SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આપી સમજાવ્યું છે કે, તે જ જ્ઞાન દિવ્ય ખજાને છે કે જેનાં મેળવ્યાથી બધું મળી શકે છે અને જેના અભાવમાં મળેલ કેઈપણ જ્ઞાનની કશી કિંમત નથી. કૂપમંડૂક પરિસ્થિતિમાં પડેલ જીવ, અહંને પોષતા તને પ્રથમ પિછાને છે અને આવા પિછાનની તૃષ્ણ વધારતો જાય છે. ભૂખ સંતોષવા, શિકાર પકડવા બહાર આવેલા શિયાળના દૃષ્ટાંતમાં પૂ. મહારાજસાહેબે માનવસહજ આ નિર્બળતાનું સુંદર દર્શન કરાવ્યું છે અને પ્રતીતિ કરાવી છે કે “અહ”ના વિસ્તારને પોતાની જ સમૃદ્ધિ માની લેવાના ભૂલભૂલૈયામાં તે સપડાઈ જાય છે.” અહે! આ કેટલું એ સત્ય છે ! મુમુક્ષુ જીવને એક મોટો દુશમન અહમ છે. એ અહમ્ દૂર કરવાનું કાર્ય કેટલું બધું દુષ્કર છે? શ્રીમદ્ રાજચંદ્ર પણ “માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય” એ સૂત્રની સમજણ આપી, સાચો માર્ગ બતાવી કહ્યું છે કે આ શત્રુ દૂર કરવાને સાચે રસ્તે તે સદ્ગુરુ શરણમાં છે. સદ્ગુરુ શરણની પ્રાપ્તિ થાય તે અ૯પ પ્રયાસે આ મહાન શત્રુ ઉપર ત મેળવાય છે. આ ગ્રંથને મહિમા એટલા માટે જ વિશેષ છે કે તેના અભ્યાસથી સદ્ગુરુ શરણ ઘણું સહેલું બને છે. આ સંહિતાના વિધ વિધ ખંડમાંની હકીકત વિશિષ્ટ રીતે, વિશિષ્ટ હેતુસર આપીને, પૂ. મહારાજસાહેબે, જ્ઞાનમાં પછાત છતાં જૈનશાસન પ્રણાલિત જીવન વ્યતીત કરવા ઇચ્છતા અસંખ્ય નરનારીઓ માટે, અત્યંત સરસ શિલીમાં શાસને પ્રબંધેલું સમૂળગું જીવન કેવી રીતે નિર્માણ થઈ શકે તેવું અનન્ય માર્ગદર્શન આપ્યું છે. જન્મ અને મરણની બાબતમાં પણ સામાન્ય જેમાં કેટલું બધું અજ્ઞાન પ્રસરે છે તે સર્વ વિદિત છે. મૃત્યુથી માનવ હંમેશાં ડર જ પામતે હેાય છે અને યેનકેન પ્રકારે પિતાનું જીવન, હેતુ હોય કે ન હોય, તે પણ વધારવા હંમેશા કોશિશ કરતા હોય છે પણ મૃત્યુ તે નિર્માણ સમયે પહોંચી જ જાય છે. જીવન વ્યવહારમાં આવશ્યકતાઓ ઘટાડવામાં જીવનનું સાફલ્ય છે અને વધારવાનાં પરિણામે વિષાદ, અજ્ઞાનતા, અસંતોષ અને સંતાપ પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાંથી કેમ ઊગરવું તે માટે ભગવાન મહાવીરે સંજીવિત કરેલ શ્રમણ સંસ્કૃતિનું રસિક બયાન પણ આ સંહિતામાં આપવામાં આવ્યું છે. અને તેવી જ રીતે ભગવાનના પ્રથમ શિષ્ય તિર્ધર ગૌતમની તથા આગળ જતાં ભગવાન શ્રીકૃષ્ણની વાત કહીને, મુમુક્ષુ એના દિલમાં પ્રભુએ પાઠવેલા નિત્ય સંદેશને સંચાર સવિશે યોગ્ય રીતે જ કર્યો છે. ત્યાગના માર્ગમાં આંતરિક પવિત્રતાની પ્રથમ જરૂરિયાત છે તેવી મારી અને મહત્વની વાત અત્યંત રસિક રીતે શ્રોતાઓ અને વાંચક સમક્ષ અહીં આ રજુ થયેલ છે. “બિન્દુમાં સિધુ” અને “વાસના” શિર્ષક ધરાવતા બે ખડે અતિ મૂલ્યવાન છે. સામાન્ય માનવી માટે અતિ પ્રેરક છે. મુક્તિ ઈચ્છતા મુમુક્ષુ માટે, ઊર્ધ્વગમનના માર્ગમાં નડતાં અવરોધનું તેમાં વેધક બયાન છે. ત્યાગની આડમાં, વાસનાનું તાંડવ નૃત્ય સુંદર રીતે સમજાવી, પૂ. મહારાજસાહેબ સામાન્ય માનવીને સાચા જીવન ઉપર દેરી રહ્યા છે. તેમણે એક બીજા ખંડમાં પણ કહ્યું છે કે, “શ્રદ્ધાને ગુણ એ ધર્મની ઈમારતને મૂળ પાયો છે. સમ્યગ્દર્શનના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy