SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૨૫ (શ્રેતા- કેવળજ્ઞાનની વધામણી દેનારને) સાચું બોલે છે ને? બેલે. સંસારની વધામણી ને મુખ્ય ગણશોને? પહેલો આવકાર કેને? સંહારક ચકરત્નને કે અભયદાયી કેવળજ્ઞાનને? : ભરત મહારાજા ક્ષણુ વાર તો તમારા જેવા બની ગયા. મનમાં થયું કે જેનાથી છ ખંડ સધાય એવા ચક્રરત્નની પૂજા પહેલી કરવી જોઈએ માટે તેની પૂજા કરી લઉં. પછી ભગવાનને કેવળજ્ઞાન થયું છે ત્યાં જાઉં. આટલે વિચાર આવ્યા પણ ક્ષણવારમાં એ વિચારથી પાછા વળ્યા. પહેલી પૂજા કરનની કે કેવળજ્ઞાનની ? આ વિચાર આવતાની સાથે વિવેકી ભરત મહારાજાને પશ્ચાતાપ થયો કે અરે! મેં આ શું કર્યું? કે મૂઢતાભર્યો વિચાર કર્યો? કોની સાથે કેની તુલના કરી? કેની હરોળમાં કેને બેસાડ્યું ? ધિક્કાર છે મારા આત્માને ! મેં કે અધમ વિચાર કર્યો? હું સંસારના સુખમાં લુપ્ત બન્યો? ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એ તો હિંસાનું સાધન છે. હું છ ખંડ સાધવા જઈશ ત્યારે કેટલી લડાઈઓ કરવી પડશે અને કેટલા જીવોનો સંહાર થશે? કેટલા પાપ બંધાશે? તેનાથી મળશે તે સંસારનું સુખ જ ને! ક્યાં જગતના સૂક્ષમ પણ અનંતા જેને અભયદાન દેનારું કેવળજ્ઞાન અને કયાં મોટા દુશ્મન જીના સંહાર કરવાનું ચકરત્ન! મેં કેવી મૂર્ખતા કરી કે આવા સંહારક ચકરત્ન સાથે અભયદાયી કેવળજ્ઞાનની સરખામણી કરી! ધિક્કાર છે મારી આ અધમ ભાવનાને કે જેણે મને મહાન વિવેક ચૂકા ? પહેલે આવકાર કેવળજ્ઞાનને આપવો જોઈએ કે જે કેવળજ્ઞાની ભગવાનથી મારા આત્માના દ્વાર ખુલવાના છે અને મારા ઉદ્ધાર માટે પણ તેમનું શરણું લેવું પડશે એવી વધામણીને મેં પહેલી યાદ ન કરી ! અને હિંસાકારી. વધામણુને યાદ કરી ! ભરત મહારાજાનો કે અદ્ભૂત વિવેક : ભરત મહારાજાએ કેવી સુંદર ખતવણી કરી. આ ખતવણી કરતાં નકકી કર્યું કે હવે પહેલો ઉત્સવ કેવળજ્ઞાનને કરું. એમાં ચકરત્નને રહેવું હોય તે રહે ને જવું હોય તે જાય. ક્ષણવાર વીજળીના ઝબકારા જેવા કુવિચાર પછી તરત પ્રગટેલે ભરત મહારાજાને આ વિવેક આપણ જીવનમાં કંઈક બોધપાઠ આપે છે. ખૂબી તો એ છે કે જે ચક્રરત્નના બળ પર છ ખંડના વિજેતા ચક્રવતી બનવાનું છે. એ ચક્રરત્નની ઓળખ એ છ ખંડની સમૃદ્ધિ દેનાર તરીકે નહિ પણ જીવસંહારક તરીકે કરે છે. શા માટે ? ચક્રરત્ન કરતા કેવળજ્ઞાનની કિંમત અનંત ગણી સમજાઈ છે. તીર્થકર ભગવાનના કેવળજ્ઞાનનું અનંત જીને અભયદાયિત્વ તેમની આંખ સામે તરવરે છે. એની મેટી વિશેષતા એમને દેખાય છે. તેથી ચકરનની અને પુત્ર જન્મની વધામણીને ગૌણ કરી અને કેવળજ્ઞાનની વધામણીને મુખ્ય માની. અહ! મારા પિતા એવા ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું? આ સમાચારથી તેમનું હૈયું એવું હરખાઈ ગયું, એ આનંદ આવ્યું કે કદાચ તમને ૨૫ લાખની લેટરી લાગી જાય ને જે આનંદ આવે તે પણ ભરત મહારાજાના આનંદની તોલે ન આવે. એ આનંદ આવ્યું કે તે તરત દર્શન કરવા ગયા ને સાથે મરૂદેવી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy