SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પિતાનું વરિષ્ઠતમ આયુધ જે વા છે, તેને એક બીજા ઉપર ઉપયોગ કરવામાં પણ ખચકાટ અનુભવતા નથી. એવા પ્રસંગે, ત્રીજા દેવલોકના ઈન્દ્ર શ્રી સનકુમારેન્દ્ર તેમને માત્ર “માનુwr' અને “માકુના” એવા બે શબ્દોના ઉચ્ચારથી જ શાંત પાડી દે છે. ભગવતી સૂત્રને આ ઉલ્લેખ તેમની આંતરિક અશાંતિનું સૂચન કરી જાય છે. ભગવતી સૂત્રમાં અમરેન્દ્ર સંબંધી પણ આવી જાતને ઉલ્લેખ છે. અમરેન્દ્ર પિતાના માથા ઉપર રહેલા પ્રથમ દેવકના સૌધર્મેન્દ્રના વિમાન અને પગને જોઈ વિચાર કરે છે કે, આ સૌધર્મેન્દ્ર મારા શકિત અને એશ્વર્યાથી અજ્ઞાત હેઈ, મારા પર પગ રાખીને બેસે છે. એને મારી શકિતને પરચો બતાવવું પડશે એવા મહજન્ય કષાયમાં તે સૌધર્મેન્દ્ર ઉપર આક્રમણ કરે છે. આ સૌધર્મેન્દ્ર એના ઉપર જ્યારે વજાને પ્રહાર કરે છે ત્યારે તે તેનાથી બચવા નાસી છૂટે છે. પરંતુ બચવાને કઈ જ ઉપાય નજરે ન પડતાં, ધ્યાનમાં સ્થિત ભગવાન મહાવીરના ચરણમાં તે નાનકડા કંથવાનું સ્વરૂપ ધારણ કરી, શરણ સ્વીકારી, પિતાનું રક્ષણ મેળવે છે. આ બધી શાસ્ત્રીય હકીકત દેના માનસ, સ્થિતિ અને કાષાયિક આંતરિક પીડાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. આ રીતે જગતમાં ચતુર્ગતિમાં કયાંય શાંતિ નથી. શાંતિ તે એકાંત આત્મામાં છે, શાંતિ તે ધર્મ એકાંત સ્વરૂપમણમાં છે. શાંતિ તે પુરુષાર્થ એકાંત સ્વરૂપાવસ્થાનમાં છે. શાંતિ અને સમાધિનું કેન્દ્ર આત્માનુભૂતિ અને તેની પ્રતીતિમાં છે. માટે સતત આત્માને શોધવામાં ગાફેલ નહિ રહે તે આંતરિક સમૃદ્ધિથી પણ સમૃદ્ધ થઈ જશે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ આપણા જે નિર્ણયે નીકળે છે તે બુદ્ધિમાંથી જન્મ લે છે. પૂરા અસ્તિત્વમાંથી આવિર્ભાવ પામતા નથી. બુદ્ધિમાંથી પ્રાદુર્ભાવ પામેલી દષ્ટિની સૃષ્ટિ હંમેશાં યથાર્થ જ હોય એ સુનિશ્ચિત નથી. અંતર્દષ્ટિથી લેવામાં આવેલા નિર્ણમાં ભાગ્યે જ ફેર પડે છે. આ વાતની યથાર્થતાને સમજવા માટે, તમારા અનેક વખતના આકસ્મિક અનુભવ અને આકસ્મિક લેવાએલા નિર્ણને કાળજીપૂર્વક અભ્યાસ કરી જ આવશ્યક છે. ઘણી વખત કઈ માણસને અપ્રત્યાશિત સંગ થાય છે અને કશા જ પરિચય વગર કે આંતરિક સંબંધ વગર તમારા મનમાંથી એક આકસ્મિક નિષ્કર્ષ સરી પડે છે કે, આ માણસથી બચીને રહેવામાં શ્રેય છે. આ માટે તમારી પાસે કઈ તર્ક નથી હોતું. કેઈ તેનું કારણ પૂછે, તો કારણ બતાવવા જેવું કારણ પણ નથી હોતું. છતાં તે માણસને જોતાંવેંત તમારી ચેતના, તમારી અંતર્દષ્ટિ તેને માટે ઝડપથી અભિપ્રાય બાંધી લે છે. આકાશમાં જેમ અચાનક વીજળી ચમકી ઊઠે તેમ તમારા અંતરાકાશમાં ચેતનાની વીજળી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy