SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ] [ ૩૯ એક વિશિષ્ટ ગુણ છે. રબરને જેમ ખેંચીએ તેમ લાંબુ થાય છે. લાંબુ થાય એટલી જગ્યા વધારે રોકશે પણ એના પ્રદેશ વધી જશે નહિ, પણું છે એટલા જ રહેશે. રબરને તમે છેડી મૂકશે એટલે પાછું હતું એવું ને એવું જ. આ જ પ્રમાણે આત્મા પણ સંકેચવિસ્તાર ધારે એટલે કરી શકે છે. કેટલે સંકેચ અને વિકાસ કરે તેને આધાર જીવને મળેલા શરીર ઉપર છે. જે કીડી જેટલું નાનું શરીર મળે તે આત્મા સંકેચાઈને તેટલા નાના કીડીના શરીરમાં રહે અને કીડી કરતાં મોટું મંકોડાનું, વાંદાનુ, બકરીનું કે ઘડાનું કે હાથી જેટલું શરીર મળે તે આત્મા એટલા શરીરમાં રહેશે. જે સમયે જીવને જેટલું શરીર મળ્યું તે સમયે જીવ તેટલા વિસ્તારમાં વિકાસીને રહે છે. એક નાનામાં નાનું શરીર જે સૂકમ જીવાણુઓને મળે છે. તે જીવ તેટલા નાના શરીરમાં રહે છે. વિજ્ઞાને સૂક્ષ્મદર્શક યંત્રમાં જઈને માપીને કહ્યું છે કે એક સ્ટેમ્પ અથવા પિસ્ટેજની ટિકિટ ઉપર ૨૫ કરોડ સૂક્ષ્મજીવે રહી શકે છે, અને એક નાની કેસુલમાં ૧ કરોડ જીવાણુઓ પણ રહી શકે છે વિચાર કરે કે એક કેસુલ અને એક ટિકિટ ઉપર ૨૫ કરોડ અને એક કરોડ જીવાણુઓ રહી શકે છે તે તે કેટલા સૂક્ષમ હશે ! કેટલા નાનામાં નાના હશે ! તેમનું શરીર કેટલું હશે ! અને તે દરેક શરીરમાં એકમાં એક જીવ એમ કેટલા છે! આ પ્રશ્નના જવાબ આપતાં કહે છે કે જૈન દર્શનનું સૂમમાં સૂક્ષ્મ વિજ્ઞાન જીવેનું સ્વરૂપ જણાવતાં કહે છે કે જે બે પ્રકારના છે: સૂક્ષ્મ છે અને બાદર છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના સર્વ સૂક્ષ્મ જી ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા છે. એક પણ ખૂણે ખાલી નથી. તેમાં પણ વનસ્પતિ વિજ્ઞાનની અજાયબી તે જૈનદર્શનમાં સર્વજ્ઞ ભગવંતેએ અદ્ભૂત બતાવી છે. વનસ્પતિના ત્રણ ભેદ. સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ સૂક્ષ્મ સાધારણને નિગદ કહેવામાં આવે છે. અનંતા જીવે વચ્ચે શરીર એક મળે તે સાધારણ જીવ કહેવાય છે. એટલે કે એક શરીરમાં અનંતા જ હોય તે સાધારણું. તેને અનંતકાય છે પણ કહે છે. અનંતા નિગોદના જીવને એક જ શરીરમાં સાથે રહેવાનું અને એકસાથે જન્મવાનું અને એકસાથે મરવાનું. એકસાથે શ્વાસોશ્વાસ લેવાના. એક શ્વાસોશ્વાસ લે તેટલા સમયમાં આ જી ૧ વાર જન્મમરણ કરે છે. તે જેને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. સૂક્ષમ છ સ્થૂલ આકાર ધારણ કરે છે, ત્યારે તે દેખાય તેટલા થાય છે. દા.ત., બટેટા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ આ બધાની જાતિ એ નિગદની છે, પણ શરીરને આકાર સ્થલ થયો છે. કેટલાય સૂકમ ગેળાએ એકત્ર થયા હશે ત્યારે સ્થૂલ આકાર પામ્યા. તેમાં પણ અનંતા જીવે છે. તે જેની હિંસા કરવી એ ભયંકર પાપ છે. હિંસા કરવામાં આત્માની સલામતી નથી, પણ બરબાદી છે. હિંસા કરવી એ આત્માને અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે. જેની દયા પાળવી, એમની રક્ષા કરવી એ આત્માને અનુકૂળ છે. તપ, ત્યાગ, અહિંસા અનુકૂળ છે. અને ખાનપાન, હિંસા, સેગ પ્રતિકુળ છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy