને સ્વીકાર, દુષ્કૃત્યોની ગહ અને સુકૃતના આચરણથી ઉત્તમ સાધના થાય છે અને એનાથી ભવસ્થિતિ કપાય છે તેથી એ જોરદાર સંયમની સાધનામાં મૂકી ગયા. આરાધનામાં એકાકાર બની ગયા. પરિણામે ભવસ્થિતિ ઘટાડી દીધી. કર્મોમાં ઘટાડો કરી દીધે. જે સંતને સાત ભવ કહ્યા હતા તેમના મનમાં થયું કે મારા તે સાત જ ભવ બાકી છે. હું હવે ગમે તેમ કરીશ તો પણ મારા ભવ વધવાના નથી. તો આ ચારિત્રના કષ્ટ શા માટે વેઠવા ? આ બધી સાધના કરવાની શી જરૂર છે ? સાત ભવે મારે મોક્ષ થવાનો છે. તો હવે મોજમઝા કરવા દે. સંસારમાં લીલાલહેર કરી લેવા દે. એમ વિચારી સંયમથી અને વૈરાગ્યથી ભ્રષ્ટ થયા. સંસારના સુખમાં, ખાનપાનમાં, મેજમઝામાં અને વિષય વિલાસમાં મસ્ત બની ગયા. છેવટે મરીને સાતમી નરકે ચાલ્યા ગયા. ત્યાં જ. ૨૨ સાગર ઉ. ૩૩ સાગરની સ્થિતિ છે. કેટલે જંગી કાળ ! અસંખ્યાતા ભવાળાને જે પુરૂષાર્થ ઉપડે તે સાત ભવ કરીને મોક્ષ જનારની પહેલા આ જીવ મોક્ષમાં પહોંચી જાય. સાત ભવવાળા મુનિ સાતમી નરકે ગયા. જ્યાં દુઃખ દુઃખ ને દુઃખ છે. ક્ષણ માત્રનું સુખ નથી. સુખ કેટલો સમય ભોગવ્યું. તેની સામે દુઃખ કેટલે સમય જોગવવાનું આવ્યું. જે મુનિને ભગવતે સાત ભવ કહ્યા તે સંયમથી પડિવાઈ થઈને સંસારના સુખોમાં આસક્ત બન્યા. પરિણામે મરીને સાતમી નરકે ગયા. બીજા મુનિને અસંખ્યાતા ભવ કહ્યા. તેમણે એ વિચાર કર્યો કે મારા ભવ ભલે વધારે છે પણ મારા કર્મો તો નહિ વધવા દઉં. તેમણે તે કર્મો ખપાવવા માંડયા. એક વાર કેઈક અશુભ અધ્યવસાય આવ્યા. એમાં નિગોદમાં ચાલ્યા ગયા. ત્યાં એક અંતઃમુર્હતમાં ઉ. ૬૫૫૩૬ ભવ કરે. તેને ઘણા ભવ કરવાના હતા. તે ઘણા ભવ થઈ ગયા. ત્યાંથી આગળ વધતાં મનુષ્યમાં આવ્યા. ત્યાં સુસંસ્કારોને જાંગડ માલ પડેલો હતો તેથી નાની ઉંમરમાં વૈરાગ્ય પામી દીક્ષા લઈને પાપની આલોચના કરી સર્વ કર્મો ખપાવી મેલમાં ગયા. પિલા મુનિને આત્મા હજુ નરકમાં પિતે નેઈયા રૂપે ભવ કરી રહ્યા છે. તે પણ એના આયુષ્યને હજુ અસંખ્યાત ભાગ પસાર થયો છે ત્યાં બીજા મુનિ તો મોક્ષે ગયા. કહેવાનો આશય એ છે કે જીવ જડ પુદ્ગલ તરફ દોટ મૂકે છે ત્યારે એ વિચાર નથી કરતો કે હું પાપ કરીને નરકમાં ચાલ્યા જઈશ ત્યાં મારું શું થશે ? આત્મદષ્ટિ ઘટી અને જડદષ્ટિ, દેહદષ્ટિ આવી તો મુનિ નરકે ગયા અને આત્મદષ્ટિ કેળવી તેવા આત્માઓ પિતાનું કામ કાઢી ગયા. માટે આ માનવભવમાં આવ્યા પછી આત્માએ એ જ લક્ષ રાખવાનું છે કે મારા કર્મો જલ્દી કેમ કપાય ! કર્મો કપાશે તેનો સંસારનો અંત આવવાનો છે. આનંદ ગાથાપતિ મહાબુદ્ધિશાળી છે. બુદ્ધિને ઉપગ સવળ કરે તો સુમતિ. ઝઘડા, વિગ્રહ કરાવે છે તે કુમતિ. આનંદની બુદ્ધિ સુમતિ છે. “તi i૪
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy