SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] ચકને બીજે સમયે એમ કાળચક્રને ત્રીજે સમયે એમ આખા કાળચક્રને સ્પશે, સમય સમય લગતો લગતો મરે તેને કાળથી સુક્ષ્મ પુદગલ પરાવર્તન કહીએ. (૪) ભાવથી : જે લગતે લગતે પરિણામે મરે, તે એકથી બે યાવત દશ એમ અસંખ્યાતા પરિણામે મરે તે લેખે ગણુએ અને અનાનુપૂવીએ મરે તે લેખે ન ગણીએ, એમ અસંખ્યાતા પરિણામે કરી આખો લેક પૂરો સ્પશે તેને ભાવથી સુક્ષ્મ પુદગલ પરાવર્તન કહીએ. હવે બાદર પુગલ પરાવર્તન (૧) દ્રવ્યથી: જે સાત પ્રકારે પુદ્ગલ લઈ લઈને મૂકતા પૂરા કરે તેને દ્રવ્યથી બાદર પુદ્ગલ પરાવર્તન કહીએ. (૨) ક્ષેત્રથી : જે આકાશના પ્રથમ પ્રદેશે મરે તે લેખે ગણીએ, ત્યાર પછી ત્રીજે, પાંચમે, સાતમે, નવમે, અગિયારમે, તેરમે ઉપજે તથા ચવે એમ આખો લેક સમસ્ત પૂરે, આકાશ પ્રદેશે ભરે આગળ પાછળ કરીને પૂરા કરે તેને ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્તન કહીએ. (૩) કાળથી : જે કાળચક્રને પહેલા સમયે મરે તે લેખે ગણીએ તેથી બીજે કાળચક્ર તેને બીજે સમય તથા પાંચમે સમય પછી છઠ્ઠો યાવત અગિયારમે એમ અનુક્રમે કરી કાળચકના જેટલો સમય હોય તેટલા સમય મરણ કરી ફરસે તથા અનેરે કાળચક્રે મરે તેને કાળથી બાદરપુગલ પરાવર્તન કહીએ. (૪) ભાવથી: જે જીવના અસંખ્યાતા પરિણામ છે તે પરિણામે કરી મરે. આઘાપાછા થઈને અસંખ્યાતા પૂરા કરે તે કેમ? કયારે પ્રથમ પરિણામે, ત્રીજે, પાંચમે, સાતમે એમ સઘળા પરિણામ પૂરા કરે તેને ભાવથી બાદર પુદૂગલ પરાવર્તન કહેવાય. આપણે જે આઠ વર્ગ બતાવી તેમાંથી આહારક વર્ગણાને છેડી દેવાની. કારણ કે આહારક શરીર તો આખા ભવચકમાં જીવ વધુમાં વધુ ચાર વાર કરે. તે કયારે કરે? ચૌદ પૂર્વધારી સાધુને કેઈ શંકા થાય તો તેનું સમાધાન કરવા એક હાથ અથવા મૂઢા હાથનું પૂતળું બનાવીને મહાવિદેહમાં સીમંધરસ્વામી પાસે જાય. ત્યાં જઈને ભગવાન પાસે શંકાનું સમાધાન કરે ને પછી પાછો આવે. આ રીતે આહારક શરીર આખા સંસાર કાળમાં વધુમાં વધુ ચાર વાર કરે એટલે આહારક વર્ગણા પણ વધુમાં વધુ ચાર વાર ગ્રહણ થાય છે, તેથી આહારક વર્ગણના સમસ્ત પુદ્ગલે જીવથી ગ્રહણ થતાં નથી. માટે એને વજી દીધી છે. આહારક વર્ગણાને છેડીને બાકીની સાતે વર્ગણાઓના ચૌદરાજવતી સમસ્ત પુદ્ગલેને જીવ જ્યારે ગ્રહણ કરે ને મૂકે ત્યારે રયૂલથી (બાદર ) એક પુદ્ગલ પરાવર્તન કાળ થ. એક પુદ્ગલ પરાવર્તન કાળમાં તે અનંતા કાળચકો વીતી જાય. એક કાળચક એટલે ૨૦ ક્રોડાકોડી સાગરોપમ. દશ ક્રોડાકોડી પાયમનો એક સાગરોપમ. એક પલ્યોપમના અસંખ્યાતા વર્ષો. અસંખ્યાતા વર્ષે એટલે મનુષ્યની ૧૦૦-૧૦૦ વર્ષની જિંદગીઓ તે કરડે, અબજથી પણ વધુ થાય. દેવાનુપ્રિયે! સમજે. એક પુદ્ગલ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy