SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] [ શારદા શિરેમણિ પ્રાપ્ત કરવાના છે તેમના લક્ષણે પહેલેથી જણાઈ આવે છે આનદ ગાથાપતિ ૧૨ કોડ સયાની મિલ્કતના ધણું હોવા છતાં ગુણવાન છે, એટલે ત્યાં જાય ત્યાં તેમના સત્કારસન્માન થાય છે. તે ખૂબ પ્રમાણિક હતા. ગુણના રાગી અને અવગુણના શ્રેષી હતા. ગુણીજનેને જોઈને તેમના અંતરમાં આનંદની ઉમિઓ ઉછળતી હતી. | ગઈ કાલે કહ્યું હતું કે ચરમાવતમાં આવેલે જીવ ગુણને રાગી બને. તેનામાં દુખી જીવ પ્રત્યે અત્યંત કરૂણા હોય. ચરમાવર્તમાં આવેલા જીવની ત્રણ નિશાની બતાવી. તેમાં પહેલા બેલ દુઃખી છે પ્રત્યે કરૂણા. તે જીની કરૂણા બહારના દેખાવની ન હોય. જગતને બતાવવા માટે ન હોય, પણ અંતરથી હોય. પોતાની પાસે જ્યાં સુધી હોય ત્યાં સુધી આપતા અચકાય નહિ. મહાભારતમાં વાત આવે છે. એક વાર કૃષ્ણએ કર્ણના દાનની ખૂબ પ્રશંસા કરી. દુનિયામાં સારો દાનેશ્વરી તે કર્યું છે. આ સાંભળી અર્જુનજી કહે—કૃષ્ણજી! દાન તે મોટાભાઈ કરે છે. છતાં તમે દાનેશ્વરી તરીકે કર્ણની પ્રશંસા કરે છે ! આ દુનિયામાં શું કર્યું જે બીજે દાનેશ્વરી નથી! કૃણજી ખૂબ ધીર ગંભીર હતા. તે એક શબ્દ પણ બેલ્યા નહિ. ગંભીર માણસો કેઈ પણ વાતને વિચાર કર્યા વગર તરત ન બોલે. સમય આવે સેગકી મારે. એક વાર સમય જોઈને કૃષ્ણજી અર્જુનને લઈને વેશપલ્ટો કરીને કર્ણના મહેલે જાય છે. આ સમયે કર્ણ સૂતો હતો. બંને બ્રાહ્મણના વેશમાં કર્ણ પાસે ગયા. તેઓ પહોંચ્યાં ત્યારે સોનામહોરોનો ભંડાર ખાલી થઈ ગયે હતા. બ્રાહ્મણના વેશમાં ગયેલા કૃષ્ણજીએ કહ્યું–મારા બાપુજી મરણ પામ્યા છે. તેમણે મને અંતિમ સમયે કહ્યું છે કે આપણે કુળના રિવાજ પ્રમાણે મારે અગ્નિસંસ્કાર સુખડના લાકડાથી કરજો. અમારી સ્થિતિ સારી નથી, સુખડના લાકડા લાવવા અમારી પાસે પિસા નથી. છતાં માણસોને તપાસ કરવા મૂકયા કે ક્યાંય ડું લાકડું મળે છે ! પણ ક્યાંય મળ્યું નહિ. મેં પિતાને વચન આપ્યું છે. આપને અગ્નિસંસ્કાર સુખડના લાકડાથી કરીશ. હવે મારે શું કરવું? મેં આપના દાનની ખ્યાતિ ખૂબ સાંભળી છે. જયાં જુઓ ત્યાં આપના દાનની યશોગાન ગવાય છે માટે હું આપની પાસે આવ્યો છું, મને કંઈક આપે. હવે શી રીતે આપવું ? છેવટે મહેલના થાંભલાઓ સુખડના લાકડાના બનાવેલા હતા. તે તરફ દષ્ટિ ગઈ કણે માણસને લાવ્યા અને ઓર્ડર આપે કે આપ કુહાડી હાથમાં પકડે. અને સુખડને મહેલ તોડી નાખે, અને આ યાચકને જોઈએ એટલા સુખડના લાકડા આપી દો. કર્ણની આ વાત સાંભળી કૃષ્ણએ અર્જુનને કહ્યું –સાંભળો અર્જુન! એક માણસની ઈચ્છા પૂરી કરવા તેને પાછો નહિ કાઢવા સુખડને મહેલ તેડાવે છે. અર્જુન તે આ સાંભળી શરમિંદો બની ગયો. તેનું મસ્તક કર્ણના ચરણમાં મૂકી પડયું. આ બાજુ કર્ણના માણસેએ હાથમાં કુહાડી લીધી, અને બીજી બાજુ સુખડના લાકડાને ઢગલે થઈ ગયે. અર્જુનના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ખરેખર તું સાચે કેહીનૂર સમાન દાનવીર છે. દાનેશ્વરી તરીકે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy