SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1033
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ ] [ શારદા શિરોમણિ नरनारीओ | तहेव सुविणीअप्पा, लोगंसि दीसंति मुहमेहता, इढिपत्ता લાકમાં જેટલા સુવિનિત નરનારીએ છે તેએ સુખસ'પન્ન, સમૃદ્ધ અને મહા— મહાયલા || અ.૯.ઉ.૨.ગા.૯ યશસ્વી દેખાય છે. ગુરૂદેવાની વિનય ભક્તિથી તેમના આશીર્વાદ મેળવીને કાણુ શિષ્ય એવા છે કે જે ગુણાથી સમૃદ્ધ, મહાયશસ્વી ન બન્યા હોય ! અર્થાત્ અને જ. વિનય તે એક એવું આભૂષણ છે કે જેથી શિષ્યનું જીવન, ગુણુ, જ્ઞાન, યશ આઢિથી ઝળહળી ઉઠે. તેના કારણે બધા ગુણા ખીલી ઉઠે છે. આવા વિનયનેા ગુણ જેનામાં શે।ભી રહ્યો છે અવા ગૌતમ સ્વામી ભગવાન પાસે ગયા. સ'સારી હોય કે સાધુ હાય, દુકાનમાં કે ઓફીસમાં જેનામાં વિનય ગુણ છે તે વેરીને પણ વશ કરી શકે છે. જેનામાં વિનય– વિવેક છે તે જ્યાં જશે ત્યાં તેના વિજય થવાના છે. ગૌતમ સ્વામીને ગૌચરી જવું છે એટલે ભગવાન પાસે આવીને વિનય સહિત વ`દન કર્યાં. ગૌતમ સ્વામીએ ભગવાનને વંદન કરીને આ પ્રમાણે કહ્યું “ इच्छामिणं भंते ! तुब्भेहिं अम्भणुण्णाए छट्टखमण पारणंगसि वाणियगामे नयरे उच्चनीय मज्झिम्माई कुलाई घर समुदाणस्स भिक्खायरियाए अडित्तए । ” હે ભગવાન ! હે પૂજ્ય ! આપની આજ્ઞા હોય તેા હું છઠ્ઠના પારણાને માટે વાણિજ્ય ગામમાં ઊંચ-નીચ અને મધ્યમ બધા કુળામાં સામૂહિક ઘરોમાં ભિક્ષાચર્ચાગૌચરી કરવા જવાની ઇચ્છા રાખુ છુ.. ખેલવામાં કેટલી મીઠાશ અને નમ્રતા છે ! વિનીત શિષ્ય કચારે પણ એમ ન કહે કે મારી આમ ઇચ્છા છે. તે તે એમ જ કહે કે ગુરૂદેવ ! આપની આજ્ઞા હોય તે મારી આ ઇચ્છા છે. ગૌતમ સ્વામીએ કહ્યુંભગવાન ! આપની આજ્ઞા હાય તે ગામમાં ઊંચ-નીચ એટલે શ્રીમત, ગરીબ કે મધ્યમ કાઈ જાતના ભેદભાવ વગર સામુદાનીકી ગૌચરી માટે જાઉં. સામુદાનીકી એટલે ગૌચરી કરતાં લાઈનબધ જે ધરા ખપતા હાય તે ધા વચ્ચે છેડયા વિના ક્રમબદ્ધ ઘામાં ગૌચરી કરવી. સને ૧૨ કુળની ગૌચરી ખપે છે, એટલે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે આપની આજ્ઞા હોય તે આજે પારણાને દિવસે ખપતા કુળામાં કોઈ જાતના ભેદભાવ વગર ગૌચરી માટે જાઉં, ત્યારે ભગવાને કહ્યું-“અા મુદ્દે રેવાનુણ્વિયા ! મા ટિબંધ હૈં ।’હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. ભગવાનની આજ્ઞા મળતાં ગૌતમસ્વામી શ્રુતિપલાશ ઉદ્યાનથી નીકળ્યા. ચાલવામાં પણ કેટલે ઉપયાગ અને સાવધાની છે. ઈય્યસમિતિ જોતાં જોતાં ચાલે છે. તુરિય' ઉતાવળથી નહિ પણ ચપળતા રહેત, ઉદ્વેગ રહિત જે ચાલે ચાલતા હૈાય તે રીતે જીવાની જતના કરતાં થકા ચાલે. ઉતાવળથી ચાલતા જીવાની જતના રહેતી નથી. से गामे वा नगरे बा, गोअरग्गगओ मुणी । ના, સરે મંત્મશુધ્વિગા, અવિદ્યુતેળ ચેયસા | દશ.અ.પ.ઉ.૧ગા.૨
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy