SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર અનાદિ સંબંધ છે. આ કમેનાં કર્તુત્વ અને ભકતૃત્વના સંબંધમાં જ્યારે નિશ્ચય દષ્ટિથી વિચારીએ ત્યારે જીવ દ્રવ્ય કર્મોને કર્તા કે તેનાં ફળને જોતા પણ સિદ્ધ થતું નથી કારણ દ્રશ્ય કર્મ પદગલિક છે. તેને કર્તા ચેતન કેમ હોઈ શકે? ચેતનનું કાર્ય ચૈતન્ય રૂપ હોય છે અને અચેતનનું કર્મ અચેતનરૂપ હોય છે. જે ચેતનનું કર્મ પણ અચેતનરૂપ થવા લાગે તે ચેતન અને અચેતનનું સ્વાભાવિક પાર્થય વિલય પામશે અને સાંઠ્ય દેષ ઉપસ્થિત થશે. એટલે દરેક દ્રવ્ય પિતાના સ્વભાવને કર્તા છે, પરંતુ પરભાવને કર્તા નથી. જેમકે, જળને સ્વભાવ શીતળ હોય છે, પરંતુ અગ્નિના સંબંધથી તે ઉષ્ણ થઈ જાય છે. જળમાં જે ઉષ્ણતા આવી છે તે તેમના સ્વભાવગત નથી, પરંતુ આગ્નમાંથી આયાત થએલી છે. અગ્નિને સંબંધ વિચ્છેદ થતાં જળ ક્રમશઃ શીતળ થઈ જાય છે. આ જ રીતે જીવના અશુદ્ધ ભાવેના નિમિત્તને પામી જે પુદ્ગલ દ્રવ્ય કમરૂપે પરિણત થાય છે તેનો કર્તા પુગલ પોતે જ છે. જીવ તેને કર્તા હોઈ શકે નહિ. જીવ તે પિતાના ભાવનો જ કર્તા હોય છે. સાંખ્યમતાનુસાર જેમ પુરુષના સંગથી પ્રકૃતિને કતૃત્વ ગુણ અભિવ્યકત થઈ જાય છે અને પ્રકૃતિમાં સૃષ્ટિની સર્જન ક્યા પ્રારંભ થઈ જાય છે છતાં પુરુષ અકત જ કહેવાય છે, એવી જ રીતે રાગદ્વેષાદિક જીવના અશુદ્ધ ભાવેના નિમિત્તને પામી, પુદ્ગલ દ્રવ્ય ૧૦વ તરફ સ્વતઃ આકૃષ્ટ થાય છે તેમાં જીવનું કશું જ કર્તુત્વ નથી. જેમ કેઈ એક સુંદર યુવાન પુરુષને જોઈ કોઈ સ્ત્રી તેનાં સૌંદર્ય ઉપર મુગ્ધ બની મૂછિત થઈ જાય, તે તેમાં તે પુરુષનું શું કર્તુત્વ? કશ્રી સ્ત્રી છે, પુરુષ તે નિમિત્ત માત્ર છે. जीव परिणामहेदु कम्मत्त पुग्गला परिणमंति । पुग्गल कम्मणिमित्त तहेव जीया वि परिणमदिः॥ ण वि कुव्वदि कम्मगुणे जीवा कम्म तहेव जीव गुणे । अण्णाण्ण णिमित्तेण दु परिणाम जाण दोण्हंपि ।। अदेण कारणेण दु कत्ता आदा समेण भावेण । पुग्गल कम्म कदाणं ण दु कत्ता सव्व भावाण ॥ અર્થા–જીવ તે પિતાના રાગદ્વેષાદિ ભાવોને કર્યા છે, પરંતુ રાગદ્વેષાદિ વિભાવના નિમિત્તાને પામી કર્મરૂપ પરિણમવા લાયક પુદ્ગલો કમરૂપે પરિણત થઈ જાય છે અને કર્મરૂપે પરિણમેલા પુદ્ગલ દ્રવ્ય જ્યારે પિતાનું ફળ આપે છે ત્યારે કર્મ પરમાણુઓના નિમિત્તને પામી, જીવ પણ રાગાદિ રૂપે પરિણમન કરે છે. જો કે જીવ અને પદલિક કર્મ અને પરસ્પર એકબીજાના નિમિનને પામી પરિણમન કરે છે તે પણ જીવ પૌદગલિક કર્મોને કર્તા નથી અને પૌદગલિક કર્મ પણ જીવના ગુણને કર્તા નથી. હકીકતે તે પરસ્પર પરસ્પરના નિમિત્તને આશ્રયી એકબીજામાં એક બીજા પરિણમન પામે છે. એટલે આત્મા પિતાના ભાવને જ કર્તા છે. પગલિક કર્મકૃત બધા ભાવને કર્તા નથી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy