SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૮૫૩ બહન સાથે છે એટલે કુમારને કાંઈ વાંધો નહિ આવે. હમણાં વિજય મેળવીને આવશે. આપ ચિંતા ન કરે. - કુમાર સૈન્ય વગર લડાઈ કરવા ગયે છે તેથી રાજા ખૂબ ચિંતાતુર બની ગયા ને બલવા લાગ્યા કે ગમે તેમ તેય બહન્ટ તે નપુંસક છે. તેનામાં શું દૈવત હેય! ત્યારે માલિનીએ કહ્યું કે હે મહારાજા! આપ ચિંતા ન કરે. જેની પાસે ગરૂડ છે તેને સપની બીક ન હોય. તે રીતે આપના કુંવરની સાથે બહુન્નર છે. વધુ શું કહું! જેની સહાયમાં બહુન્નન્ટ હોય તેને અવશ્ય વિજય થાય છે. હમણાં જ કુંવરજી આવશે. માલિનીએ બહનટના ખૂબ વખાણ કર્યા તેથી રાજા ક્રોધમાં આવી ગયા. ત્યાં કંક પુરોહિત બેમહારાજા ! ઉત્તરકુમાર અને બ્રહનટ બંને આવ્યા. રાજા હર્ષભેર સામા ગયા. બહનટ કુંવરને મૂકીને પિતાની નાટયશાળામાં ચાલ્યા ગયે, અને કુંવર રથમાંથી ઉતરીને પિતાજીના ચરણમાં પડે. રાજાએ કહ્યું બેટા! તે એકલાએ યુધ્ધમાં વિજય મેળવ્યું? તે ઘણું સાહસ કર્યું. ત્યારે કુમારે કહ્યું-પિતાજી ! આ વિજયને યશ બૃહન્ટને આભારી છે, રાજાએ કહ્યું કેવી રીતે? તું વિસ્તારથી કહે. પિતાજી! હું કેવા સંગમાં ગયે ને બ્રહનટે મને કેવી રીતે સાથ આપ્યો તે આપે મારી માતા પાસેથી જાણ્યું, છે. હવે યુધ્ધમાં ગયા પછી બહનટે જોરથી રથ ચલાવ્યું અને જયાં દુર્યોધનનું સૈન્ય હતું ત્યાં આવ્યા, ત્યાં બ્રહનટે મને દુર્યોધન આદિની ઓળખાણ કરાવી. પિતાજી! હું. તે તેમની વિરાટ સેના જોઈને ગભરાઈ ગયું કે હું એકલે આટલી મોટી સેનાને કેવી રીતે જીતી શકીશ? એટલે મેં કહ્યું બહટ ! રથ પાછો વાળ. હું આમને જીતી શકું તેમ નથી. અજુને કરેલો પડકાર - ત્યારે બ્રહનટે મને પડકાર કરીને કહ્યું–હે. વિરાટ રાજાના પુત્ર! આમ કાયર શું બને છે? ક્ષત્રિયને બચ્ચે યુધ્ધમાં ખપી જાય પણ પીછે હઠ ન કરે. અહીં આવીને શત્રુનું સૈન્ય જોઈને ડરના માર્યા ભાગી જવું તે વીર ક્ષત્રિયને શેભતું નથી. જે શત્રુથી ડરીને ભાગી જાય છે તે લેકેમાં કલંકિત બને છે. આ રીતે ભાગી જવું તેના કરતાં મરવું વધુ શ્રેષ્ઠ છે. છેવટમાં કહ્યું કે હે ઉત્તરકુમાર! તારી હિંમત ના હોય તે હું દુર્યોધન સાથે યુદ્ધ કરીશ, પણ પીછે હઠ નથી કરવી. આ પ્રમાણે તેના કહેવાથી હું સારથી બને ને બહન્ટ સ્ત્રીને વેશ ઉતારી હાથમાં ધનુષ્ય લઈ શત્રુ સામે યુદ્ધ કરવા તૈયાર થશે. ઉત્તરકુમાર કહે છે પિતાજી ! શું વાત કરું ? બન્નટ સ્ત્રી વેશને ત્યાગ કરીને પુરૂષને વેશ પહેરી હાથમાં ધનુષ્ય લઈ કર્ણ વિગેરેની સામે લડતે હતું તે વખતે તેના મુખ ઉપર દિવ્ય પ્રતિભા દેખાતી હતી. મને થયું કે શું આ કઈ વિદ્યાધર છે કે સાક્ષાત્ ધનુર્વેદ છે ! હું તે તેના સામું જોઈ જ રહ્યો. એણે બાણેને વરસાદ વરસાવી કર્ણ જેવા મહારથીને હંફાવી દીધા, અને એવી વિદ્યાનું સ્મરણ કર્યું કે એકના અનેક બહન્ટ બનીને દુર્યોધનની સેના સામે લડવા લાગ્યા. એકલા બુહનટે કઈ રૌનિકને હાથ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy