SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર જાતને ઉપયોગ કરે અથવા પથરાએલા તે પ્રકાશને કિંચિત્ માત્ર પણ ઉપયોગ ન કરે, તો પણ દીપકને તેની કશી જ પડી હતી નથી. તેને તે સ્વભાવ જ પ્રકાશ પાથરવાનું છે. જ્યાં સુધી દવેલ છે, ત્યાં સુધી તે જલતે રહેશે અને પ્રકાશ પાથરતો રહેશે. જીવનાં જ્ઞાન ગુણને પણ એ જ સ્વભાવ છે. જે પદાર્થ જ્ઞાન વિષય થાય તેને તે જાણે છે. પોતાના જાણવાના સ્વભાવને તે કદી પરિત્યાગ કરતું નથી. વસ્તુમાં પરિવર્તન વસ્તુને આધીન છે. વસ્તુના ગુણે અને પર્યામાં તરતમતા લાવવી તે કંઈ જ્ઞાનનું કામ નથી. તે કાર્ય તે તે જ વસ્તુનું છે કે જેના તે ગુણો અને પર્યા છે. માટે જ્ઞાનગુણ પિતાના સ્વભાવ પ્રમાણે વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણવાનું જ કર્તવ્ય બજાવ્યા કરે છે. જ્ઞાન તે જીવને સ્વભાવ છે. પરંતુ સમ્યગ્દર્શન (શ્રદ્ધા)ના અભાવે તે જ્ઞાન જ્ઞાનની કેટિમાં ગણાતું નથી. સમ્યગ્દર્શનના અભાવે તે જ્ઞાન અજ્ઞાન ગણાય છે. તેથી સમ્યગ્દર્શન શાસ્ત્રોમાં ભારે મહિમા આંકવામાં આવેલ છે. સમ્યગ્દર્શનના અભાવે સત્યાગ્રહી દુરાગ્રહી કહેવાય અને સભ્યત્વી, મિથ્યાત્વી ગણાય. આત્માને અપૂર્વ મહિમા જ્યારે યથાર્થ સમજાઈ જાય અને સમ્યગ્દષ્ટિ-સાચી, સીધી અને સરળ દષ્ટિ-જે માણસને પ્રાપ્ત થઈ જાય, તો તે દષ્ટિ પ્રાપ્ત કરનાર વ્યક્તિના આચરણમાં જ તફાવત પડી જાય છે. પર પદાર્થો તરફનું તેનું આકર્ષણ વિકર્ષણમાં પરિવર્તિત થઈ જાય છે. સ્વરૂપ સિવાય સર્વત્ર ઉદાસીનતાની વૃત્તિ તેનામાં પ્રધાન બની જાય છે. ભારત ચક્રવતીને જ્યારે આ સત્ય સમજાઈ ગયું, ત્યારે તેનાં જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું. પ્રતિક્ષણની સાવધાની અને જાગૃતિ માટે તેણે એવી રીતે તે માણસેની બેઠવણ કરી કે, જે બાજુ તેનું પદાર્પણ થાય તે બાજુ તેમના કાનમાં આ શબ્દો સતત અથડાયા જ કરે કે- “ચેત, ચેત રે ભરતરાયા, કાળ ઝપાટો દેત હૈ—અરે ભરતરાજ! ચેતે, સાવધાન થાઓ, ગાફલ ન રહે. પ્રમાદને ખંખેરી નાખો. કારણ, કાળ પ્રતિક્ષણ તમારા આયુષ્યનું અપહરણ કરી રહેલ છે. - શ્રદ્ધાને ગુણ એ ધર્મની ઈમારતને મૂળભૂત પાયે છે. સમ્યગ્દર્શનના અભાવમાં માણસથી શ્રાવક અથવા સાધુ કંઈ પણ બની શકાતું નથી. આ ગુણ વગરનો માનવ દાનવના રૂપમાં ફેરવાઈ જાય તે પણ આશ્ચર્યની વાત નથી. શ્રદ્ધા જે વિવેકથી શૂન્ય હોય તો તેની ગણતરી સમ્યગ્દર્શનમાં થતી નથી. અંધશ્રદ્ધા પણ શ્રદ્ધાના જ નામથી ઓળખાય છે. પરંતુ સમ્યફ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઘણે મોટો તફાવત છે. હીરે કેલસાનું જ એક પરિષ્કૃત રૂપ છે, છતાં હીરા અને કોલસા વચ્ચે જેવો તફાવત છે તે જ તફાવત આ બન્ને શ્રદ્ધા વચ્ચે રહેલે છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy