SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [૧૧૯ અભિમાનના કારણે પિતાનું જરા પણ અપમાન કરે તો ક્રોધના આવેશમાં આવી જાય છે અને ભયંકર સ્વરૂપ સઈ દે છે. - કાઠિયાવાડના એક ગામમાં મેધાશા નામના શેઠ હતા. તેમને રૂપાબા નામના પત્ની હતા. શેઠ ખૂબ વૈભવશાળી, સંપત્તિવાન હતા. આ શેઠ રૂપાબા પર એટલા આસક્ત હતા કે શેઠાણી કહે તેટલું શેઠને કરવું પડતું. એક દિવસ મહિલાની બેને બહાર જતી હતી. રૂપાબા પૂછે છે તમે બધા કયાં જાવ છો? બેને કહે-અમે કુંભારના ઘેર માટલા ખરીદવા જઈએ છીએ. અત્યારની જેમ પહેલા ગાડા ભરીને માટલા વેચવા આવતા નહોતા. શેઠાણ શ્રીમંત ઘરના હોવાથી તેમને આવા કાર્યમાં જવાનું ન બને તેથી તે દિવસે તેમને મન થયું કે બધા જાય છે તો હું પણ જાઉં. રૂપાબા બધી બેનેની સાથે ગયા. જેને માટલા, ઘડા જે ખરીદવા હશે તે પસંદ કર્યા અને કુંભારને પિસા ચૂકવીને લઈ લીધા. રૂપાબા પણ માટલા જેવા લાગ્યા. ચાર પાંચ માટલા પસંદ કર્યા પણ પાસે પૈસા હતા નહિ. એટલે કુંભારને કહે છે તારા ચાર માટલા લઉં છું પણ અત્યારે મારી પાસે પૈસા નથી. તું શેઠની દુકાને જઈને લઈ આવજે. શેઠનું નામ આપ્યું એટલે કુંભાર શેઠાણીને ઓળખી ગયો. અહો! આ શેઠાણી આજે ભૂલા પડ્યા છે! કુંભાર કહે માટલા લેવા હોય તે પૈસા આપીને જાવ. શેઠ કંજૂસ હોવાથી તેમની પાસે પૈસા લેવા હું નહિ જાઉં. તે તો પૈસાને બદલે એવી બટાયેલી બાજરી કે જુવાર આપે છે તે મારા ગધેડા પણ ન ખાય. એવા કંજૂસીયા છે. આઠ-દશ બેનની સામે સાત આઠ આનાને કારણે, પિતાના ધણી માટે આવા અપમાનજનક શબ્દો સાંભળવા પડયા તેથી તેમની પારાશીશી ચઢી ગઈ. ક્રોધની આગ ભભૂકી ઊઠી. શેઠાણીને પિતાના ધણની ભૂલ ન સૂઝી કે આવી બાજરી આપતા હોય તો તેની ભૂલ છે. સર્વ પાપને બાપ લોભ છે. સર્વ ગુણને નાશ કરનાર લેભ છે. શેઠાણીને સવળું કહ્યું ત્યારે અવળું લાગ્યું. આનું નામ મિથ્યાષ્ટિ. સમકિત દષ્ટિ અને મિથ્યાષ્ટિ જીવેની કેવી દશા હોય છે તે બતાવતા જ્ઞાની પુરૂષ સમજાવે છે કે નવ ઐયવકના દેવે સ્વયં ઈન્દ્ર છે. ત્યાં કપાલ, ત્રાયન્નિશ. સામાનિક આદી કઈ જાતના ભેદ નથી, બાર દેવલેક સુધી આ બધા ભેદ છે નવ ગ્રેવયકમાં બધા દેવે એકાંત સમકતી નથી. ત્યાં મિથ્યાત્વી પણ હોય છે. અભવી જીવે સંયમની સાધના કરીને નવગ્રેવયક સુધી તો જાય છે. જે મિયાદષ્ટિ લઈને નવ ગ્રેવયકમાં ગયા છે તેના કરતાં જે જીવો સમકિત લઈને નરકમાં ગયા છે તે છે વધુ સુખી છે જે એને સમકિત પામ્યા પહેલા નરકના આયુષ્યને બંધ પડ્યો હોય તે જ સમકિત પામ્યા પછી નરકમાં જાય. સમકિતની એટલી મહેરબાની છે કે સમકિત પામ્યા તેની મહોર વાગી ગઈ કે તે જીવ નરક, તિર્યચ, આદિ સાત બેલમાં આયુષ્યનો બંધ પાડે નહિ. તમને કઈ પૂછે કે શ્રેણિક રાજા સમકતી છતાં નરકે કેમ ગયા? સમક્તિ પામ્યા પહેલા આયુષ્યને બંધ પડી ગયે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy