SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ શાશા દર્શન જલતી હોય ત્યાં સુધી અને શાંતિ કયાંથી વળે? ઈર્ષાની આગ પિતાને બાળ ને બીજાને પણ બાળે. સમતાને સેતુ એ ઈર્ષાની આગમાં બળીને ખાખ થઈ જાય. ધનદત્ત સાર્થવાહને માળવાના રાજા સાથે સારા સંબંધ હતો એટલે કિંમતી ભેટ ધરીને મોટું રીન્ય માગ્યું, ત્યારે રાજાએ ધનદત્તને પૂછયું તમારે રીન્યની શી જરૂર છે? ત્યારે વણકે બધી વાત કરી. પછી રાજાએ કહ્યું ભાઈ! હું તને રીન્ય આપું પણ એક વાત જરૂર સમજી લેજે કે યુદ્ધ કરવું તે વાણીયાનું કામ નથી. એમાં તે ક્ષત્રિયનું બળ જોઈએ. તમારે ધન જોઇએ છે ને? એ પાછું આવશે. તમે ઘેર જઈને નિરાંતે સુઈ જાઓ, ત્યારે વણીકે કહ્યું- હે મહારાજા! મેં દઢપ્રતિજ્ઞા કરી છે કે હું જ એ પલ્લી પતિને જીતીને મારું ધન ચક્રવર્તિ વ્યાજ સહિત પાછું મેળવીશ ત્યારે જ જંપીશ. માટે આપ મને સૈન્ય આપ. હું જ એનું નિકંદન કાઢીશ. આવી વૈર વૃત્તિ જ્યાં સુધી હૃદયમાં બેઠી હોય ત્યાં સુધી ધર્મકળાને સ્થાન કયાંથી મળે? રાજાએ તેને ઘણું સમજાવ્ય પણ ન માન્યું એટલે તેને મોટું રીન્ય આપ્યું ને સેનાપતિને સાથે મોકલ્યો. ધનદત્ત ધરતી ધ્રુજાવતે પલ્લી પતિ સાથે લડવા આવ્યું. જયતાકે મોટું રીન્ય જોઈને વિચાર્યું કે હું આ રીન્ય સામે ટકી શકીશ નહિ. એટલે જયતાક છૂપી રીતે ? ત્યાંથી ભાગી છૂટ. ધનદત્ત પણ તેની પાછળ દેડ. સૈન્ય પણ તેની પાછળ દેડયું. વચમાં જયતાકની ગર્ભવતી પત્નીને જોઈને વણીકનું લેહી ઉકળ્યું. એટલે હાથમાં રહેલી તલવારથી એનું પેટ ચીરી નાખ્યું. એટલે આઠ માસનો ગર્ભ તરફડતે બહાર પડ્યો. તેને પથ્થર સાથે પછાડીને મારી નાંખ્યો ને મનમાં આનંદ માનવા લાગ્યું કે હાશ...મેં કેવું કાર્ય કરી બતાવ્યું. મહા હત્યારો ચોર કે લૂંટારે જે કાર્ય ન કરે તે એક વણિકે કર્યું. આ જોઈને સૈન્ય પણ કંપી ઉઠયું કે આ વાણીયે તે મહાપાપી છે. આની સાથે કયાં આવ્યા ? જયતાક મરણના ડરથી ભાગી ગયે. એટલે વાણી પલ્લીમાંથી અઢળક ધન લઈને માલવધીશ પાસે ગયો ને રાજાને બધી વાત કરી. આ વાત સાંભળીને રાજાને ખૂબ ક્રોધ આવ્યા ને હાથમાં તલવાર લઈને કહ્યું કે હે પાપી ! સ્ત્રી હત્યા અને ગર્ભની હત્યા કરતાં તને દયા ન આવી? આ તારું પાપ તને નરકમાં લઈ જશે. એ પહેલાં હું તને તારી પાપની શિક્ષા આપી દઉં. પણ વણિક ખૂબ કરગર્યો એટલે રાજાએ તેનું બધું ધન લઈ લીધું ને તેને દેશનિકાલ કર્યો. આ તરફ સૈન્ય ગયા પછી જયતાક પિતાની પલ્લીમાં આવ્યું. ત્યારે તેણે પિતાની પત્ની અને બાળકને મરેલા જોયા. તેથી તેનું હૃદય કંપી ઉઠયું. આંખમાંથી આંસુની ધાર છૂટી અને તેના મનમાં થઈ ગયું કે મેં પાપીએ આવા પાપના કામ કર્યા ત્યારે મારી પત્નીની આ દશા થઈને? આજ સુધી પિતાનાં કરેલા કુકર્તવ્ય ઉપર તેને નફરત છૂટી અને સમગ્ર સંસાર એને દુઃખમય દેખાવા લાગ્યું. તે પિતાના પાપને પશ્ચાતાપ કરતે ચાલ્યા જાય છે ત્યાં તેના પરમ સદ્ભાગ્યે યશભદ્ર નામના એક મહાન આચાર્ય
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy