SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદને વિજય : ૫ શકે છે. જેમકે વેદનીયના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. આ બન્ને સજાતીય ભેદે પરસ્પર સંક્રમિત થઈ શકે છે. અર્થાતુશાતવેદનીય અશાતાવેદનીય રૂપે અને અશાતા વેદનીય શાતા વેદનીય રૂપે પરિણમી શકે છે. સંક્રમણ સદા સજાતીય પ્રકૃતિમાં જ થાય છે. છતાં આયુ કર્મ આમાં અપવાદ છે. ચાર આયુ કર્મોમાં પરસ્પર સંક્રમણ થતું નથી. જે આયુષ્ય બાંધ્યું હોય ત્યાં જ તેને જન્મવું પડે છે. આયુષ્યમાં ફેરફાર કમિપિ સંભવિત નથી. ઉપશમન કર્મને ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના આ ચારેય ક્રિયાઓ અયોગ્ય બનાવી દેવાની અવસ્થા ઉપશમન કહેવાય છે. નિધત્તિ કર્મને ઉદ્વર્તન અપવર્તન સિવાય બાકીના કરણ અગ્ય બનાવી દેવાની અવસ્થા તે નિધતિ છે. નિકાચના : કમને સમસ્ત કરણ માટે અયોગ્ય બનાવી દેવાનું નામ નિકાચના છે. उदये सकममुदये चउसुवि दादुं कमेण णो सक्क । उवसतच णिधत्ति णिकाचिद' हादि जौं कम ॥ કર્મને ઉદય અગ્ય બનાવવા ઉપશમન છે. કર્મમાં સંક્રમણ અને ઉદયની અગ્યતા નિધત્તિ છે અને ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ અને ઉદય ચારેને અભાવ તે નિકાચના છે. આ કર્મકાંડની ગાથા છે અને દિગંબર સમ્પ્રદાય મુજબ ત્રણે કરણનું સ્વરૂપ છે. કર્મને કર્તા અને ભક્તા, વૈદિક દર્શનમાં એક સાંખ્ય દર્શનને છેડી બધા દાર્શનિકે કઈને કઈ રૂપમાં આત્માને જ કર્મને કર્તા અને ભેકતા માને છે. સાંખ્યદર્શન આત્માને જોતા તે અવશ્ય સ્વીકારે છે પરંતુ કર્તા તરીકે પ્રકૃતિને માને છે. જેનદર્શનની પદાર્થોના પ્રરૂપણ વિષેની બે દષ્ટિઓ છે. એક નિશ્ચયનયમૂલક દષ્ટિ અને બીજી વ્યવહારનય પ્રધાન દષ્ટિ. પર નિમિત્તના આશ્રય વગર વસ્તુના મૌલિક વિશુદ્ધ સ્વરૂપને કહેનારી દષ્ટિ તે નિશ્ચયદષ્ટિ છે; અને પર નિમિત્તને આશ્રય કરી વસ્તુનું પ્રતિપાદન કરનારી દષ્ટિ તે વ્યવહારદાટ છે. જૈનધર્મમાં કર્તવ અને ભકતૃત્વને વિચાર પણ આ બે દષ્ટિઓને સન્મુખ રાખીને કરવામાં આવ્યું છે. જૈનદર્શન માત્ર સારાં-નરસાં કાર્યોને જ કર્મ કહેતું નથી, પરંતુ જીવ વડે કરવામાં આવેલાં સારાં-નરસાં કાર્યોનાં નિમિત્તથી જે પુદ્ગલ–પરમાણુઓ આકૃષ્ટ થઈ જીવ સાથે સંબદ્ધ થાય છે તે પુગલ-પરમાણુ કર્મ કહેવાય છે. તે પુગલ પરમાણુ જ્યારે વિપાકે—ખ થાય છે ત્યારે તેમના નિમિત્તથી જીવમાં જે કામક્રોધાદિક ભાવ થાય છે તે પણ કર્મ કહેવાય છે. પહેલા પ્રકારનાં કર્મો દ્રવ્યકમ છે અને બીજા પ્રકારનાં કર્મો તે ભાવકર્મ છે. જીવની સાથે આ બંને પ્રકારનાં કર્મોને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy