SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ : લેધા પાષાણ, ખોલ્યાં દ્વાર સાવ છુંદાઈ ગયા હતા. હજારે લાશ હતી, ન જવાય એવાં પૂજાવનારાં દક્ષે હતાં. તેમનાં હૃદયે રડી ઊઠયાં. હિંસાનાં તાંડવનૃત્યનું આ નગ્ન દશ્ય હતું. રાહતકેન્દ્રના ડે. વિલિયમથી સેવા આપતાં બેલાઈ ગયું: “આવા વિનાશના ખપ્પરમાં માનવ જાતને ધકેલનાર અણુબેબને શેધક કોણ?” સિડનીએ તરત જ જવાબ વાળે. “અણુબેબને શેધક વિખ્યાત વૈજ્ઞાનિક ડે. ચાર્લ્સ નિકેલ છે. શું આપ તેમને નથી જાણતા?” ડો. વિલિયમે કહ્યું: “હા, જાણું તે છું. પરંતુ ડૉ. નિકોલસ પણ કેટલાય દિવસથી ગુમ થયેલ છે. તેને કશા જ સમાચાર નથી. સિડની અને છે. વિલિયમ વચ્ચે પરસ્પર આ રીતે વાતચીત ચાલતી હતી, ત્યાં રાહત કેન્દ્રમાં સેવા આપતા એક સ્વયંસેવકે જોરથી બૂમ પાડી “સાહેબ ! આમ પધારે, પિલા હિન્દીને કંઈક વધારે ફટકયું છે, તે આપને યાદ કરે છે.” આ ગાંડા દેખાતા માણસની સ્થિતિ દયાજનક હતી. શરીર લેહીથી ખરડાયેલું હતું ચારેબાજુએથી લેહીની ધારાઓ વહી રહી હતી. ભેગા થએલા માણસોને જોઈ તે શાંત થયે. પરંતુ તેની આંતરિક પડાને સૂચવતો એક ઉષ્ણ નિસાસો તેણે નાખે અને ધીમા અવાજે તે બબડી ઊઠ્યો: “Alas! he shall go to hell? આ સાંભળી સિડની આશ્ચર્ય પામ્ય ને વિલિયમને પૂછવા લાગે: “આ શું બબડે છે?” વિલિયમે કહ્યું: “તે હંમેશાં આમ જ બોલ્યા કરે છે, અને ઠેકઠેકાણે આમ જ લખ્યા આ સાંભળતાં જ સિડનીને ભૂતકાળ યાદ આવ્યું. તે આ પાગલ દેખાતા માણસને ઓળખી ગયે. તેની આંખમાં આંસુઓ ભરાઈ આવ્યાં. ગદગદિત સ્વરે તે પાગલને હાથ પકડી બોલી ઊઠયે: “એ મારા પ્રિય નિકોલસ ! તારી આવી દયાજનક અને કરુણ દશા?” ઊભેલાં બધાં વસ્તુસ્થિતિને પામી ગયાં. હિરોશિમામાં પાગલની માફક આમતેમ રખડતા અને હિન્દી તરીકે ઓળખાતો આ માણસ બીજે કઈ નહિ, પણ અણબની શોધમાં જીવનને હેમી દેનાર ડે. ચાર્લ્સ નિકેલસ હતે. નિકોલસને સિડનીના તંબુમાં લઈ જવામાં આવ્યું. શાંતિવાદી સંઘના બધા સભ્ય એકત્રિત થઈ ગયા. બધા નિલસની આજુબાજુ ગોઠવાઈ ગયા. સિડની અને મેરી તેને મસ્તક પાસે બેઠાં. નિકેલસ વારંવાર આંખ ખેલતે અને બંધ કરતો હતો. તેની આંખોમાંથી આંસુઓ સરી રહ્યાં હતાં. મેરીની આંખ માં પણ આંસુઓ ઊભરાઈ આવ્યાં. તે નિકોલસ તરફ જોઈને બોલી : ચાર્લ્સ! મને ન ઓળખી? હું તારી મેરી !”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy