SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ શારદા દર્શન તે કેઈના પગ છેદી નાંખ્યા. તે કોઈ યમસદન પહોંચી ગયા, ને લેહીની નદી વહેવા લાગી. શત્રુના રીન્યમાં હાહાકાર છવાઈ ગયો. બધી સેનાને ઘાયલ કરીને રથ આગળ દેડા તે દુર્યોધનને ગાયે લઈને ભાગતે જે. એટલે બ્રહનટે કહ્યું મારી નજર સમક્ષ દુષ્ટ દુર્યોધન ગાયે લઈને કયાં જાય છે? એમ કહી અમે તેને પીછો કર્યો. બૃહન્નટની વીરતા જોઈને હું પણ નિર્ભય બનીને રથ દેડાવવા લાગે. દીપક સમાન જ્યાં જ્યાં તેને રથ દેડતે હતો ત્યાંથી અંધકારની જેમ દુશમને ભાગી છૂટતાં હતાં. ચંદ્રની સામે તારાની કાંઈ કિંમત નથી તેમ બટની સામે શત્રુએ તારાની જેમ નિસ્તેજ દેખાવા લાગ્યા. છેવટે બધાને હરાવતાં અમે દુર્યોધન પાસે પહોંચી ગયા. બહનટને જોઈને શત્રુની સેના ભાગવા લાગી. દુર્યોધન ગાયોને છોડી દઈ લડવા લાગે. બહન્ટ તે દયાળુ છે. તેણે પહેલાં દુર્યોધન સામે સામાન્ય બાણે ફેંકયા પણ દુર્યોધને તે મારી નાંખવા બાણે ફેંકયા, પણ બહન્ટને કાંઈ થયું નહિ પણ દુર્યોધન ઉપર તેને ખૂબ ક્રોધ આવે. અર્જુનના પરાક્રમ આગળ દુર્યોધનની હાર”: - બહનટે એક તીરથી દુર્યોધનને મુગટ નીચે ફેંકી દીધે. બીજા તીરથી તેનું બખ્તર તેડી નાંખ્યું ને ત્રીજાથી તેનું ' ધનુષ્ય કાપીને તેના રથની ધ્વજા કાપી નાંખી. આ સમયે દુર્યોધનના સેનાપતિઓ બોલવા લાગ્યા કે નકકી આ અન છે. અર્જુન સિવાય કેઈન માં આવું સામર્થ્ય બળ નથી. બધાના મુખેથી સાંભળ્યું કે આ અજુન છે તેથી મને વિચાર છે કે પાંડવેને બાર વર્ષ વનવાસના પૂરા થયા છે ને તેરમું વર્ષ ગુપ્તપણે રહે છે. તે શું આ સ્ત્રીના વેશમાં અને ગુપ્તપણે નહિ હોય ને ?તેનું પરાક્રમ જોઈને મેં નિશ્ચય કર્યો કે આ અર્જુન જ છે. આટલું થવા છતાં દુર્યોધનનું અભિમાન ઓછું ન થયું. તેથી બુહનટે વિદ્યાનું સ્મરણ કરીને દુર્યોધન સહિત તેના સૌન્યને મૂર્શિત કરી મડદા જેવા બનાવી દીધા. પછી મને કહ્યું કે આ બધાના શસ્ત્રો લઈ લે અને તેમના વસ્ત્રો ઉતારી લે. મેં તે પ્રમાણે કર્યું. થોડીવારે બધા ભાનમાં આવતાં લજજા પામ્યા. પિતાની આ દશા જોઈને દુર્યોધન, કર્ણ, શકુનિ વિગેરે ગાને છોડીને ભાગ્યા. (હસાહસ) ઉત્તરકુમાર કહે-પિતાજી! એ બહનટની શું વાત કરું ! એટલે તે બળવાન છે તેટલે દયાળુ છે. દુર્યોધને તેને મારી નાંખવા બાણ છેડયા છતાં તેણે દુર્યોધને નરન બનાવ્યું પણ માર્યો નહિ. બાકી દુર્યોધનને મારે તે એને રમત છે. આ રીતે ખૂબ પરાક્રમથી યુદ્ધ કરી વિજય મેળવી ગાયોને લઈને નગરમાં આવ્યા અને ગેવાળાને તેમનીઝા સેંપી દીધી. પછી મને બહેનટે કહ્યું કે તમે તમારા પિતાજીને મારી કઈ વાત ન કરશો, પણ મેં તે આપને જે બન્યું તે સત્ય કહ્યું છે. તે બૃહન્ટ સ્ત્રી વેશે નાટયશાળામાં ગયે છે. ઉત્તરકુમારના મુખેથી બહનટની વીરતાના વખાણ સાંભળીને રાજાને ખૂબ આનંદ થશે. હવે રાજા હનનો કેવી રીતે સરકાર સન્માન કરશે તેના ભાવ અવસરે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy