SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરના શિષ્ય અનુક્રમે કેશી અને ગતિમ વચ્ચેના સંવાદને, જૈનધર્મ માટે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતે પ્રસંગ છે. જેના પરથી જાણવા મળે છે કે, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે સમયધર્મને ઓળખી, પૂર્વથી ચાલી આવતી ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરા મુજબની ધાર્મિક ક્રિયાઓમાં ફેરફારો અમલમાં મૂકી, કડક વિધિવિધાને સ્થાપી, જેનધર્મમાં નવું ચેતન રેડી, તેની પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. આત્માને કર્મ બંધનથી મુક્ત કરી, મોક્ષ પ્રાપ્ત કરવાના મૂળ ધ્યેય માટે તીર્થકરોએ જૈનધર્મના જે મૂળ તત્વે ઉપદેશેલ છે તે ત્રિકાલાબાધિત સત્ય છે. તેમાં કયારેય કોઈ ફેરફારને સ્થાન નથી. પરંતુ આત્મોન્નતિ માટેની સાધનરૂપ એ મૂળ તન-મૂળ ગુણોની પુષ્ટિ માટે જાયેલી ધાર્મિક ક્રિયાઓ, એટલે કે ઉત્તર ગુણે વગેરેના વિધિવિધાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પલટ થયે છે, થાય છે અને થતો રહેશે. આ વાતની પ્રતીતિ કરાવતાં ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનના અધિકાર સાથે ધર્મના મૂળ તત્ત, ઉત્તર ગુણ વગેરેને આવરી લઈ આ વ્યાખ્યાને ગુંથાયેલા છે. જેમ એક જ પ્રકારના સૂતરને જુદા જુદા રંગના આધારથી કે. ચોક્કસ આકારમાં ગુંથવાથી સુંદર નયનરમ્ય ચાદર બનાવી શકાય, તે રીતે આ એક જ અધ્યયનના સ્વાધ્યાયમાં દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ, ગણિતાનુગ અને કથાનુયોગ એમ ચારે અનુગરૂપી રંગોને આવરી લઈ ગુંથાયેલ વ્યાખ્યાનરૂપી આ ચાદરનું સૌન્દર્ય જીવાત્મા માટે પારમાર્થિક બનેલ છે. આ પ્રવચન ગ્રંથના વકતા મધુર વ્યાખ્યાની બા. બ. પૂ. શ્રી. ગિરીશચંદ્રજી મહારાજ કિશોર વયમાં જ બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના સમાગમમાં આવતાં તેમના વૈરાગ્યપૂર્ણ જીવનના પ્રભાવે તેમજ હૃદયસ્પર્શી જોશીલી વાણીથી અનન્ય ભાવે આકર્ષાયા. તે અરસામાં પંડિત રત્ન બા.બ્ર. પૂ. શ્રી જયંતિલાલજી મહારાજની દીક્ષામાં હાજરી આપતાં તેથી અનેરૂં આકર્ષણ થયું. મહાન તપસ્વી બા.બ્ર. પૂ. શ્રી રતિલાલજી મહારાજના જીવન ચારિત્રે તેમને જ્ઞાન અને પિષણ આપ્યું. પૂજ્ય પ્રાણલાલજી મહારાજશ્રીના સમાગમની નીકટતામાં વૈરાગ્યભાવ પ્રબળ થવાથી શાસ્ત્રાભ્યાસમાં પ્રગતિ કરી, દશ દશ વર્ષના સંઘર્ષ બાદ દીક્ષાની અનુમતિ માટેના મુશ્કેલ સંગ-સૌમ્યતા, સરળતા, ધૈર્યતા અને વ્યવહાર દક્ષતાથી સાનુકૂળ બનાવી આપનાર પરમોપકારી “સૌરાષ્ટ્ર કેસરી” બા. બ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ જેમને આ ગ્રંથ અર્પિત કરાયેલ છે, તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર વાંચકો સમક્ષ મૂકવું આવશ્યક બની રહે છે. પ્રસ્તુત વ્યાખ્યાનને પ્રવચન દરમ્યાન જ નેધપોથીમાં અક્ષરદેહ રૂપે કંડારવા માટે વૈરાગી કુ તિબહેને (હાલના બા.બ્ર. જોતિબાઈ મહાસતીજી) તેમજ શ્રી છોટાલાલ ભીમાણીએ પરિશ્રમ લીધેલ છે અને પંડિતજી શ્રી રોશનલાલ જૈને, પિતાની નાજુક તબિયતમાં પણ જહેમત લઈને તેનું સંપાદન કરેલ છે તે બદલ તેઓ બન્નેને આભાર માનું છું.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy