SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ર ] [ શારદા શિરેમણિ રાજમુખે ત્યાગી રાજા વગડાની વિષમ વાટે : એક રાજાને રાજસુખે ભગવતા ભેગવતા વિચાર આવ્યું કે રાજસુખ, વૈભવ વિલાસે, સુખ ઘણુ ભગવ્યા. હવે આ રાજપાટ બધું છોડીને હું ત્યાગ માર્ગ અપનાવી લઉં. તેમણે મંત્રીને, પુત્રને બધાને વાત કરી. બધાએ કહ્યું-આપને માટે ત્યાગ માર્ગ કઠીન છે. આપ રાજ્યમાં રહો ને ધર્મારાધના કરે. બધાએ ઘણું સમજાવ્યા પણ રાજા તે તેમના નિર્ણયમાં અડગ હતા, છેવટે બધાએ રડતી આંખે રાજાને સંન્યાસી બનવા વિદાય આપી. રાજાએ નેકરને સાથે લીધા ખાવાપીવાની સામગ્રી, સાધનો, સૂવા માટે ગાદી, જરૂરની બધી વસ્તુઓ સાથે લઈને રાજા ખુલ્લા પગે ચાલી નીકળ્યા. નગરજને, પ્રધાને, રાજપુત્રે બધા રાજાને વળાવવા માટે ગયા. રાજાને ખુલ્લા પગે જતા જોઈને દીકરાની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું-પિતાજી ! આપ કેઈ દિવસ ખુલ્લા પગે ચાલ્યા નથી. જ્યાં જાવ ત્યાં આપ વાહનમાં ફરે છે. અત્યારે આપ ખુલ્લા પગે જાય છે. રસ્તામાં કાંટા કાંકરા, ઝાંખરા વાગશે માટે આપ પગમાં કંઈક પહેરો. રાજા કહે, ભાઈ ! સમસ્ત રાજ્ય છેડ્યું પછી પગરખાની શી મમતા? દ્રવ્ય દશ્ય જોતાં મળેલી દિવ્ય દૃષ્ટિ : રાજા ચાલતા ચાલતા દૂર નીકળી ગયા. થાક ખૂબ લાગે છે...તરસ પણ ખૂબ લાગી હતી એટલે રાજા અને નેકર બંને ઝાડ નીચે વિસામે ખાવા માટે બેઠા. નેકરને પાણી લેવા મોકલ્યા. ત્યાં રાજાની નજર સામે પડી, ત્યાં શું જોયું? ખળખળ ઝરણું વહી રહ્યું હતું. ત્યાં એક ખેડૂત કાંઠે બેસીને બે બે પાણી પીતું હતું. આ દશ્ય જોતાં રાજાને આશ્ચર્ય થયું. આ ખેડૂત પાસે લોટો, વલાસ કાંઈ નથી છતાં બે બે બે પાણી પીધું. જે એને લાસ વગર ચાલી શકે તે માટે રાખવાની શી જરૂર ? હું રાજસુબેને છેડીને સાધના કરવા આવ્યો છું તે મારાથી આટલે મોડુ ન છૂટે ? તરત રાજાએ પાણી પીવાના સાધનને ત્યાગ કર્યો અને નેકરને કહ્યું –આ પાણી પીવાના સાધનો કઈ ગરીબ માણસને આપી દે. રાજા તે ઝાડ નીચે વિસામે લેવા બેઠા છે. નકર જમવા માટે રસોઈ બનાવે છે. ત્યાં એક ખેડૂતને જમતા જોયે, તેની પાસે થાળી વાડ કાંઈ નથી. તેની પાસે રોટલે ને મરચું છે. એક હાથમાં રોટલે ને મરચું રાખીને બીજા હાથે ખાય છે. જમીને ઝરણાનું પાણી પીધું, પછી હાથનું ઓશીકું બનાવીને સૂઈ ગયે. રાજાના મનમાં થયું કે આ ખેડૂતને કાંઈ જરૂર છે ? તે સંસારી છે છતાં ત્યાગી જેવો છે. હું સંસાર છોડીને આવ્યો છું છતાં તેના જેટલે ત્યાગ મારામાં નથી. રાજાએ નેકરને કહ્યું–આ બધા વાસણ ગરીબને વહેંચી દે. નેકરે બધા વાસણ ગરીબોને વહેંચી દીધા, પછી રાજાને વિચાર થયો કે મારે આત્માનું કલ્યાણ કરવું છે તેથી રાજ્ય છોડી જંગલમાં આવ્યું છું, તે મારી સાથે નેકરને આ દુઃખ વેઠવાની શી જરૂર? એટલે તેમણે નેકરને કહ્યુંભાઈ! તારે ઘેર જવું હોય તે જા. રાજાના કહેવાથી નેકર તે ચાલ્યો ગયો. આ ત્યાગી રાજા તે સંસારની બધી માયા ત્યાગીને પ્રભુભક્તિમાં મસ્ત બની ગયા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy