SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૯૧ વચન આપો કે હું સ્વીકારીશ. હું વાત જાણ્યા વિના કેવી રીતે વચન આપું ? છતાં આપ કહો તે ખરા. મારાથી બનશે તો હું કરીશ. પુણ્યશ્રી અચકાતા અચકાતા ધીમેથી બેલી, આપ ફરી વાર લગ્ન કરી લે. બંનેને સ્વપ્નામાં શોક્ય આવે તે ગમતી નથી. આ સામેથી કહે છે નાથ! આપ બીજી વાર લગ્ન કરે. દેવી ! આપ આ શું બોલે છે? એક પુત્ર માટે હું બીજી વાર લગ્ન કરું? હવે તમે ફરીથી આ શબ્દ કયારે પણ ઉચ્ચારતા નહિ. મારે તારા આ શબ્દો સાંભળવા નથી. મારું ને તારું રથનું પૈડું બરાબર ચાલે છે. તેમાં મારે વિદન નથી નાંખવું. હવે તું લગ્ન કરવાની વાત ન કરીશ, પણ તમને વાંધો શું છે? શું પુરૂષો ફરી વાર લગ્ન નથી કરતા? કરતા હશે પણ મારે નથી કરવા. શેઠાણીએ ઘણું સમજાવ્યા પણ શેડ ન માન્યા. શેઠ-શેઠાણીની પ્રીતિ દૂધ-સાકર જેવી હતી. શેઠ કહે તારા જેવી ધર્માનુરાગી, સભાગીની પત્ની મારે છોડવી નથી. પુત્ર મળે કે ન મળે. બીજે કઈ ઉપાય હોય તો આપ બતાવે. હવે શેઠાણી બીજો ઉપાય શું બતાવશે તે અવસરે. અષાડ વદ ૧૦ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૧૧ : તા. ૧૨-૭-૮૫ અનંત ઉપકારી ભગવંતે ભવ્ય જીવને ટકેર કરતાં કહ્યું કે આ આત્મા અનંતકાળથી સંસારમાં અવિરતપણે રખડી રહ્યો છે અનેક ભયવાળી ભવાટવીમાં ભમી રહ્યો છે. હવે ભમવાનો અંત લાવવો હોય તો સ્વઘર તરફ આવ. પરભાવથી પાછો વળ. એક લેકમાં કહ્યું છે કે, जे परभावे रत्ता मत्ता विसएसु पावबहुलेसु । आसपास निबद्ध ।, भमंति चउगइमहारन्ने । જે પરભાવોમાં રક્ત છે, ઘણા પાપવાળા વિષયમાં મસ્ત છે તેમજ આશા રૂપ જાળમાં બંધાયેલા છે તેઓ ચારગતિ રૂ૫ મેટા અરણ્યમાં ભમે છે. પરભાવની વૃત્તિ એ વિભાવ છે અને તે આત્મશક્તિને નાશ કરવામાં મુદ્રગર સમાન છે, તેથી નિગ્રંથ મુનિઓ પારકી આશા રૂપ જાળને છેદીને સ્વરૂપનું ચિંતન, સ્વરૂપમાં રમણતા અને સ્વરૂપના અનુભવમાં લીન થાય છે, માટે જ્ઞાની કહે છે હવે તું પરભાવ છેડીને સ્વભાવમાં આવ. અનાદિકાળથી જીવની દોટ પર તરફ છે. હવે રસ્તે બદલવાની જરૂર છે. ધનને છેડીને ધર્મના રહે આવવાનું છે. સંસારને છોડીને સંયમની કેડીએ ચાલવાનું છે. પર પુદ્ગલો પ્રત્યેને રાગ છેડીને આત્માને ને ધર્મને રાગ કરવાનું છે. આ રીતે જે આપણે રસ્તો બદલી લેશું તે ભવાટવીમાં ભમવાને અંત આવ્યા વિના નહિ રહે. ભવાટવીમાં ભમવાને થાક લાગે હેય અને હવે સાધનાના માર્ગે જવાની અભિલાષા જાગી હોય તો આપણે જીવન કેવું બનાવવું પડશે? સાધનાને માર્ગ આત્મા કયારે પ્રાપ્ત કરી શકશે ? જ્ઞાની ભગવંત ફરમાવે છે કે,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy