SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શોર દર્શન ૧૧૯ અમે જાવજીવ સુધી નિરંતર છ છ રૂપ તપશ્ચર્યા દ્વારા અમારા પિતાના આત્માને ભાવિત કરતાં વિચરવાની ઈચ્છા રાખીએ છીએ. બંધુઓ ! વિચાર કરજે. આ છ અણગારીને તપ કરે છે છતાં ગુરૂની પાસે આજ્ઞા માંગતા પણ કેટલી નમ્રતા બતાવે છે કે હે પ્રભુ! આપની આજ્ઞા હોય તે. નેમનાથ ભગવાન તો સર્વજ્ઞ હતાં. તેઓ ત્રણે કાળની વાત જાણતા હતાં. એટલે એમને વિચાર કરવાનું ન હતું. આજે છદ્મસ્થ ગુરૂ પાસે શિષ્ય જાવજીવ માટે છ છઠ્ઠના પારણાં કરવાની આજ્ઞા માગે તે વિચાર કરે પડે. હવે છ અણગારેએ નેમનાથ ભગવાનની પાસે આજ્ઞા માંગી. એટલે ભગવંતે તેમની ગ્રતા જોઈને કહ્યું “જા વિશુદિજા, મા સિંધ tતા હે દેવાનુપ્રિયા ! તમારા બલા, પરાક્રમ અનુસાર તમને જેમ સુખ થાય તેમ કરે. આવી ઉત્તમ તપ સાધનાના કાર્યમાં પ્રમાદ ન કરે. ભગવંતે શિષ્યોને આજ્ઞા આપી. તેને તપ સાથે વિચારવાનું પણ હોય છે. સંયમી સાધકે આવી ઘોર તપશ્ચર્યા કરે. તેમના પારણામાં આહાર પાણી મળે ન મળે. ગમે તેટલી કસોટી થાય પણ જે વ્રત અંગીકાર કર્યું હોય તેને પ્રાણુતે પણ છોડતાં નથી. આ તે સાધુની વાત કરી પણ એ વખતના ગૃહસ્થ શ્રાવકેની પણ કેવી કપરી કસોટી થઈ છે છતાં પિતાને ધર્મ છેડે નથી. એવા એ શ્રાવકો દઢવમ અને પ્રિયમ હતાં. પ્રિયધમ અને દહેજમમાં ફેર છે. પ્રિયધમી શ્રાવકેને વીતરાગને ધર્મ ગમે, વીતરાગી સંતે ગમે, ધર્મ પણ કરે. સંત સતીજીએને જોઈને હરખાઈ જાય, ગાંડા ઘેલા થઈ જાય પણ ધર્મ કરતાં કસોટી આવે ત્યારે તે ધર્મમાં દઢ રહી શકતાં નથી. એ પ્રિયધમી છે, અને દઢવામી શ્રાવકે કસોટીને સમય આવે ત્યારે સ્થિર રહે છે. તે વ્રત-નિયમ, ધર્મને અડગતાથી પાળે છે. પ્રાણ આપવું પડે તે આપી દે પણ ધર્મને છોડે નહિ. અહંનક શ્રાવક મલલીનાથ ભગવાનના વારામાં થયા છે. તે જિનવચનમાં ને ધર્મમાં ખૂબ દઢ હતા. એની દઢતાના ગુણ દેવલેકમાં ગવાયા. મિથ્યાદષ્ટિ દેવ આ પ્રશંસા સહન ન કરી શકો તેથી તેને વીતરાગ ધર્મથી ચલિત કરવા માટે આવીને અહંનકને પડકાર કરે છે. છેડ, આ તારી જિનવચનની શ્રધ્ધા ! નહિતર ભયંકર થશે. પણ શું આ શ્રાવક શ્રદ્ધા છેડે ખરો? ગભરાય કે મુંઝાય ખરે? દેવે ભયંકર ઉપસર્ગો આપવાના શરૂ કર્યા. દરિયામાં એનું વહાણ સાત તાડ જેટલું ઉંચું ઉછળેલું અને સમુદ્રમાં ડૂબી જવાનું એવું બતાવ્યું. પિશાચ જેવું બિહામણું રૂપ લઈને દરિયામાં ખળભળાટ મચાવ્યું. છતાં અહંનક મક્કમ છે. આ જિનવચન એ જ સાર છે, બાકી બધું અસાર. આજ ઈષ્ટ ને પરમ પદાર્થ છે બાકી બધું અનર્થરૂપ અને અનિષ્ટ છે. આ શ્રધા એમના મનમાં ગુંજયા કરે છે. જાનમાલના નાશની કોઈ પરવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy