SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ] [૩૫ શ્રાવકેનો અધિકાર લીધે છે. તમને શ્રમણોપાસક કહ્યા છે. જે મણની નજીક રહેનારા એવા શ્રાવકે ભગવાનની આજ્ઞામાં રહીને ગૃહસ્થ જીવન જીવવાની કળા શીખી ગયા. તે સંસારમાં રહ્યા પણ રમ્યા નહિ. એટલે સિદ્ધાંતમાં તેવા શ્રાવકેની વાત ચાલી. જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે કે મારા ભગવાન! તે સુધર્માસ્વામી કેવા હતા? જિન નહીં પણ જિન સરીખા એવા શ્રી સુધર્મારવામીને જાણીએ.” તે કેવળજ્ઞાન પામ્યા ન હતા, પણ જિનેશ્વર સમાન હતા. “દેવતાને વલ્લભ લાગે એવા જ બુસ્વામીને જાણીએ.” અને જેના માતાપિતા કે જેમણે દીકરાની સાથે દીક્ષા લીધી છે એવા આદર્શ જીવન જીવનારા, ગુરૂભક્તિમાં તરબળ, શાસ્ત્રના રહસ્યને જાણવામાં ચાતક પક્ષીની જેમ અધીરા બનેલા અને દેવને પણ જે પ્રિય હતા એવા જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછી રહ્યા છે કે કાશ્યપ ગોત્રના ધણી ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીએ સાતમા અંગમાં કયા ભાવો વર્ણવ્યા છે ? દીકરો દીકરી પરદેશ રહેતા હોય, એમની ટપાલ આવે અગર તો દેશમાં આવવાના સમાચાર આવે તો કેટલે આનંદ થાય? તેટલે આનંદ શાસન પિતા પ્રભુ મહાવીરનું નામ સાંભળતા આવે છે? સુધર્માસ્વામીએ કહ્યું- હે મારા વહાલા જંબુ ! સાતમા અંગ ઉપાસકદશાંગમાં ભગવાને ૧૦ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, ત્યારે જંબુસ્વામી કહે છે–તેમાં કેણુ ભાગ્યશાળી આત્માઓના નામ આવ્યા છે ? પ્રભુના શ્રીમુખે જેના નામ આવે તે કેટલા ભાગ્યશાળી ! પાર્લામેન્ટની ચૂંટણી થતી હોય ત્યારે તમે બોલે ને કે કેણુ ભાગ્યશાળી ખુરશી પર આવ્યા ? એ સત્તા પર આવેલા છે તે પાપ કરવાના છે. તેમને વોટ આપે તો પણ તમે પાપના ભાગીદાર બને છે, કારણ કે તેમાં તમારી અનુમોદના છે. જ્યાં ભૂલ્યા છે? કેઈએ મોટી ફેકટરી કરી. તેનું ઉદ્ઘાટન છે. તેમાં તમને આમંત્રણ મળ્યું. ત્યાં તમે ફૂલ્યાફાલ્યા ચાલે છે. કંઈક સમજે. આ આમંત્રણ એટલે નરકગતિમાં જવાનું આમંત્રણ. ફેકટરી ચાલે તેમાં જે પાપ થાય તેમાં . અનુમોદનાનું પાપ તમને આવ્યું. સંસારમાં રહે છે. તમારા પરિવારનું કરવું પડે તો પણ આત્મા રડતો હોય, તે પછી બીજાની તે વાત જ ક્યાં ! હજુ પાપને ભય નથી લાગ્યો. અમારી તો એ જ ભાવના કે આ જી ભવથી, પાપથી ભય કેમ પામે? અહીં આવે છે. રોજ એકેક શબ્દ લઈ જાવ તો પણ કંઈક પામી જશો. જંબુસ્વામી પૂછે છે કે કેણુ ભાગ્યવાન આત્માઓ છે કે જેમના નામ ભગવાનના મુખે બોલાયા. “જનની જણ જે ભક્તજન કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર ” ગુણ કેના ગવાય? જેમણે પરિગ્રહની મમતા છોડી, માયા મમતાના બંધન તેડ્યા અને સંસારમાં રહ્યા તે પણ નાવડીની જેમ રહ્યા. તેમના નામ તીર્થકર ભગવાનના મુખે બોલાયા. તે દશ અધ્યયનેના નામ આ પ્રમાણે છે: (૧) આનંદ (૨) કામદેવ (૩) ગાથાપતિ ચુલની પિતા (૪) સુરાદેવ (૫) શુદ્રશતક (૬) ગાથાપતિ કુંડકૌલિક (૭) શકુડાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy