SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ 1 ૫૧ તમારી બનાવેલી બેડીઓ પહેરી હોય છતાં બેડી એ બેડી. બંધન એ બંધન. એમાં આનંદ કેવી રીતે આવે? ભાઈ ! આ રાત પૂરી થઈ જશે અને દિવસ ઉગશે, અજવાળું થશે કે તરત અમે બેડીઓ તોડી નાંખીશું, કારણ કે અમારી બનાવટની બેડી કેવી રીતે તોડવી તેની કળા અમને આવડે છે, જે બીજાની બનાવટની બેડી અમારા હાથ-પગે નાંખી હોત તે તોડવી મુશ્કેલ થાત, કારણ કે એને તેડવાની કળા અમે જાણતા નથી, પણ તેવું તે છે નહિ, તેથી અમે ભારે મસ્તી અનુભવીએ છીએ. પેલે માણસ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયે. પ્રમાદથી ભક્ષણ: સવાર પડી અજવાળું થયું. પેલા ૧૦૦ માણસોમાંથી ૧૦ માણસેએ પ્રમાદ ખંખેરીને પિતાની બેડીઓ કળાથી ખોલી નાંખી. એટલે ૧૦ માણસ તે છૂટા થઈ ગયા. હવે જે ૯૦ માણસો રહ્યા તે પ્રમાદી હતા. બેડી ખોલવાની મહેનત ક્યાં કરવી? તે બધા પિતાની આજુબાજુ રહેલા માણસેને કહેવા લાગ્યા કે તમે બેડીઓ તેડી આપોને ! છૂટા થયેલા માણસેએ તેમની બેડીઓ તોડવા ઘણું પ્રયત્ન કર્યા છતાં તૂટતી નહોતી, કારણ કે એ બેડીઓ તેમની પિતાની બનાવેલી હતી. એટલે તેને તેડવાની કળા બીજાને કયાંથી આવડે? દશ જણાએ મહેનત કરી છતાં છૂટી નહિ, એટલે એ તો ત્યાંથી ચાલ્યા ગયા. એ ૯૦ જણ હમણું લેક આવશે ને અમારી બેડીઓ ખોલી દેશે એ બ્રમણામાં રહ્યા. ભૂખ્યા-તરસ્યા જંગલી પશુઓ આવીને તેમનું ભક્ષણ કરી ગયા. પ્રમાદને વશ થઈને બેડી બેલી નહિ તો દશા કેવી થઈ? આ જ દશા સંસારની કેદમાં ફસાયેલા જીવની છે. કર્મોની બેડીમાં છ જકડાયા છે. આ બેડી તેડવાની કળા માનવભવ સિવાય કે ભવમાં નથી. માનવજીવનને જ્ઞાનીઓએ શ્રેષ્ઠ શા માટે કહ્યું? સારું સારું ખાવાપીવાનું બનાવી શકે છે માટે? કપડાના, દાગીનાના ઠઠારા કરી શકે છે માટે? એરંડા આદિ બજારમાં જઈ શકે છે માટે ? ના. માનવભવ કિંમતી એટલા માટે કે બીજાને સુખ આપવાની ભાવના આપણા દિલમાં સદા જીવતી જાગતી રાખી શકાય છે. માટે. પશુના દિલથી, નારકના હૃદયથી એ મુશ્કેલ. અરે, દેવના હદયથી પણું મુશ્કેલ. એ બધાની પાસે માનવ જેવું સુખદાન કરવાનું દિલ નથી. માનવને આ અનેરી બક્ષીસ મળી છે. આપણે સુખી થવું છે તો બીજાને સુખ આપવું પડશે. સુખ જોઈતું હોય તે સુખની પ્રભાવના કરવી જોઈએ. સુખના દાન માટે યોગ્ય હદય અહીં મળ્યું છે. નરકમાં એવા દિલ કેમ નહિ? ત્યાં પરમાધામીના માર ખાધા પછી પણ બીજાને મારવાની વાત હોય છે. ત્યાં બીજાનું સુખ વિચારવાની વાત કયાં ! તિર્યંચને એવા દિલ કેમ નહિ? એને ખાવાનું જીવહિંસા પર અથવા જીવવાનું મેલી લેણ્યા પર. દા. ત., માછલાને એક જ વેશ્યા નાના શિકારને કેમ ઝડપું? -ધરતી પર ચાલતા કૂતરાઓ, કાગડાઓ, બિલાડી વગેરે શિકાર શોધતા ફરતા હોય છે. દેવેને દાનનું દિલ કેમ નહિ? એને કોઈને માર ખ ન પડે. ગુલામી નથી. નેકરી નથી. ભેજન બનાવવાની ખટપટ નથી છતાં એને દાનના દિલ કેમ નહિ? ભોગ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy