________________
તે માટે બંત લેનાર થોડા કાર્યકરોની જરૂર રહે. આ બધું શકય બને ત્યારે જ “બહુજન, હિતાય, બહુજન સુખાય તેવું એક કાર્ય થઈ શકે અને ચોમાસાને વિસ્તૃત લાભ જળવાઈ રહે.
રત્ર-આગમ વગેરે શાસ્ત્રો રૂપી ગિરિ માંથી ઉદ્દગમ પામેલે વિશાળ જ્ઞાનને પટ તેમજ ઊંડું અધ્યયન ધરાવતી પૂ. મહારાજ સાહેબની વિચારધારાઓમાંથી વહેતે વાણીપ્રવાહ, શ્રોતાઓના કર્ણપટ પર અથડાઈ તેમના હૃદયસાગરમાં ગર્જના પેદા કરી તેમને ધર્માભિમુખ બનાવે છે. આવા ધુર વ્યાખ્યાની બા. બ્ર. શ્રી ગિરીશચંદ્રજી મહારાજની વ્યાખ્યાન વાણી પત્રાવલિમાં ઝીલીને પંથ સ્વરૂપે રજુ થાય તે તેને લાભ શ્રોતાજને સુધી મર્યાદિત ન રહેતાં, જેન-જૈનેતર વાંચકે સુધી વિસ્તરે, એવી ભાવના ઘણુ મહાનુભાવોએ પ્રદર્શિત કરી. ચાતુર્માસનો લાભ વિસ્તૃત રીતે જળવાઈ રહે, બધાના લાભ માટે નદીના પ્રવાહ આડે બંધ બંધાય તેવી ભાવના ઘણાને થાય પરંતુ એ માટે જરૂરી તૈયારી સાથે નિષ્ઠાપૂર્વક કામ ઊપાડી લેવા આગળ કેણ આવે ? અને વળી સારા કામમાં સે વિન્ન! છતાં પરમાર્થના કાર્યો ક્યારેય અટકતાં નથી એ ન્યાયે “ગિરિ ગજના-ભેધા પાષાણુ, ત્યાં દ્વાર” માટે પૂર્વ તૈયારી સાથે બધી વ્યવસ્થા ગોઠવાઈ. અલબત્ત શેડો વધુ સમય લાગ્યો પરંતુ એકદમ વ્યવસ્થિત રીતે આજન થયું જેના પરિણામરૂપ પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આવા સુંદર સાહિત્યનું પ્રકાશન આપની સમક્ષ રજુ કરતાં હું ખૂબ જ હર્ષ અનુભવું છું. વળી વાચકે સમક્ષ બા. બ્ર. શ્રી ગિરીશચંદ્રજી મહારાજના દીક્ષા પર્યાયના રજત જયંતિ વર્ષમાં જ તેમના વ્યાખ્યાને ગ્રંથ સ્વરૂપે અર્વ પ્રથમ રજુ થઈ રહ્યાં છે તે રાજકોટ માટે વિશેષ આનંદની વાત છે.
તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના, જેમાં સર્વ સૂત્રને નિચોડ છે એવું ઉત્તરાધ્યયન સૂત્ર, જેના ૩૬ અધ્યયનમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયે એ ચારેય અનુગના સમાવેશથી ધર્મ તત્વને સમજાવેલ છે. અનુગને અર્થ વ્યાખ્યા કરવી. આમ ચાર પ્રકારે ધર્મતત્વની વ્યાખ્યા સમજાવી છે, જેમાં દ્રવ્યાનુયેગમાં સંસારની અસારને બેધ છે; ચરણકરણનુગમાં અનંતકાળથી જીવાત્માની સાથે રહી, જન્મમરણના ફેરા કરાવનાર કર્મના સ્વરૂપને સમજાવી, વ્રત અને ચારિત્રના આધારે જીવાત્માને તેનાથી મુક્તિ મેળવવાને અને અસાર સંસારથી નિવૃત્ત થવા માટેને ઉપદેશ છે; ગણિતાનુગમાં મનની ચંચનાને કારણે જીવાત્માનું ચિત્ત અનેક વિષયમાં પરોવાયેલું રહે છે જેથી તે પરલક્ષી અને ધર્મવિહાણ રહે છે તે દર્શાવી, પરંને છેડી નિજ આત્મામાં એકાગ્રતા કેળવવાને ઉપાય છે;
જ્યારે કથાનુગમાં સચોટ ધાર્મિક દૃષ્ટાંતે કે ઐતિહાસિક કથાનકે દ્વારા જીવાત્માની ચિત્તશુદ્ધિ કરી તેને આત્માભિમુખ બનાવી મોક્ષમાર્ગ માટે પુરુષાર્થ કરવા પ્રેરણા છે. આવા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયન “કેશીગૌતમીય”ને ચાતુર્માસના વ્યાખ્યાને માટે મુખ્ય વિષય તરીકે પસંદ કરવામાં આવેલ છે. આ અધ્યયનમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ અને અંતિમ તીર્થંકર