SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવમાં શ્રાવક અથવા સાધુ બની શકાતું નથી. આ ગુણ વગરને માનવ દાનવ રૂપમાં ફેરવાઈ જાય છે તે પણ આશ્ચર્યની વાત નથી. શ્રદ્ધા અને વિવેકથી શૂન્ય હોય તે તેની ગણત્રી સમ્યગુ દર્શનમાં થતી નથી. આખરે અંધ શ્રદ્ધા એ પણ શ્રદ્ધા જ છે અને છતાંય બન્ને વચ્ચે કેટલે બધે ભેદ છે?” આ સનાતન સત્યને શ્રી અંબડ સંન્યાસી અને સારસી નારી સુલસાની વાત મૂકીને, પૂ. મહારાજ સાહેબે સેંસરી ઊતરી જાય તે રીતે, યથાર્થ શ્રદ્ધા જ આત્માના ઉત્કર્ષ માટે આવશ્યક છે, તે સમજાવ્યું છે. સમાધિ સ્થાનેના ખંડમાં, ઊર્ધ્વગમનના દશ એપાનને ટૂંકમાં પણ વિશદ રીતે પરિચય આપવામાં આવ્યું છે, અને આ દશે પ્રકારની સમાધિ માત્ર દ ચિંતન ઉપર આધારિત છે તેમ દર્શાવી, સમાધિ મેળવવા તલસનાર વ્યકિતએ ધર્મ ચિંતમાં ઓતપ્રેત રહેવું જોઈએ, મોક્ષના એ પરમ દ્વારને દ્વારપાળ બની જવું જોઈએ, એવું કર દર્શન કરાવ્યું છે. શ્રાવકનો ધર્મ સામાયિક પાળવાનો છે પણ સામાયિક એટલે શું? ચા શ્રાવકને ક્યા પ્રકારની સામાયિક શેભે? ઉપાશ્રયની સામાયિકને જીવન વ્યવહારની સાથે કેવા સંબંધે હવા ઘટે? આવા અને તે સામાન્ય શ્રાવકો માટેના હંમેશના કેયડાઓ છે. જો સામાયિક એ જ આત્મા હોય અને આત્મા એ જ સામાયિક હોય અને આ બંને પચ ચે આખરે તે એક જ વસ્તુને નિર્દિષ્ટ કરે છે તે સામાયિકને યોગ્ય રીતે સમજવાને પણ શ્રાવકને ધર્મ છે. પૂણિયા શ્રાવક કે જે માત્ર બે જ દોકડાને સંપત્તિધારક હતું તેનું દટાંત આપી, પૂ. મહારાજસાહેબે અતિ સરળ રીતે, સામાયિકની શાસ્ત્રાકારે આપેલ વ્યાખ્યા સમજાવતાં કહ્યું છે કે “કેઈપણ પ્રાણીને દ્રોહ કે કેઈની પણ સાથે રાગદ્વેષ એ આત્મદ્રોહ જ છે એમ જે બરાબર સમજાય જાય તે સામાયિકનું શુદ્ધ સ્વરૂપ, આત્મામાં ઊભું થાય.” સામાન્ય શ્રાવકના શ્રેયાર્થે આથી વધુ અનુકૂળ ઉક્તિ શી હોઈ શકે? તેવી જ રીતે શુદ્ર અને અણસમજુ માનવ કદાચ દેવગતિ વધારે વાંછે. નરકના ત્રાસને તેનો કંઈક ખ્યાલ હોય જ, પરંતુ નરકની તૃષા અને ભૂખના પ્રકારને તેને જવલેજ ખ્યાલ હોય છે. પંચ સ્વરૂપના જ જોઈ તેની અસહાયતા તો તે નજરે જુએ છે અને તેથી તેના સ્વરૂપની પણ કલ્પના કરી શકે છે. મનુષ્ય તરીકે તે તેની આધિ, વ્યાધિ, સુખદુઃખને સદૈવ અનુભવ કરે છે. એટલે સમજ્યા વિના દેવગતિ વાંચ્છે છે. પણ દેવગતિમાં પણ દેને જ્યારે અરસપરસ વજી શસ્ત્રને ઉપયોગ કરતો તે જાણે છે ત્યારે જ તેના મનમાં સત્ય સમજાય છે અને ચતુર્ગતિમાં શાંતિ નથી તેની તેને ખાત્રી થાય છે. તેનો ધર્મ સતત આત્માને શેધવાનો, આત્માનુભૂતિ અને પ્રતીતિ પ્રાપ્ત કરવાનું છે. તેને તે સ્પષ્ટ સમજી શકે છે. આવી જ. અન્ય સમજણ અને મનને માટે જેનું નિરૂપણ આવશ્યક છે તેવી મિથ્યાત્વમૂલક અહંની છે. અહની વાતનો ઉપર નિર્દેશ તે થયો પણ માનવ જીવનમાં અહમ કેટલો બધો ખલનાયકને ભાગ ભજવે છે તે સુવિદિત છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે. “મિચ્ચાદર્શનના અભાવમાં જીવ અને જડ વિષેનું ભેદજ્ઞાન નાશ પામે છે. જડ અને ચૈતન્ય પરસ્પર વિરોધી તત્વ છે એ સરળ સત્ય વિસરી જવાય છે, બાહ્ય પદાર્થો તરફનું આકર્ષણ સર્વોપરી બની જાય છે, અને આંતરિક સમૃદ્ધિ તરફ દકિટ નાખવાની ભારોભાર ઉદાસીનતા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy