SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ શિરોમણિ 7 [૯૩૫ મહાપુરૂષોને કષ્ટા, ઉપસર્ગો આવ્યા ત્યારે એ વિચાર્યું કે આ તે બે ઘડીનું દુઃખ છે. આ કર્મના ઢગલાને ઉડાડવા માટે જે સમતાને, ક્ષમાને જોરદાર પવન આવશે તે મારા કર્મના ગંજ બળીને સાફ થઈ જશે. આ હતી તેમની જ્ઞાનદષ્ટિ. અજ્ઞાનથી અંધકાર અને જ્ઞાનથી પ્રકાશઃ આ અજ્ઞાને તે જીવનમાં કેવી હેનારત સર્જી છે. કુંડરિક મુનિ એક હજાર વર્ષ સંયમની સાધના કર્યા બાદ રસવંતા ભેજનમાં આસક્ત બન્યા, માન-સન્માનમાં મસ્ત બન્યા, જ્ઞાનદષ્ટિ છૂટી ગઈ, અજ્ઞાનમાં અટવાઈ ગયા, પરિણામે સંયમ દુઃખકારક લાગ્યો અને ચારિત્ર છેડીને રાજ્યના રાગમાં રંગાઈ ગયા, છેવટે મરીને નરકમાં ચાલ્યા ગયા. જે જીવનમાં જ્ઞાનને પ્રકાશ હેત તે આ સ્થિતિ ન આવત, માટે પ્રત્યેક પળે પળે સાવધાની રાખવાની છે. જે પળમાં આ સાવધાની જાય છે, જાગૃતિ ઓછી થાય છે એ પળ આત્માને માટે ભારે ખતરનાક બની જાય છે. આજે જ્ઞાનપંચમીને દિવસે ઉપવાસ કરે, એટલે ટાઈમ મળે તેટલા સમયમાં એકાગ્ર ચિત્તથી ભણે, જ્ઞાનીનું બહુમાન કરવાથી, એના ગુણગાન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. જ્ઞાન દેનાર ગુરૂના ઉપકારને તે કયારે પણું ભૂલશો નહિ. જ્ઞાનદાન એ મહાન દાન છે, માટે જ્ઞાનદાતા ગુરૂની બને એટલી સેવા કરવી પણ તેમના ઉપકારને કક્યારે પણ ભૂલવા નહિ. અહીં મને એક વાત યાદ આવે છે. જીવણભાઈ નામના એક ટીચર સ્કુલમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ ટીચર ખૂબ પ્રમાણિક હતા. આજે તે એવે સમય છે કે વિદ્યાથી ઠેઠ હેય પણ કલાસના ટીચરનું ટયુશન રાખ્યું હોય તે ઠેઠ પણ પાસ થઈ જાય અને જે બીજા ટીચર રાખ્યા હોય તે ચિંતાને પાર નહિ. આ જીવણભાઈ બધાને પ્રેમથી ભણાવતા અને સારા સંસ્કારોનું સિંચન કરતા. જે વિદ્યાથીઓ ભણવામાં નબળા હોય તેમને રાત્રે બેલાવતા ને ભણાવતા. કેઈની પાસે પૈસે લેતા નહિ. આ રીતે ભણાવતાં તેમની ઉંમર થઈ ગઈ એટલે સરકારે તેમને છૂટા કર્યા. તેમને પેન્શન મળતું અને આજીવિકા માટે ટયુશન કરતા. આ ટીચરને એક દીકરી હતી. તે મોટી થઈ. દીકરી યુવાન થઈ. એટલે માબાપને ચિંતા તે થાય ને! દીકરીનું પુણ્યદયે સારા ઘેર સગપણ થયું. હવે તેના લગ્ન. કરવાના હતા. જીવણભાઈ વિચારે છે કે લગ્ન કરવા પાંચ હજાર રૂપિયા જોઈશે તે કયાંથી લાવીશ? શું કરીશ? તેમને વિચાર આવે કે મારા હાથ નીચે ભણેલા કંઈક છોકરાએ સુખી થઈ ગયા છે. કોઈ એંજીનિયર, કઈ હેકટર બન્યા છે તે હું તેમની પાસે જાઉં ને ૫૦૦૦ રૂા. ઉછીને લઈ આવું. એમ વિચાર કરી નીલેશ નામના વિદ્યાથી પાસે ગયા. તે મોટો ધનવાન બની ગયું છે. નીલેશે દૂરથી જોયું કે આ તે મારા ટીચર આવે છે. તરત તે તેમના સામે ગયે. મીઠે આવકાર આપ્યો. પધારે સાહેબ પધારો! નીલેશ ભલે મોટો વહેપારી બને છે પણ એનામાં વિનય હતો ! આજે તે વિનયને દેશવટો દઈ દીધું છે. નીલેશને ટીચર માટે માન હતું. તેણે તેમને સત્કાર કરીને બેસાડ્યા, પછી તેમને પૂછયું–અહે સાહેબ ! આજે આપને કયા કારણસર અહીં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy