SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ | ( શારદા શિરેમણિ અષાડ વદ ૮ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૯ : તા. ૧૦-૭-૮૫ કરૂણાસાગર એવા અનંત જ્ઞાનીઓની વાણી અદ્દભૂત હોય છે. એકેક શબ્દમાં ઘણું ગહન ભાવ ભરેલા છે. જ્ઞાની કહે છે હે જી ! તમે સારી વસ્તુઓને છોડીને અસારને ગ્રહણ કરી રહ્યા છે. સાર વસ્તુઓ કઈ અને અસાર વસ્તુઓ કઈ? તે આપને ખબર છે? આત્મા સિવાયની બધી વસ્તુઓ અસાર છે. ધન, દૌલત, બાગ, બગીચા, બંગલા, મોટર, ગાડી, બધુંય અસાર છે. તેને અસાર શા માટે કહ્યું? તે આત્માને ઉપયોગી નથી. સંસારમાં રખડાવનાર છે. દુર્તિમાં માર ખવડાવનાર છે. દુઃખ પેદા કરનાર છે. તમને આ બધું અસાર લાગે છે કે સારભૂત લાગે છે? જ્ઞાનીની દૃષ્ટિએ જે અસાર છે. તેને તમે સારભૂત માને છે. એમાંથી મને સુખ મળશે એ અભિલાષાથી એ મેળવવા પાછળ દડાદોડી કરે છે, છતાં સુખ મળતું નથી. આ રીતે સુખ મેળવવા પાછળ જીવે અનંત પુગલ પરાવર્તન કાળ વીતાવ્યો, છતાં સુખ મળ્યું નહિ. કદાચ તમારું માનેલું સુખ મળી ગયું હોય, એ રીતે સંપૂર્ણ સુખી છે છતાં પૂછે કે શાંતિ છે? તો કહેશે ના. મને સુખ નથી. જે અસાર વસ્તુઓ છે તેમાં કયારે પણ સુખ મળવાનું નથી. અરે, આ શરીર પણ અસાર છે. યુવાનીનું વિકસેલું ગુલાબી બદન અસાર ન લાગતું હોય તો તેનો અનુભવ કરે. વિચાર કરો. અસાર વસ્તુઓ સાચવવા, મેળવવા કેટલા કાળથી મથી રહ્યા છો? છતાં એમાં સુખ શાંતિ મળ્યા ખરા ? ના. તે તે વસ્તુઓ પછી સાર કેવી રીતે કહેવાય? અસાર વસ્તુઓ નાશવંત છે. એમાં પલટાવાપણું છે, ક્ષણભંગુર છે. જે પિતે ક્ષણિક છે તે શાશ્વત સુખ કયાંથી આપી શકે ? અસાર વસ્તુમાંથી મળતું સુખ અ૯પ છે અને તેની પાછળ ઘણુ કાળનું દુઃખ ઊભું છે. “વળમિત સુવા દુ શાસ્ત્રકુરિવા” ક્ષણ માત્રના સુખની પાછળ ઘણા કાળનું દુઃખ રહેલું છે. તમે વેપારીના દીકરા છો લઈને વધારે આપો ખરા? ના. કેઈ માણસ તમને ૧૦ રૂપિયા આપી ગયો અને કહે મને ૧૦૦ રૂપિયા આપો. તે ૧૦ના બદલે ૧૦૦ આપ ખરા? ના. કેઈ આ ધંધો કરે ખરા? ના...ના ત્યાં તે તમે ખૂબ સમજણવાળા છે. અરે, પાંચ છ ચોપડી ભણતા બાળક પણ સમજે કે ૧૦ના બદલામાં ૧૦૦ રૂ. ન અપાય. તમારું સુખ આવું છે. ૧૦ રૂપિયા જેવા અ૫ સુખની પાછળ સો ગણું દુઃખ મળવાનું છે, છતાં જીવ આશામાં ને તૃષ્ણામાં તણાઈને કર્મ બંધન કરે છે. અનર્થોડે દંડાય છે. અલ્પ સુખ માટે અનંતા દુઃખને આમંત્રે છે. અસાર વસ્તુમાંથી મળતું સુખ અ૫ ને ક્ષણિક છે. સાર વરતુ શાશ્વત સુખ આપે છે. અસાર વસ્તુ નાશવંત સુખ આપે છે. સારભૂત વસ્તુઓ કઈ ? सारं दसण, नाणं सारं तव नियम संजम सीलं । सारं जिणवर धम्मं, सारं संलेहणा पंडिय मरणं ।। સાર વસ્તુ એક આત્મા છે, તેમજ સમ્યગ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યગું ચારિત્ર, તપ, નિયમ, શીલ, જિનેશ્વર પ્રરૂપિત ધર્મ અને સમાધિ પંડિત મરણ સારરૂપ છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy