SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1031
Loading...
Download File
Download File
Page Text
________________ ૯પર ] [ શારદા શિરેમણિ પર અનંત ઉપકાર છે. આ પંચમ આરામાં તીર્થકર કે કેવળી ભગવંતે, મન:પર્યવજ્ઞાની કે પરમ અવધિજ્ઞાની કેઈ નથી. આપણને કોઈ આધારભૂત હોય તો જિનવાણી અને જિનવાણીનું મંથન કરીને સત્ય સમજાવનાર ગુરૂ ભગવંતે છે. સંતે એ જીવતું જાગતું તીર્થ છે. જે ગુરૂદેવ મળ્યા ન હોત તે આ જીવન નાવડી ભવસાગરમાં ક્યાંય અથડાતી હેત. દરિયામાં ખાડા ટેકરા ખડક સાથે નૌકા અથડાઈ ન જાય તે માટે દીવાદાંડી રાખવામાં આવે છે. દીવાદાંડી એ સૂચન કરે છે કે આ બાજુ ભય છે માટે સાવધાની રાખજો. આપણું આ જીવન એક નૌકા સમાન છે. આ નૈયા કોધ, માન, માયા, લેબ આદિ ખડક સાથે અથડાયા કરે છે. ગુરૂ ભગવંતે દીવાદાંડી બનીને આપણને સૂચન કરે છે કે હે આત્માઓ ! તમે આ રસ્તે ન જશો. પેલી નૈયા જો ખડકો સાથે અથડાઈ જાય ને ભાગી જાય તો નૌકામાં બેઠેલાનો એક ભવ બગડે છે પણ આપણી જીવનનૈયા જો કષાય રૂપી ખડકો સાથે અથડાઈ ગઈ તે ભવ બગાડે છે. મારી સયા માગે સહારા, (૨) કઈને કઈ દિન આશા છે કે પહેચે કિનારા મારી જીવન નૈયા તારે ભરોસે, આંધી ભયંકર ચઢી છે આકાશે, હો...ઘડીને ઘડી શું થે ઉછળી રહ્યા નીર ખારો....મારી નૈયા નિયા ગમે તેવી સારી હોય પણ નાવિક ન હોય તો નૌકા તરી શકશે નહિ. તેમ આ જીવન એક નયા છે અને ગુરૂદેવ તેના નાવિક છે. આ આત્મા અજ્ઞાનની આંધીમાં અટવાઈ ગયો હતો તેને ગુરૂદેવે જ્ઞાનને પ્રકાશ આપ્યો. મિથ્યાત્વની ગ્રંથીને તેડી સમ્યક્ત્વ પામવાની લાઈનરી બતાવી. સાચા શબ્દોમાં કહું તે ગુરૂદેવ જીવનના સાચા ઘડવૈયા છે. ઘડે માટીમાંથી બને છે પણ એ બને કેવી રીતે ? કુંભાર માટી લાવે, તેમાં પાણી નાંખીને તેનો પિંડ બનાવે, પછી તેને ચાક પર ચઢાવે, ચાકને ફેરવે અને ઘડાનો આકાર બનાવે, છેવટે કાચા ઘડાને અગ્નિમાં પકાવે ત્યારે ઘડાની કિંમત થાય છે. હા ખાણમાં પડે હોય ત્યાં સુધી તેની કિંમત થતી નથી. ઝવેરી તે કાચા માલને લઈ આવે, તેને ઘસાવે, સરાણ પર ચઢાવે અને તેમાં પાસા પાડે ત્યારે તે હીરાની કિંમત અનેક ગણી વધી જાય છે. સરકસમાં જંગલી જાનવરે કેવા આશ્ચર્યજનક કાર્યો બતાવે છે. જે તે જાનવરોને ટ્રેનીંગ આપીને અભ્યાસ ન કરાવ્યું હોય તે તેનું ઘડતર થઈ શકતું નથી અને પરાક્રમો બતાવી શકતા નથી. ગુરૂ એટલે નૂતન જીવનના નવનિર્માતા : બસ, આ રીતે ગુરૂદેવે શિષ્યના જીવનનું નવસર્જન કરે છે, તેનું ઘડતર ઘટે છે. અજ્ઞાન, અસંકારી જીવનને ઘડી ઘડીને સુસંસ્કારી, ગુણવાન અને પરાક્રમી બનાવે છે અને તેના જીવનનું નવનિર્માણ કરે છે. વાઢિમકી ત્રાષિનું પૂર્વજીવન કેવું હતું ? તે ભયંકર લૂંટારે હતો. અણઘડ, અસંસ્કારી અને નિરંકુશ હતું. બીજા જીવોને ત્રાસ આપતા હતા પણ તેના ભાદ જંગલમાં પવિત્રતાની મૂર્તિ સમા નારદ મુનિને તેને ભેટો થશે. પહેલા તો તેમની સામે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું પણ નારદ ઋષિએ સમયેચિત બરાબર ઉપદેશ આપે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy