SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૯૨૯ બદલવાની જરૂર છે. સામાન્ય બાબતમાં જીવને ક્રોધ આવી જાય, તેના મનમાં ઉકળાટ આવી જાય, મન અશાંત ખની જાય છે તે સ્વભાવને બદલવાના છે. જો આપણે સ્વભાવને અલીશું તેા સાચી દિવાળી ઉજવી કહેવાય. આ દિવસેામાં હિસાબના ચાપડા ચેાખા થઈ ગયા પણ કષાયના ચાપડા એવા ને એવા ગોટાળાવાળા રહ્યા તે શુ કરવાનું ? ફટાકડા ફોડીને આનંદ મનાવા પણ વિચાર તેા કરે। આ ફટાકડા કેટલા જીવેાના દિલમાં ફફડાટ પેદા કરાવે છે. કેટલા જીવોની હિંસા થાય છે ? ફટાકડા ફાડા તા કુસસ્કારાના અને રાગ-દ્વેષના ફાડા કે જેમાં બધા પાપા મળીને સાફ થઇ જાય. આજે તમે એ ધ્યેય નક્કી કરા કે હવે આવતી દિવાળી પહેલા નિવેદ અને વૈરાગ્યના ફુવારા જીવનમાં ઉડે. આ દેશ, ઉત્તમ કુળ, વીરનું વિરાટ શાસન મળ્યું છતાં દુનિયાના પદાર્થોં જો જીવને ગાંડાઘેલા બનાવે. એ પદાર્થાના જીવ સરવૈયા કાઢે અને આત્માના સરવૈયાની વાત ન કરે તે આત્માને શું લાભ થાય ? આ વિસામાં ભગવાન મહાવીર સ્વામીએ કેવા અપૂર્વ લાભ અને શાશ્વત આનંદ મેળવ્યેા. अणुत्तरगं परमं महेसी, असेसम्म स विसोहता । સિદ્ધિ શરૂ સામળતવત્તે, નામેળ સીજે ચ સમેળ | સૂય.અ.૬.ગા. ૧૭ મહર્ષિ ભગવાન મહાવીર સ્વામી સમ્યક્ જ્ઞાન, દન, ચારિત્રના શુદ્ધ પાલનથી જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોને ક્ષય કરીને સર્વાંત્તમ સિદ્ધિપદને પ્રાપ્ત કરી, જેની આદિ છે પણ અંત નથી એવી પાંચમી ગતિના શાશ્વત સુખાને પામ્યા અને ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાનની અદ્ભુત જ્યાત પ્રગટાવી. આ કારણથી જૈને દિવાળીના પર્વની ઉજવણી કરે છે. આ પર્વની ઉજવણી તપ ત્યાગથી કરવાની છે. આપણે ત્યાં અઠ્ઠમ, છઠ્ઠું ઘણા મેાટા પ્રમાણમાં થયા છે. માતાપિતાના વિયેાગ કરતા અરિહંત ભગવાનના વિયેગ અસહ્ય છે. મેાજશેખ કરી, કેડિયાના દિપક પ્રગટાવી, ફટાકડા ફોડી, ઘૂઘરા, સુંવાળી ખાઇને દિવાળી ઉજવા એ સાચી દિવાળી નથી પણ કર્માંના કીટાણુઓને દૂર કરવા અહિંસાના દારૂગોળા ફાડા, સયમના શસ્રો સજો, ત્યાગ, વૈરાગ્ય અને પ્રાચય રૂપી રગબેર’ગી અપેારિયા પ્રગટાવે, અજ્ઞાન અંધકારને દૂર કરવા જ્ઞાનના પ્રકાશ પાથરો, શુદ્ધ ભાવનાના સાથિયા પૂરા અને રત્નત્રયની રંગોળી પૂરી ચારિત્રના તેજ ઝળકાવે તા સાચી દિવાળી ઉજવી કહેવાય. નૂતન વષઁના મંગલ પ્રભાતે નૂતન જીવન જીવવાના સંકલ્પ કરો એ શુભેચ્છા સહિત વિરમું છું. ( પૂ. મહાસતીજીએ ભગવાનના નિર્વાણુ ઉપર ખૂબ વિસ્તારથી કહ્યું હતું. પણ વ્યાખ્યાનના પાના વધી જવાના કારણે કાળીચૌદશ અને દિવાળીનું બ્યાખ્યાન ટૂકમાં ભેશુ' લખ્યું છે. ) ૫૯
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy