SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કરે છે. આ અંતર્દષ્ટિ શી વસ્તુ છે તે પણ સમજી લેવા જેવું છે. અસ્તિત્વની સાથે સર્વાત્મના સંયુક્ત થઈ જવું એ જ અંતર્દષ્ટિને જન્માવનાર છે. જાપાનનું તે પક્ષી જે પિતાના ચારે બાજુનાં વાતાવરણ સાથે એકરૂપ હોય, તે જ વાતાવરણમાંથી જન્મતા સૂક્ષ્મતમ કંપની પ્રતીતિ તે સહજરૂપે કરી શકે. તે પ્રતીતિ બૌદ્ધિક નથી, પરંતુ તે પક્ષીનું પૂરું અસ્તિત્વ જ આ કંપનીને અનુભવ કરે છે. આ અંતર્દષ્ટિ ગાય, ઘેડા આદિ પશુઓમાં સ્વાભાવિક હોય છે. પશુઓ રસ્તામાં ચાલ્યાં આવતાં હોય અને અમુક દૂરના અંતરે કઈ ભયનું નિમિત્ત ઉપસ્થિત થાય, કેઈને તેની જાણ પણ ન હોય, છતાં એટલે દૂર ઉપસ્થિત થયેલ ભયને ખ્યાલ પશુઓને આવી જાય છે. તરત જ તેની ચાલ બદલાઈ જાય છે અને તે ભાગવા પ્રયેત્ન કરે છે. આપણને તે પૈકી કશાજ ચિહ્નો દેખાતાં ન હોય એટલે પશુ જગતની આવી અણધારી અને અણકપેલી વિચિત્રતા જોઈ આપણે આશ્ચર્ય પામીએ છીએ. આપણે તેમને નાથવા મથીએ છીએ. અને તેમને નિશ્ચિત માર્ગે ચલાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ચેડા જ વખતમાં જ્યારે હિંસક પ્રાણી કે ચોર લુંટારાને ભય આપણી સામે આવીને ઊભું રહે છે ત્યારે જ પશુઓની તે અગમચેતી વિષેને આપણને ખ્યાલ આવે છે. આ તે અંતર્દષ્ટિની શુદ્ધિ કેવા સચોટ નિર્ણયે આપી શકે છે તેની સામાન્ય વાત થઈ. બાકી તો પાપથી ભરેલું ચિત્ત સદા પદાર્થો તરફ દેડયા જ કરતું હોય છે. પદાર્થને જુએ છે ને તે ત્વરિત ગતિએ તેની પાસે પહોંચી જાય છે. જે ક્ષણે કેઈ આલિશાન મકાન કે કઈ ખૂબસૂરત યુવતી તેને દૃષ્ટિગોચર થાય છે, તે જ ક્ષણે તે ડામાડોળ બની જાય છે, વિચલિત થઈ જાય છે અને તેને જેવા, મેળવવાના વિકલ્પમાં ડૂબી જાય છે. પદાર્થો તરફ દોડતી અને વ્યામોહ પામતી આ દષ્ટિ પરમાત્મ ભાવની સૃષ્ટિનું દર્શન કયાંથી કરી શકવાની? પદાર્થોમાં મુગ્ધ બનેલી દષ્ટિ, પરમાત્મા તરફની દડમાં કુંઠિત સિદ્ધ થશે. આ પ્રસંગે મને રામાયણને એક સુંદર દાખલો યાદ આવી જાય છે. લંકા ઉપર વિજય મેળવવા રામે વાનરાઓની મોટી સેના તૈયાર કરી હતી. લંકા ઉપર આક્રમણ માટે સેના થનગની રહી હતી, પરંતુ સમુદ્રની ખાઈને પૂર્યા વગર સમુદ્ર કેમ ઓળંગાય? અને સમુદ્ર ઓળંગ્યા વગર, લંકા ઉપર આક્રમણ કરવાનું અશકય હતું. તેથી સમુદ્રની ખાઈને કેમ પૂરવી તે પ્રશ્ન સૌને મુંઝવવા લાગ્યા. હનુમાને તેને અમેઘ ઉપાય બતાવ્યા: “આપણા પ્રભુ રામ છે. એમનું નામ અતિ પાવન છે. આ અતિ પાવન રામનામથી પથ્થર પણ તરે છે. માટે ભગવાન રામનું નામ લઈ, સમુદ્રમાં પથરા નાખવા માંડે.” રામના યુગના લોકેના હૃદય બાળક જેવાં નિષ્કપટ, સરળ અને વિધાયક હતાં. અસ્વીકારની વાત તેમનાં મનમાં કદી ઊઠતી નહિ. સંદેહને તેમનાં મનમાં કયારેય અવકાશ નહતો. નિર્દોષ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy